- Gujarat
- અમદાવાદ એરપોર્ટના કર્મચારીની પ્રામાણિકતા, ટોઇલેટમાંથી 38 લાખનું સોનું મળ્યુ પછી.
અમદાવાદ એરપોર્ટના કર્મચારીની પ્રામાણિકતા, ટોઇલેટમાંથી 38 લાખનું સોનું મળ્યુ પછી.
અમદાવાદ એરપોર્ટની એક એવી ઘટના સામે આવી છે જે જાણીને ચોકક્સ એમ થાય છે હજુ પણ દુનિયામાં પ્રામાણિક લોકો વસે છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક સફાઇ કર્મચારી રાતોરાતો લખપતિ બની શકે તેમ હતો, પરંતુ તેનું એરપોર્ટ પરથી મળેલું બિનવારસી સોનું ઓથોરિટીને સુપરત કરી દીધું હતું. અમદાવાદ એરપોર્ટે પણ આ સફાઇ કર્મચારીની પ્રામાણિકતાની સરાહના કરી છે અને તેનું સન્માન કર્યું છે.
તમે વિચાર કરો કે સફાઇ કર્મચારી ભલે એરપોર્ટ પર કામ કરતો હોય ,પરંતુ એનો પગાર એટલો મોટો ન હોય.સામાન્ય રીતે નાનો માણસ હોય તો કોઇ અમૂલ્ય બિનવારસી વસ્તુ કે રૂપિયા મળે તો એક વખત તો લોભ લાલચમાં આવી જ જાય, પરંતુ અમદવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના સફાઇ કર્મચારી જીતેન્દ્ર સોલંકીની પ્રામાણિકતા ડગી નહીં. તેને એરપોર્ટ પરથી મળેલું સોનું ઓથોરિટીને સોંપી દીધું હતું.

છેલ્લાં ઘણા સમયની વાત કરીએ તો અન્ય એરપોર્ટની જેમ અમદાવાદ એરપોર્ટ પર પણ દાણચોરીના કિસ્સા વધી રહ્યા છે. વાત એમ બની હતી કે એરપોર્ટનો સફાઇ કર્મચારી જીતેન્દ્ર સોંલકી સફાઇની કામગીરીમાં ટોઇલેટનો ફ્લશ ચેક કરી રહ્યો હતો તે વખતે દિવાલનો ફ્લશ દબાતો નહોતો. તેણે તપાસ કરી તો ટોઇલેટના ફ્લશમાંથી એક કાળા કલરની સેલોટોપ વાળી કોથળી મળી આવી હતી. જીતેન્દ્રએ ચેક કર્યું તો તેમાં 116 ગ્રામના 6 સોનાના બિસ્કીટ હતા. જીતેન્દ્રએ પોતાના સુપરવાઇઝરને વાત કરી અને એ સોનું કસ્ટમ વિભાગને સોંપી દીધું હતું. જીતેન્દ્રની પ્રામાણિકતાને કારણે એરપોર્ટ ઓથોરિટીએ તેનું સન્માન કર્યું હતું.

જીતેન્દ્રએ ઓથોરિટીને માહિતી આપી હતી કે જેન્ટસ ટોઇલેટમાંથી તેને સોનાના બિસ્કીટ મળ્યા હતા. સોંલકીએ કહ્યું, થોડા સમય પહેલાં જ કુવૈતની ફલાઇટ અમદાવાર એરપોર્ટ પર લેન્ડ થઇ હતી.એટલે સંભવત કોઇ પેસેન્જરે સોનું છુપાવ્યું હોવાની આશંકા છે.
જો કે, અમદાવાદ એરપોર્ટ પર એક જ સપ્તાહની અંદર પ્રામાણિકતા ના બે કિસ્સા સામે આવ્યા છે. હજુ પાંચેક દિવસ પહેલાં જ હરવિંદર નારુકા પણ સફાઇ કર્મચારી છે તેને ટર્મિનલ-2ના એરાઇવલ ટોઇલેટમાં થી 800 ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની કિંમત 45 લાખ હોવાનું જાણવા મળ્યું હતુ. હરવિંદરે પણ બિનવારસી સોનું કસ્ટમ વિભાગને સોંપીને પ્રામાણિકતાનો દાખલો આપ્યો હતો.
કસ્ટમ વિભાગ એરપોર્ટ પર આ બંને સોનું ક્યાંથી આવ્યું તેની તપાસ કરી રહ્યું છે.

