ગુજરાતમાં દરિયાઈ દીવાદાંડીઓ બનશે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક સુવિધાઓથી સજ્જ

ગુજરાતના દરિયાઈ પ્રવાસન (મેરિટાઈમ ટુરિઝમ) ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. અત્યાર સુધી દરિયામાં જહાજોને સુરક્ષિત નેવિગેશનમાં મદદ કરતી દીવાદાંડીઓ (લાઇટહાઉસ) હવે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે. રાજ્યમાં આવેલા આવા 17 જેટલા લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓને એક અનોખો અનુભવ મળી રહે.

01

આ પહેલ અંતર્ગત માંડવી, રાવલપીર, હઝીરા, વેરાવળ અને દ્વારકા સહિત રાજ્યના કુલ 17 સ્થળોએ આવેલા લાઇટહાઉસનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે. અહીં આવતા મુલાકાતીઓ માટે સુંદર બગીચા, કેફેટેરિયા, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, સંસ્કૃતિ અને મનોરંજન માટે એમ્ફિથિએટર તેમજ આકર્ષક 'લાઇટ ઍન્ડ સાઉન્ડ શૉ' જેવી અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

03

ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવવાનું ગૌરવ મેળવનાર ગુજરાત રાજ્ય માટે આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. આ યોજનાથી રાજ્યના સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડવામાં મોટો ટેકો મળશે. દીવાદાંડીઓ ખાતે વિકસાવવામાં આવેલી આ વિવિધ મનોરંજક સુવિધાઓને કારણે હવે પ્રવાસીઓને આનંદ-પ્રમોદની સાથે દરિયાઈ ઈતિહાસ અને નેવિગેશન અંગેનો શૈક્ષણિક અનુભવ પણ પ્રાપ્ત થશે.

 

About The Author

Related Posts

Top News

શ્રીલંકાની પીચો પર કેમ નિષ્ફળ થઇ જાય છે ભારતનો સ્પિન ફોર્મ્યૂલા? આ રીતે મળે છે વિકેટ

ભારતીય ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થવાની છે. આ સીરિઝમાં સ્પિન...
Sports 
શ્રીલંકાની પીચો પર કેમ નિષ્ફળ થઇ જાય છે ભારતનો સ્પિન ફોર્મ્યૂલા? આ રીતે મળે છે વિકેટ

JNUના VC શાંતિશ્રી પંડિતે આવક વધારવા કેમ્પસમાં મંદિર બનાવવા કહ્યું

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના કુલપતિ શાંતિશ્રી ધુલીપુરી પંડિતનું એક નિવેદન હાલમાં ચર્ચામાં છવાયેલું છે. તેમણે યુનિવર્સિટીની આવક વધારવા...
National 
JNUના VC શાંતિશ્રી પંડિતે આવક વધારવા કેમ્પસમાં મંદિર બનાવવા કહ્યું

સની દેઓલની ફિલ્મ 'બટવારા 1947' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લો રિવ્યૂ

કેટલીક પીડાઓ એવી હોય છે જેનું શબ્દોમાં વર્ણન કરવું ખુબ મુશ્કેલ છે. જે લોકો તેમાંથી પસાર થયા છે તેઓ જ...
Entertainment 
સની દેઓલની ફિલ્મ 'બટવારા 1947' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લો રિવ્યૂ

'Gen Alpha' મેદાને..., વિદ્યાર્થીઓએ પોતાને ક્લાસરૂમમાં બંધ કરી લીધા; કલેક્ટર દોડતા થયા

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં, કેટલાક શાળાના વિદ્યાર્થીઓએ એવું વિરોધ પ્રદર્શન કર્યું, જેને કારણે વહીવટીતંત્રએ શાળા સુધી દોડવું પડ્યું હતું. આ...
National 
'Gen Alpha' મેદાને..., વિદ્યાર્થીઓએ પોતાને ક્લાસરૂમમાં બંધ કરી લીધા; કલેક્ટર દોડતા થયા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.