ગાંધીનગરમાં જૂની પાઇપલાઇનો, અપૂરતું મોનિટરિંગ અને અધિકારીઓની બેદરકારીએ રોગચાળાને આમંત્રણ આપ્યું છે

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તાજેતરમાં ઉદ્ભવેલ ટાઇફોઇડ રોગચાળાની સમસ્યાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ઇન્દોર પછી પાણીજન્ય રોગની સમસ્યા ગાંધીનગરને પણ વેઠીવી પડી છે જ્યાં 100થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. આરોગ્ય અધિકારીઓએ 70 જેટલા સક્રિય કેસની પુષ્ટિ કરી છે જેમાં મુખ્યત્વે સેક્ટર 24, 26, 28 અને આદિવાડા વિસ્તારના રહેવાસીઓ અસરગ્રસ્ત છે. આ બીમારીનું મુખ્ય કારણ દૂષિત પીવાનું પાણી છે જેમાં ગટરનું પાણી મિશ્રિત થયું છે. પાઇપલાઇનમાં સાત જેટલા લીકેજની ઓળખ કરવામાં આવી છે જેના કારણે આ રોગચાળો ફેલાયો છે.

આ ઘટના માત્ર એક આરોગ્ય સંકટ નથી પરંતુ તે આપણી વિકાસની વાર્તાના અંધારા પાસાને છત્તું કરે છે. ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અવગણના કેટલી ઘાતક સાબિત થઈ શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. શહેરીકરણની ઝડપી ગતિએ પાણી પુરવઠાની વ્યવસ્થાને ભારણ આપ્યું છે. જૂની પાઇપલાઇનો, અપૂરતું મોનિટરિંગ અને અધિકારીઓની બેદરકારીએ આ રોગચાળાને આમંત્રણ આપ્યું છે. આપણે વિચારીએ તો આવી ઘટનાઓ માત્ર ગાંધીનગર કે ઇન્દોર સુધી મર્યાદિત નથી બેંગલુરુમાં પણ આવી જ સમસ્યા જોવા મળી છે. આ તો સમગ્ર દેશમાં પાણીની ગુણવત્તા અને જાહેર આરોગ્યના પડકારોનું પ્રતિબિંબ છે.

1

ચિંતનના દૃષ્ટિકોણથી જોઈએ તો આ રોગચાળો આપણને માનવ અધિકારોની યાદ અપાવે છે. ભારતીય બંધારણની કલમ 21 અનુસાર જીવનનો અધિકારમાં સ્વચ્છ પાણી અને આરોગ્યપ્રદ વાતાવરણનો સમાવેશ થાય છે. પરંતુ વાસ્તવિકતામાં આ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. બાળકો અને વૃદ્ધો આવા રોગચાળામાં સૌથી વધુ પીડાય છે જેમાં ગાંધીનગરમાં બે બાળકોનું મૃત્યુ પણ થયું છે. આ બેદરકારી આર્થિક નુકસાન પણ નોતરે છે હોસ્પિટલના ખર્ચ, કામકાજનું ભારણ અને આરોગ્યવિભાગ પરની વિશ્વસનીયતા. સરકારની જવાબદારી છે કે તે આવી ઘટનાઓને ન થાય તેની તકેદારી રાખે. 

3

સરકારે પાણી પુરવઠાની વ્યવસ્થાને આધુનિક બનાવવી જોઈએ. રેગ્યુલર ટેસ્ટિંગ, સ્માર્ટ મોનિટરિંગ અને ઝડપી સમારકામ. ઉપરાંત હવેની સ્થિતિમાં જનજાગૃતિ પણ મહત્વપૂર્ણ છે. લોકોએ પાણી ઉકાળીને પીવું અને સ્વચ્છતા જાળવવી જોઈએ. એનજીઓ અને સમુદાયની ભાગીદારીથી આ સમસ્યાનો ઉકેલ કાઢી શકાય. વિકાસના નામે પર્યાવરણ અને આરોગ્યની અવગણના ન થવી જોઈએ કારણ કે સ્વચ્છ પાણી વિના જીવન અસંભવ છે.

આ ઘટના આપણને યાદ અપાવે છે કે પ્રગતિની દોડમાં માનવીય મૂલ્યોને ભૂલવા જોઈએ નહીં. આખરે તો સ્વસ્થ સમાજ જ વિકસિત રાષ્ટ્રનો આધાર છે.

About The Author

Related Posts

Top News

ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

આપણું ગુજરાત જેને આપણે સૌ ગુજરાતીઓ આપણી ‘કર્મભૂમિ’ કહીએ છીએ, જ્યાં મહેનતના પરસેવાનું ટીપું પણ હીરો અને સોનું બની જાય...
Opinion 
ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા

ઉત્તર પ્રદેશ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (SI) ભરતી પરીક્ષા સાથે સંબંધિત એક મોટી સાયબર છેતરપિંડી સામે આવી છે. UP STFની...
National 
UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા

ઘરમાં પાઇપવાળી ગેસ હોય, તો LPG સિલિન્ડર ભૂલી જાઓ: પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો નિર્દેશ

રસોઇના બજેટ અને ગેસના અર્થશાસ્ત્રમાં આજે એક એવો ભુકંપ આવ્યો છે, જેણે મધ્યમ વર્ગના પરિવારોની બેકઅપ યોજનાઓને સંપૂર્ણપણે ઉથલાવી દીધી...
National 
ઘરમાં પાઇપવાળી ગેસ હોય, તો LPG સિલિન્ડર ભૂલી જાઓ: પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો નિર્દેશ

બીજી પત્નીને સરકારી દવાખાનાની સારવારનો લાભ નહીં મળે, AAP નેતા ચૈતર વસાવાએ સરકારના આ પરિપત્રનો કર્યો વિરોધ

રાજ્ય સરકારે તાજેતરમાં જ બે નિર્ણય લીધા હતા. જેમાં હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે...
Gujarat 
બીજી પત્નીને સરકારી દવાખાનાની સારવારનો લાભ નહીં મળે, AAP નેતા ચૈતર વસાવાએ સરકારના આ પરિપત્રનો કર્યો વિરોધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.