પૂર્વ MLA અને ભાજપના નેતા ગોવાભાઈ રબારી બોલ્યા- અગાઉ રબારી સામે કોઈ બોલતું નહોતું, હવે સમાજ નબળો અને ઢીલો થયો છે...

આગામી 25 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઉત્તર ગુજરાત રબારી સમાજનું મહાસંમેલન આયોજિત થવા જઈ રહ્યું છે. આ સંમેલનની તૈયારીના ભાગરૂપે ગુરુવારે વાવ-થરાદના દિયોદર સ્થિત ખોડિયાર માતાજીના મંદિર ખાતે રબારી સમાજની બેઠક મળી હતી, જેમાં નવા બંધારણ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં 25 જાન્યુઆરીએ ડીસા ખાતે આયોજિત નવા બંધારણ સંમેલન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. રબારી સમાજના નવા બંધારણમાં કુરિવાજોને તિલાંજલિ આપવા, લગ્ન પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચાઓ પર પ્રતિબંધ મૂકવા અને સમાજમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Govabhai-Rabari2
divyabhaskar.co.in

આ બેઠકમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમજ આ બેઠકમાં દિયોદર, કાંકરેજ અને ઓગડ એમ 3 તાલુકાના રબારી સમાજના આગેવાનો પણ આ બેઠકમાં સામેલ થયા હતા, જેમણે સમાજ સુધારણાના આ પ્રયાસને સમર્થન આપ્યું હતું.

આ બેઠકમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય તેમજ કોંગ્રેસ નેતા ગોવાભાઇ રબારીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અગાઉ રબારી સામે કોઈ બોલતું નહોતું, હવે રબારી સમાજ નબળો અને ઢીલો થયો છે. રબારી સમાજ સામે કોઈ ખોટી આંગળી થશે તો સામે વાળાને આંગળી કપાઈ જવાનો ભય હોવો જોઈએ.

Govabhai-Rabari1
divyabhaskar.co.in

ગોવાભાઇ રબારીએ જણાવ્યું હતું કે આત્યારે સામાજિક રીતે એક થવાની જરૂર છે. અત્યારે આપણો સમાજ દરેક જગ્યાએ અન્ય સમાજ કરતા ઢીલો થઇ ગયો છે. અન્ય સમાજમાં એક નાની માથાકૂટ થાય તો 200 લોકો આવીને ઉભા રહે, ભલે પોતાના સમાજના યુવકની ભૂલ કે વાંક હોય તો પણ.

આપણાં સમાજનો આવો ડર મટી ગયો છે. પહેલા દિયોદરની અંદર કોઈ રબારીનું નામ લેતું નહોતું, એમાં પણ ઢીલાશ આવી છે. આપણે કોઈને મારવા નથી કે કોઇની સાથે ઝઘડા કરવા નથી, પરંતુ પણ થોડો ભય તો હોવો જ જોઈએ કે રબારી સમાજ સામે કોઈ ખોટી આંગળી થશે તો આ લોકો આંગળી કાપી નાંખશે.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.