5 વર્ષ જૂના કેસમાં મહેસાણા કોર્ટે સંભળાવ્યો ચુકાદો, જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ..

મહેસાણાથી એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2017માં મંજૂરી વગર રેલીનું આયોજન કરવા મામલે સેશન્સ કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. માહિતી મુજબ, મહેસાણા સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કર્યો છે અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના 3 માસની સજા સામે સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો છે.

જણાવી દઈએ કે, વર્ષ 2017માં ઉનાકાંડની વરસી નિમિત્તે મહેસાણાથી ધાનેરા સુધી 'આઝાદી કી કૂચ' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે તે માગ કરાઈ હતી. જોકે વહીવટી તંત્રની મંજૂરી વગર આ રેલી યોજવામાં આવી હોવાના મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને મહેસાણા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે 3 માસની જેલ અને રૂ.1 હજારના દંડની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી સહિતના તમામ આરોપીઓએ સેશન્સ કોર્ટમાં સજા માફીની માગ કરતી અરજી કરી હતી.

આ અરજીની સુનાવણીમાં આજે મહેસાણા સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કર્યો છે અને જિગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ, સુબોધ પરમાર સહિત તમામ 10 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જણાવી દઈએ કે વર્ષ 2017માં મહેસાણામાં મંજૂરી વગર રેલી યોજવા બદલ જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ, કૌશિક પરમાર, સુબોધ પરમાર, જોઈતાભાઈ પરમાર, ગીરીશ (રમુજી) પરમાર, ગૌતમભાઈ, કપિલભાઈ ખોડાભાઈ, અરવિંદભાઇનો સમાવેશ કરાયો હતો. હાલ તમામને નિર્દોષ જાહેર કરાયા છે.

Top News

રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે છેલ્લાં ઘણા સમયથી ભાષા વિવાદથી મરાઠા સમાજમાં ઝેર ફેલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના સુરતમાં પોલીસ અને ઉદ્યોગકારો...
Gujarat 
રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 31-07-2025 વાર - ગુરુવાર મેષ - સ્વભાવમાં સુધારો લાવવો જરૂરી, ગુસ્સાવાળો સ્વભાવ નડી શકે છે, પોતાની જાત પર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા એક્ટર મુકેશ ખન્નાએ શૉના પોતાના કો-સ્ટાર્સ બાબતે એવી વાતો કહી છે કે સાંભળીને તમે...
Entertainment 
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!

ઉત્તર પ્રદેશના કાનપુરથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરોએ ભારતીય વાયુસેના (IAF) અધિકારીના ઘરમાંથી માત્ર રોકડ રકમ...
National 
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.