ધારાસભ્ય કુમાર કાનાણીઃ કપાળે તિલક અને જીભે માત્ર પ્રજાના હિતની વાત

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતના સુરત જિલ્લાના વરાછા રોડ વિધાનસભા મતવિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ કુમારભાઈ કાનાણી એક એવા નેતા છે જેમણે પોતાની સાદગી, સ્પષ્ટવક્તાની છાપ અને પ્રજા પ્રત્યેની ફરજને લઈને લોકોના હૈયામાં અનેરું સ્થાન મેળવ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સમર્પિત કાર્યકર્તા અને ધારાસભ્ય તરીકે તેઓ વરાછા રોડનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે પ્રજાની સેવાને પોતાનું પરમ કર્તવ્ય સમજીને નેતૃત્વનું એક અલગ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમની રાજકીય સફરની શરૂઆત એક સામાન્ય કાર્યકર્તાથી થઈ પરંતુ પ્રજાની સમસ્યાઓ પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને તેના નિરાકરણ માટેની અવિરત મહેનતે તેમને ધારાસભ્યના પદ સુધી પહોંચાડ્યા. વરાછા રોડના લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો અને તેમને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા. આ દરમિયાન તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી અને તે એક એવા નેતા તરીકે જે હંમેશા પ્રજાની વચ્ચે ઉપલબ્ધ રહે છે તેમની સમસ્યાઓ સાંભળે છે અને તેના નિરાકરણ માટે સતત પ્રયાસ કરે છે.

06

કુમારભાઈની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ પ્રજાની પાસે જઈને તેમના પ્રશ્નો સમજે છે અને તેના ઉકેલ માટે સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરે છે. ભલે તેમની પાર્ટી સત્તામાં હોય તેમણે ક્યારેય પક્ષની નીતિઓની આડમાં પ્રજાના હિતને અવગણ્યું નથી. આવી સ્પષ્ટવક્તાની વાત અને પારદર્શિતા આજના રાજકારણમાં ઓછી જણાય છે. તેઓ પોતાના મતવિસ્તારના લોકોની સમસ્યાઓને માત્ર સાંભળતા જ નથી પરંતુ તેને વિધાનસભામાં ઉઠાવીને ન્યાય મેળવવા માટે અવાજ ઉઠાવે છે. આવી નિષ્ઠા અને સમર્પણથી તેમણે લોકોનો વિશ્વાસ જીત્યો છે.

સમાજસેવા પ્રત્યેનું તેમનું સમર્પણ પણ પ્રેરણાદાયી છે. તેમણે ક્યારેય સેવાકાર્યોમાં બાંધછોડ નથી ચલાવી. નાની હોય કે મોટી દરેક સમસ્યાને તેઓ ગંભીરતાથી લે છે અને તેના ઉકેલ માટે પૂરેપૂરી મહેનત કરે છે. પછી તે રસ્તાઓનું બાંધકામ હોય, પાણીની સમસ્યા હોય કે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓનો મુદ્દો કુમારભાઈએ હંમેશા પ્રજાના હિતને પ્રાધાન્ય આપ્યું છે. તેમની આ શૈલીથી એક સામાન્ય નાગરિકને પણ એવું લાગે છે કે તેમનો અવાજ સરકાર સુધી પહોંચી શકે છે.

02

આજના સમયમાં જ્યારે રાજકારણમાં વ્યક્તિગત હિતોને પ્રાધાન્ય અપાય છે ત્યારે કુમારભાઈ કાનાણી જેવા નેતા એક દીવાદાંડી ની જેમ ઉભા છે. તેઓ પ્રજાના પ્રશ્નોને નિયમોની મર્યાદામાં રહીને સ્પષ્ટ રીતે રજૂ કરવાની હિંમત ધરાવે છે. આવું સાહસ અને પ્રજા પ્રત્યેની વફાદારી દરેક નેતામાં હોવી જોઈએ. તેમનું જીવન અને કાર્ય એ સંદેશ આપે છે કે રાજકારણ એ સત્તા મેળવવાનું સાધન નથી પરંતુ પ્રજાની સેવા કરવાનું માધ્યમ છે.

કુમારભાઈ કાનાણીનું પ્રજાવત્સલ વ્યક્તિત્વ યુવા પેઢી માટે પણ પ્રેરણારૂપ છે. તેઓ બતાવે છે કે શિક્ષણની ડિગ્રીઓ કરતાં મનની સ્પષ્ટતા અને હૃદયની નિષ્ઠા વધુ મહત્ત્વની છે. તેમની સાદગી, તેમનું સમર્પણ અને તેમની સ્પષ્ટવક્તા તરીકેની છાપ એ ગુણો છે જે આજના રાજકારણીઓએ અપનાવવા જોઈએ. તેઓ એક એવા નેતા છે જે પ્રજાની વચ્ચે રહીને પ્રજાના હિત માટે લડે છે અને એ સાબિત કરે છે કે સાચું નેતૃત્વ એટલે સેવા, સમર્પણ અને સત્યનિષ્ઠા.

01

આજે જ્યારે લોકો રાજકારણ પ્રત્યે નિરાશ થઈ રહ્યા છે ત્યારે કુમારભાઈ કાનાણી જેવા નેતા આશાનું કિરણ બનીને ઉભરે છે. તેમનું જીવન એક ઉદાહરણ છે કે જો નેતામાં પ્રજા પ્રત્યે સાચી લાગણી અને સેવાની ભાવના હોય તો તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ લોકોનો વિશ્વાસ જીતી શકે છે. ‘પ્રજાની પાસે, પ્રજાની વચ્ચે’ રહીને કાર્ય કરવાની તેમની આગવી શૈલી દરેક માટે પ્રેરણા રૂપ છે.  કપાળે તિલક અને જીભે માત્ર પ્રજાના હિતની વાત સાથે કુમારભાઈ કાનાણીનું આ પ્રજાવત્સલ વ્યક્તિત્વ આગળ પણ એજ રીતે પ્રજાની સેવામાં સમર્પિત રહે અને રાજકારણમાં નવી પેઢી માટે એક આદર્શ સાબિત થાય તેવી આશા રાખીએ.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.