'ગુજરાત BJPનો ગઢ હતો, છે અને રહેશે', શાહે ઐતિહાસિક જીત પર ગર્જના કરી

ગુજરાતના સુરતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે પણ BJPના સુરત શહેર અને જિલ્લા સમિતિ દ્વારા આયોજિત નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધતા અમિત શાહે ગુજરાત ચૂંટણીમાં મળેલી જીતને ખાસ ગણાવી હતી.

અમિત શાહે કહ્યું કે, ગુજરાતની જીતથી દેશભરના કાર્યકરોમાં નવો ઉત્સાહ આવશે. તેમણે કહ્યું કે, આ જીત આગામી ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં BJP માટે સકારાત્મક આપનારી જીત છે. તેમણે આમ આદમી પાર્ટી (AAP)નું નામ લીધા વિના તેના પર પણ નિશાન સાધ્યું અને BJPની જીતનો શ્રેય પેજ પ્રમુખોને પણ આપ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગુજરાત ચૂંટણીમાં આટલી મોટી જીત BJPના કાર્યકરોના કારણે છે. તેમણે આ ચૂંટણી જીતમાં પેજ પ્રમુખોની ભૂમિકાને પણ મહત્વની ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ બધાએ સાથે મળીને અમારી યોજના જમીન પર ઉતારી હતી. અમિત શાહે કહ્યું કે, જે અભૂતપૂર્વ જીત મળી છે, આ રેકોર્ડને ભવિષ્યમાં પણ તોડવો મુશ્કેલ છે.

તેમણે આમ આદમી પાર્ટી (AAP)નું નામ લીધા વગર પ્રહારો કર્યા અને કહ્યું કે, ગુજરાતમાં નવા પક્ષો પણ આવ્યા. અમિત શાહે કહ્યું કે, નવી પાર્ટીઓએ મોટા-મોટા દાવા કર્યા, વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક બાંહેધરી આપી, પરંતુ જ્યારે ચૂંટણી પરિણામ આવ્યા તો તેનો સફાયો થઈ ગયો. તેમણે કહ્યું કે, ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતની જનતા BJP, PM નરેન્દ્ર મોદીને આવકારવા માટે તૈયાર હતી.

અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામને ઘણી રીતે ખાસ ગણાવ્યા. તેમણે કહ્યું કે, તાજેતરની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતે દેશને સંદેશ આપ્યો છે કે, ગુજરાત BJPનો ગઢ હતો, છે અને રહેશે. શાહે કહ્યું કે, ગુજરાતના આ પરિણામોની 2024ની લોકસભા ચૂંટણી પર પણ સકારાત્મક અસર પડશે. આ જીત રાજકીય ચિત્ર બદલવાવાળી સાબિત થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BJPનો જંગી વિજય થયો છે. ગુજરાત ચૂંટણીમાં BJPએ રાજ્યની 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી હતી. ગત ચૂંટણીની સરખામણીએ BJPનો વોટ શેર પણ ત્રણ ટકા વધ્યો છે. આક્રમક પ્રચાર કરનાર આમ આદમી પાર્ટી (AAP)ની બેઠકો બે આંકડા સુધી પણ પહોંચી શકી નહોતી.

Related Posts

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.