સરકારી કચેરીઓમાં દલાલોનું જડબેસલાક નેટવર્ક કેવી રીતે ચાલે છે?

થોડા સમય અગાઉ ગુજરાતના માજી ડે.સી.એમ. નીતિન પટેલે કહ્યું હતું કે ભાજપના નેતા કે કાર્યકર હોવાનો દાવો કરતા કેટલાક લોકો અધિકારીઓ સાથે સંબંધો બાંધી ગેરકાયદેસર દલાલી કરી રહ્યા છે. આ નિવેદને ભાજપમાં ખળભળાટ મચાવી દીધો હતો. નીતિન પટેલે કહ્યું કે આવા લોકો પક્ષનું નામ વટાવીને અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે. આ દલાલોનું નેટવર્ક પક્ષના કાર્યકર હોવાનો ઢોંગ કરી ગેરકાયદેસર કામો કરાવે છે.

હાલમાં સૂરતમાં ચિરાગ ગોટીનું પ્રકરણ ગાજી રહ્યું છે. તેની ઉપર આરોપ છે કે તે પોલીસ અધિકારીઓ, જીએસટીના અધિકારીઓ સહિત બીજા સરકારી અધિકારીઓ સાથે ધરોબો રાખીને તેમના વીડિયો ઉતારીને બ્લેકમેલ કરતો આવ્યો છે. હાલ તે સળિયા પાછળ છે. તેના નેતાઓ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

CHIRAG GOTI
abplive.com

નીતિનભાઇનું સ્ફોટક નિવેદન અને ચિરાગ ગોટી પ્રકરણ પરથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે સરકારી કચેરીઓમાં દલાલોનું વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. 

આ નેટવર્ક કેવી રીતે ચાલે છે અને અધિકારીઓ પણ તેમાં કઇ રીતે સંડોવાઇ જાય છે તે અંગે થોડીક વિગતો જાણવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે આ દલાલ જેવા લોકો પહેલા તો સત્તામાં હોય તો રાજકીય પક્ષના મોટા નેતાઓ સાથે કોઇને કોઇ રીતે પોતાના ફોટા પડાવે છે. ઘણીવાર નેતાઓની નજીક પણ હોઇ શકે છે પરંતુ મોટાભાગના નેતાઓ આવા લોકોથી દૂર રહેતા હોય છે. હવે આવા ફોટા તેઓ સોશિયલ મીડિયા પર મૂકીને એવું સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે તેઓ નેતાઓની નજીકના માણસ છે. તેમને નેતાઓ સાથે અંતરંગ સંબંધો છે. ઘણીવાર તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં પણ ભાગ લે છે. આવું કરવાથી તેઓ સરકારી કચેરીમાં એક સોશિયલ વર્કર કે પાર્ટીના કાર્યકર તરીકે જાય છે. એટલે તેમને એન્ટ્રી પણ સરળતાથી મળી જાય છે. સામાન્ય રીતે તેઓ સીધા અધિકારીઓને એપ્રોચ કરતા નથી. 

પહેલા નાના કર્મચારીઓને જાસૂસ બનાવે 

પહેલા તેઓ પટાવાળા કે ક્લાર્ક કક્ષાના કર્મીઓને પોતાના ઇન્ફોર્મર બનાવે છે. ત્યાં આવતી અરજીઓ, ફરિયાદો અંગેની રજેરજની માહિતી તેઓ આ લોકો મારફતે મેળવી લે છે. આવું મોટાભાગે મહેસૂલી અને પોલીસ અને પાલિકાની કચેરીઓમાં થતું હોય છે. પછી આ દલાલો ફરિયાદી પાસે જાય છે કે તારૂ કામ કરવા આપું. મારે ઉપર સુધી ઓળખાણ છે. તારૂ કામ થઇ જશે. તે તો ઠીક આ દલાલો જેની સામે અરજી થઇ હોય તેને પણ સંપર્ક કરે છે. તેને પણ કહેતા હોય છે કે તને બચાવી લઇશ. તારે ચિંતા કરવાની જરૂર નથી. આમ ફરિયાદી અને જેની સામે ફરિયાદ થઇ હોય બન્ને ને તેઓ સંપર્ક કરીને બન્ને પાસેથી રૂપિયા ઉઘરાવવાનો કારસો રચે છે. 

ખાનગીમાં સેટલમેન્ટ 

તેમના પ્રયત્નો એવા હોય છે કે સરકારી કચેરીની બહાર જ બન્ને એકબીજા સાથે સેટલમેન્ટ કરી લે. એટલે તેમને બન્ને પાસેથી રૂપિયા ઉઘરાવવાનો મોકો મળી જાય છે. આ લોકો પાસે કેટલા લુખ્ખા તત્વોની ફોજ પણ હોય છે. જો એક પાર્ટી વધુ રૂપિયા આપવાની વાત કરે તો સામેવાળાને દબડાવીને વધુ રૂપિયા આપવાવાળાનું કામ કરાવી દે છે. 

