પારુલ સેવાશ્રમ હોસ્પિટલ NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન મેળવનારી વડોદરાની પ્રથમ અને ગુજરાતમાં બીજી હોસ્પિટલ બની

પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ સાથે જોડાણમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ગુણવત્તાયુક્ત હેલ્થકેર આપવા સતત કામ કરે છે, જેણે એક નવું સીમાચિહ્ન સર કર્યું છે. પારુલ સેવાશ્રમ હોસ્પિટલે પ્રતિષ્ઠિત NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન મેળવ્યું છે. આ સર્ટિફિકેશન મેળવનારી પારુલ સેવાશ્રમ હોસ્પિટલ વડોદરામાં પ્રથમ અને ગુજરાતમાં ફક્ત બીજી હોસ્પિટલ છે. આ સફળતાએ હોસ્પિટલની અત્યાધુનિક નર્સિંગ સિસ્ટમ, દર્દીની સલામતી, નૈદાનિક ગુણવત્તા અને દર્દી-કેન્દ્રીત હેલ્થકેર સેવાઓ આપવાની કટિબદ્ધતાની વધુ પુષ્ટિ કરી છે.

પારુલ સેવાશ્રમ હોસ્પિટલ એક ટીચિંગ હોસ્પિટલ છે, જે 1100 બેડની મલ્ટિસ્પેશિયાલિટી અને સુપર-સ્પેશિયાલિટી સેવાઓ આપે છે. હોસ્પિટલ પોતાની હેલ્થકેર સેવાઓ આપવાના ભાગરૂપે નર્સિંગ કુશળતા સાથે પોતાની નૈદાનિક અને ગુણવત્તાયુક્ત માળખાને મજબૂત કરી રહી છે. નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન એવી હોસ્પિટલોને જ મળે છે, જે દર્દીની સારવાર, નૈદાનિક અને સારવારમાં સલામતી, ઇન્ફેક્શન નિવારણ અને નિયંત્રણ, નર્સિંગ લીડરશિપ અને પરિણામોનાં મૂલ્યાંકન જેવા મુખ્ય ક્ષેત્રોમાં સતત અને શ્રેષ્ઠ નર્સિંગ રીતો ધરાવે છે.

આ સર્ટિફિકેશન નર્સિંગ કેરમાં સાતત્યતા અને જવાબદારી તરફ મહત્વપૂર્ણ પગલું છે. પ્રમાણભૂત નર્સિંગ આચારસંહિતા અને વ્યવસ્થિત નૈદાનિક રીતો એ સલામત સારવાર, ઇન્ફેક્શન નિવારણ અને હાનિકારક ઘટનાઓ ઘટાડવાનો આધાર છે. દર્દીઓને માળખાબદ્ધ જાણકારી, અસરકારક સંચાર અને સારવારની સાતત્યતા એ વધારે શ્રેષ્ઠ, સુમાહિતગાર રીતે દર્દીને સારો અનુભવ આપે છે. આ સર્ટિફિકેશન સ્વતંત્ર, રાષ્ટ્રીય માન્યતા પણ પ્રદાન કરે છે કે હોસ્પિટલની નર્સિંગ સિસ્ટમ અને રીતો ગુણવત્તાના સુપરિભાષિત ધારાધોરણો પૂર્ણ કરે છે.

નર્સિંગ કોઈ પણ હેલ્થકેર સંસ્થાનું હાર્દ છે, જેમાં નર્સો પ્રવેશથી લઈને નૈદાનિક નિરીક્ષણથી સારવારમાં ટેકો આપવા, તેની જાણકારી આપવા અને રિકવરી સુધી ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. એટલે NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન સંસ્થાગત વ્યવસ્થાઓની સાથે રોજિંદી કામગીરીમાં શિસ્ત, નૈદાનિક ક્ષમતા અને દર્દી-કેન્દ્રીત અભિગમને પણ દર્શાવે છે. 

પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સીઓઓ એકતા મોદીએ આ સીમાચિહ્નરૂપ સર્ટિફિકેશન પર કહ્યું હતું, “આ સર્ટિફિકેશન અમારા માટે માન્યતાની સાથે અમારી નર્સોની કટિબદ્ધતા, શિસ્ત અને સંવેદનાનું પ્રતીક છે. અમને લાગે છે કે, આ સફળતા અમારી નર્સિંગ ટીમને શીખવા, સુધરવા અને સારસંભાળના માપદંડોને વધારવા પ્રેરિત કરશે. અમારું ધ્યાન દ્રઢતા સાથે એ સુનિશ્ચિત કરવા પર છે કે, અમારે ત્યાં આવતા તમામ દર્દીઓને નૈદાનિક ઉત્કૃષ્ટતાના સર્વોચ્ચ ધારાધોરણો સાથે સલામત, સંવેદનશીલ, પુરાવા પર આધારિત અને સાતત્યપૂર્ણ સારવાર મળે.”

NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન એ પારુલ સેવાશ્રમ હોસ્પિટલની હાલ ચાલુ ગુણવત્તાની સફરમાં એક વધારો છે, જેમાં NABH ફૂલ એક્રેડિટેશન, NABH સ્ટ્રોક સર્ટિફિકેશન, NABH સર્ટિફાઇડ બ્લડ બેંક અને NABL સર્ટિફાઇડ લેબોરેટરી શામેલ છે. આ તમામ એવોર્ડ સંયુક્તપણે હોસ્પિટલની હેલ્થકેરના તમામ પાસાંમાં ગુણવત્તા અને સલામતી પ્રત્યેની કટિબદ્ધતા પર ભાર મૂકે છે.

આ સીમાચિહ્ન હોસ્પિટલના હેલ્થકેર વાતાવરણ ઊભું કરવાના બૃહદ્ વિઝન પર પણ ભાર મૂકે છે, જ્યાં ગુણવત્તા સર્ટિફિકેશનની સાથે રોજિંદી કામગીરીમાં વણાયેલી છે. પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દર્દીની સલામતી, નૈદાનિક પરિણામો અને સંવેદનશીલ સારસંભાળ સાથે હેલ્થકેર સેવાની આતુરતા દર્શાવે છે, જે નર્સિંગ લીડરશિપને મજબૂત કરવાનું, નૈદાનિક પ્રક્રિયાના પ્રમાણીકરણ અને સતત સુધારાની શૈલીને પ્રોત્સાહન આપવાનું હાર્દ છે.

આ નવી માન્યતા હોસ્પિટલની નર્સિંગ ટીમની વ્યાવસાયિક રીતોના ધારાધોરણો વધારવા અને હેલ્થકેરની બદલાતી જરૂરિયાતો સાથે સતત વિકસવા પ્રોત્સાહન આપે છે. આ સર્ટિફિકેશન પારુલ સેવાશ્રમ હોસ્પિટલની ગુણવત્તાની કામગીરીની સફરમાં એક વધુ પગલું છે, જે દરેક પ્રક્રિયા, દરેક સંવાદ અને દરેક દર્દીના અનુભવમાં છે.

About The Author

Top News

PGનો અભ્યાસ કરતી વખતે ધારાસભ્યની ભત્રીજીએ મેળવ્યો ₹70,000નો સરકારી પગાર, નોકરીમાંથી બરતરફ

કર્ણાટકના બાગલકોટ સ્થિત સરકારી 'નમ્મા ક્લિનિક'માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી કોંગ્રેસના ધારાસભ્યની ભત્રીજી સામે મોટી...
National 
PGનો અભ્યાસ કરતી વખતે ધારાસભ્યની ભત્રીજીએ મેળવ્યો ₹70,000નો સરકારી પગાર, નોકરીમાંથી બરતરફ

આ 5 વસ્તુઓ વિદેશમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં લોકો ખુશીથી ખાઈ રહ્યા છે

આપણે ભારતીયો સારું અને સ્વાદિષ્ટ ખાવાના ખૂબ શોખીન છીએ. સારું એટલે શરીર માટે હેલ્ધી હોવું જરૂરી નથી, ફક્ત ખાવાનું...
National 
આ 5 વસ્તુઓ વિદેશમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં લોકો ખુશીથી ખાઈ રહ્યા છે

IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ

પશ્ચિમ બંગાળમાં 2021 બેચના એક મુસ્લિમ મહિલા IPS અધિકારીની અચાનક કરવામાં આવેલી બદલીને કારણે ભારે રાજકીય હોબાળો મચ્યો છે....
Politics 
IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ

Xiaomi Redmi Note 17 Pro અને 17 Pro Max લોન્ચ; 10,000mAh બેટરી, 5000નું ડિસ્કાઉન્ટ

Xiaomiએ ભારતમાં બે નવા સ્માર્ટફોન, Redmi Note 17 Pro અને Redmi Note 17 Pro Max લોન્ચ કર્યા છે....
Tech and Auto 
Xiaomi Redmi Note 17 Pro અને 17 Pro Max લોન્ચ; 10,000mAh બેટરી, 5000નું ડિસ્કાઉન્ટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.