ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો કિસ્સો, અજાણ્યા ઇસમે રોડની વચ્ચોવચ વિદેશી દારૂની બોટલોનું પ્રદર્શન કર્યું

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અવાર નવાર ગેરકાયદે દારૂ ભરીને જતા વાહનોને ઝડપી કાર્યવાહી કરે છે ત્યારે મંગળવારે બપોર બાદ હિંમતનગરના ખેડતસીયા રોડ પર આવેલ એક પેટ્રોલ પંપ નજીકથી પસાર થતા રોડ પર અજાણ્યા શખ્સોએ દારૂની બોટલો રોડ પર લાઈનસર ગોઠવીને પ્રદર્શન યોજ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી સાંજના સુમારે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકો દંગ બની ગયા હતા.

liquor2
divyabhaskar.co.in

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્ટેટ હાઇવે પર ભગવતી પેટ્રોલપંપ પાસે વિદેશી દારૂની બોટલો ગોઠવીને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના હિંમતનગર-ખેડ તસીયા રોડ પર આવેલા સ્ટેટ હાઇવે પર બની હતી, જ્યાં કોઈ અજાણ્યા ઇસમે હાઇવેની વચ્ચોવચ એક લાઇનમાં વિદેશી દારૂની કુલ 12 બોટલો ગોઠવવામાં આવી હતી. રોડ પર દારૂની બોટલો જોઈને રાહદારીઓ એકઠા થયા હતા, અને કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે.

વીડિયો વાયરલ થતા જ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. હિંમતનગર A- ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી વિદેશી દારૂની 12 બોટલો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર A ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. હાઇવે પર દારૂની બોટલો કોણે ગોઠવી તે શખ્સને ઝડપી પાડવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. ઉપરાંત, પ્રત્યક્ષદર્શીઓની મદદથી પણ આરોપી સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે.

liquor1
divyabhaskar.co.in

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેરમાં હાઇવે પર દારૂની બોટલો ગોઠવવાની આ ઘટનાએ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે અને લોકોમાં પણ ભારે ચર્ચા જગાવી છે. A ડિવિઝન પોલીસે આવીને CCTV કેમેરાની ચકાસણી શરૂ કરી હોવાનું આધારભુત સૂત્રોમાંથી જણવા મળ્યું છે ત્યારે પોલીસ આવે તે અગાઉ અનેક લોકોએ આ દૃશ્યો કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. જેથી જિલ્લાના પોલીસ તંત્રની આબરૂના લીરેલીરા ઉડ્યા હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે પોલીસ તંત્ર કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહયું. સમગ્ર મામલે A-ડિવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.