Photo-(2)

જો ખાનગીમાં ન થાય તો 

જો ખાનગીમાં સેટલમેન્ટ ન થાય તો તેઓ પછી સરકારી અધિકારી પાસે જઇને જે માણસ વધારે રૂપિયા આપે તેના સપોર્ટમાં નિર્ણય લેવા માટે દબાણ કરે છે. તેમાં જો અધિકારી માની જાય તો કામ પતી જાય. જો અધિકારી ન માને તો તેની ઉપર ઉપરથી રાજકીય કે બીજુ દબાણ લાવવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર અધિકારીઓને એક યા બીજા રીતે બ્લેકમેલ કરીને પણ કામ કરાવતા હોય છે. 

કામ ન થાય તો પૈસા ખાઇ હાથ અદ્ધર કરી દે 

આ લોકો ગુંડા ટાઇપ તો હોય જ છે. બન્ને પાર્ટીઓ પાસેથી રૂપિયા લઇ લીધા પછી જો કામ ન થાય તો રૂપિયા પરત આપવા ગલ્લા તલ્લા કરે. જો પાર્ટી મજબૂત હોય તો થોડાક રૂપિયા આપીને સેટલમેન્ટ કરી લે. પંરતુ આવા લોકોની જાળમાં ફસાયા પછી રૂપિયા પરત કઢાવવાએ લોઢાના ચણા ચાવવા જેવું કામ હોય છે. 

આવા લોકો કેમ ફૂલેફાલે છે? 

ઇમાનદાર નેતાઓ અને સરકારી અધિકારીઓ આવા લોકો પેધા ન પડે તે માટે તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. પરંતુ ભ્રષ્ટ લોકો તે સિસ્ટમને તોડી નાંખે છે. ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને આવા લોકોની જરૂર હોય છે. એટલે તેમનું કામ આસાન થઇ જાય છે. સામાન્ય રીતે લોકો પોતાના કામ ન થાય તો ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે જતા હોય છે. પરંતુ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શક્તિશાળી ન હોય. તેઓ હોશિયાર ન હોય ત્યારે આવા લોકો કામ આવે છે. લોકોને લાગે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ કરતા તો આવા લોકો જલ્દી કામ કરાવી દે છે. એટલે લોકો આમની પાસે જાય છે. ચૂંટાયેલા પ્રતિનિધિ કરતા આવા લોકોના સંપર્કો આખી સિસ્ટમમાં ખૂબ જડબેલાક હોય છે. એટલે તેમના કામ ખૂબ જ ઝડપથી પતી જતા હોય છે. એટલે લોકો પણ આવા દલાલો મારફતે કામ કરાવવાનું પસંદ કરતા હોય છે.

About The Author

Related Posts

Top News

જે રસ્તેથી નીકળે છે વિશ્વના 20 ટકા તેલના જહાજો, તે હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને કેમ બંધ કરી દીધું

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ઈરાને લશ્કરી કવાયત દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટના કેટલાક ભાગોને અસ્થાયી રૂપે બંધ...
World 
જે રસ્તેથી નીકળે છે વિશ્વના 20 ટકા તેલના જહાજો, તે હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને કેમ બંધ કરી દીધું

ઉદ્યોગસાહસિક નિરવ શાહની દૂરંદેશી પહેલે એન્જિનિયર્ડ વૃવન ડિસ્પ્લેના વિઝનને રિયાલિટીમાં પરિવર્તિત કર્યો

સુરત: ડિસ્પ્લે અને જાહેરાત માટે ઉપયોગમાં લેવાતા પરંપરાગત PVC ફ્લેક્સને બદલે હવે એક નવું અને વધુ ટકાઉ વિકલ્પ બજારમાં આવી...
Gujarat 
ઉદ્યોગસાહસિક નિરવ શાહની દૂરંદેશી પહેલે એન્જિનિયર્ડ વૃવન ડિસ્પ્લેના વિઝનને રિયાલિટીમાં પરિવર્તિત કર્યો

વડોદરા પાલિકાની બજેટ સભામાં મેયરે વિપક્ષના બધા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દીધા, BJP કોર્પોરેટરે નિવૃત્તિ જાહેર કરી

વડોદરા મહાનગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા આજે રાજકીય ગરમાવા અને આશ્ચર્યજનક ઘટનાક્રમની સાક્ષી બની હતી. સભામાં સમય ફાળવણી મુદ્દે થયેલા વિવાદને...
Gujarat 
વડોદરા પાલિકાની બજેટ સભામાં મેયરે વિપક્ષના બધા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દીધા, BJP કોર્પોરેટરે નિવૃત્તિ જાહેર કરી

બોલ્ડ લુક... AI સ્માર્ટ ફીચર્સ સાથે ભારતની સૌથી સસ્તી 7-સીટર કાર લોન્ચ

જાપાની કાર નિર્માતા Nissan માટે મંગળવારનો દિવસ ખૂબ જ ખાસ હતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ, કંપનીએ ભારતીય...
Tech and Auto 
બોલ્ડ લુક... AI સ્માર્ટ ફીચર્સ સાથે ભારતની સૌથી સસ્તી 7-સીટર કાર લોન્ચ
Copyright (c) Khabarchhe All Rights Reserved.