ગુજરાતની 156 બેઠકોની જીતની હવે નેતાઓ અને ધારાસભ્યોને ભેટ મળશે,જાણો શું છે તૈયારી

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક 156 બેઠકો હાંસલ કર્યા બાદ હવે નેતાઓ અને ધારાસભ્યોને એ જીતની ભેટ આપવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડ અને નિગમોમાં ખાલી પડેલી ચેરમેન અને વાઇસ ચેરમેનની સાથે ડિરેકટરોના પદ ભરવા માટે પણ સરકાર મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે. લગભગ 36થી વધારે બોર્ડ અને નિગમોમાં કેટલાંક પ્રભાવશાળી નેતાઓ અને સામાજિક ક્ષેત્રમાં સક્રીય લોકોને કમાન સોંપવામાં આવી શકે છે, સત્તાધારી ભાજપ આવું કરીને નવા સમીકરણો સાધી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરિશ્માપૂર્ણ જીત બાદ હવે ભાજપ પક્ષના નેતાઓને ભેટ આપશે. પાર્ટી આગામી સપ્તાહથી રાજ્યમાં ખાલી પડેલા કોર્પોરેશનોમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂંકની જાહેરાત કરવાનું શરૂ કરશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીએ તમામ કોર્પોરેશનના ચેરમેનોના રાજીનામા લઈ લીધા હતા. આ પછી પાર્ટીના પદાધિકારીઓ અને નેતાઓ નિમણૂકોની રાહ જોઈ રહ્યા હતા.

પાર્ટી સંગઠન માટે ગંભીરતાથી કામ કરતા કેટલાંક નેતાઓ અને ધારાસભ્યોને લોટરી લાગવાની સંભાવના છે. પ્રથમ તબક્કામાં લગભગ 12 જેટલી બોર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેકટરોના નામની જાહેરાત થઇ શકે છે. પાર્ટી 2024 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પદો ભરવામાં નવા સમીકરણો પણ સાધી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીએ બધા પદો પરથી રાજીનામા માંગી લીધેલા જેમાંથી કેટલાંક એવા પણ હતા કે તેમનો કાર્યકાળ પુરો થઇ રહ્યો હતો. હવે ચર્ચા એ વાતની છે કેચૂંટણી સમયે બીજી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા કેટલાંક નેતાઓ નવી નિમણુંકમાં સ્થાન મળી શકે છે.

બોર્ડ અને કોર્પોરેશનમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક કરવા માટે ઉચ્ચ કક્ષાએ ચર્ચાઓ થઈ ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પાર્ટી નેતૃત્વએ સંખ્યાબંધ નામો પર ચર્ચા કર્યા બાદ એક યાદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. જેમના નામ નક્કી કરવામાં આવ્યા છે. તેમના નામની જાહેરાત આવતા અઠવાડિયે કરવામાં આવશે. બાકીના નામો આગામી યાદીમાં જાહેર કરવામાં આવશે.

જાણવા મળેલી વિગત મુજબ પાર્ટી કેટલાંક યુવાન નેતાઓ નિગમ અને બોર્ડના ચેરમેન બનાવવાની સાથે ડિરેકટર નિમણુંક પણ કરી શકે છે. યુવાનોની પસંદગી પર ભાર મુકવામાં આવી શકે છે.સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બોર્ડ અને નિગમની ભરતી માટે સરકારે પ્રયાસ શરૂ કરી દીધો હતો, પરંતુ પરંતુ કેટલાંક નામો પર પેચ ફસાવવાને કારણે વિલંબ થયો છે. હવે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યાને ભૂપેન્દ્ર પટેલને 4 મહિના થઇ ગયા છે ત્યારે સરકાર વધારે વિલંબ કરવાના મૂડમાં નથી

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.