નવરાત્રી મહોત્સવ: ખેલૈયા મીટ થઇ, મહિલાઓ માટે વિશેષ સુરક્ષા

સુરતની વચ્ચોવચ પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજક યશ્વી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, યશ્વી એન્ટરટેનમેન્ટ અને બીયોન્ડ ઇવેન્ટ દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે યશ્વી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેલવાલે જણાવ્યું હતું કે સુરતના આંગણે યશ્વી ફાઉન્ડેશન અને યશ્વી એન્ટરટેનમેન્ટ દ્વારા બિયોંડ ઇવેન્ટના સથવારે યશ્વી નવરાત્રી મહોત્સવનું પાલ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં પ્રથમ જ વખત મહિલા સુરક્ષાની બાબતને એક લેવલ આગળ જઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દરેક ગરબા આયોજનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે પરંતુ યશ્વી નવરાત્રી મહોત્સવમાં એક ડગલું આગળ વિચારીને સ્થળ પર ૨૪*૭ એક મહિલા હેલ્પ ડેસ્ક બુથ ઊભું કરવામાં આવશે. જ્યાં ચાર મહિલા સુરક્ષા કર્મીઓ હજાર હશે. જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા હંમેશા તત્પર રહેશે. મહિલા સુરક્ષા સહિત ખેલૈયાઓને યશ્વી નવરાત્રી મહોત્સવમાં ક્યાં ક્યાં પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે અને કયાં કયાં પ્રકારની નાની નાની બાબતોનું આયોજકો દ્વારા ધ્યાન રાખવમાં આવ્યું છે એ અંગે માહિતગાર કરવા શહેરની તમામ ગરબા ક્લાસિસનો સંપર્ક કરી એક ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાંઓ સહિત ખેલૈયાઓને મળનારી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્થળ પર જ ચેંજીંગ રૂમની વ્યવસ્થા સહિત સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પરેશ ખંડેલવાલે ખાસ જાહેરાત કરી હતી કે ખેલૈયા બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યશ્વી ફાઉન્ડેશન દ્વારા સીઝન પાસ ધરવાની ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે એક ખાસ નવરાત્રી સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયનેમિક વોરિયર્સ માર્શલ આર્ટ્સના પમિર શાહ દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ ટેકનિક શીખવવામાં આવશે. વધુમાં તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે રીતે યશ્વી નવરાત્રી મહોત્સવમાં સુરક્ષા સહિત અન્ય સુવિધાઓની ખાતરી આપવામાં આવી રહી છે એ જોતાં વાલીઓ ચોક્કસ જ તેના પર ભરોસો કરી આ આયોજનને સફળ બનાવશે.

About The Author

Related Posts

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.