રાજકોટ: લિવ-ઇન પાર્ટનર નીકળ્યો પુરુષ, કાસળ કાઢી નાખ્યું

ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે પોતાની સાથે મહિલા બનીને પ્રેમ જાળમાં ફસાવનાર અને અલગ-અલગ શહેરોમાં પીછો કરનાર અન્ય એક પુરુષની ઘાતકી હત્યા કરી નાખી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે આ મામલે ઉત્તર પ્રદેશના વતની એવા 20 વર્ષીય પિયુષ કુમાર ખરવાર નામના આરોપીની ધરપકડ કરી છે.

આ સમગ્ર ઘટના 25 જૂનના રોજ પ્રકાશમાં આવી હતી, જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રેલવે ટ્રેક નજીકથી મહિલાના કપડાં પહેરેલી એક અજાણી વ્યક્તિની કોહવાયેલી લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસ આ ઘટનાને અકસ્માત માની રહી હતી. પરંતુ, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો ત્યારે ખબર પડી કે મૃતકના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. આ રિપોર્ટના આધારે પોલીસે તાત્કાલિક ધોરણો સર હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક  વિજય સિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર, પોલીસે સીસીટીવી  ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી પિયુષ કુમાર ખરવારને શોધી કાઢ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પિયુષ હૈદરાબાદમાં હતો ત્યારે સોશિયલ મીડિયા દ્વારા તે ચંદન કુમાર નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. ચંદન કુમારે ફેસબુક  પર 'નિશા કુમાર' અને ઇન્સ્ટાગ્રામ  પર 'પૂનમ' નામથી ફેક આઈડી બનાવ્યા હતા અને પોતાની ઓળખ એક મહિલા તરીકે આપી હતી.

પિયુષ ચંદનને સાચે જ એક મહિલા સમજી બેઠો હતો અને તેના પ્રેમમાં પડી ગયો હતો. ત્યારબાદ બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. જોકે, બંને સાથે રહેતા હોવા છતાં ચંદન શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરતો હતો અને તેના માટે તે પોતાની ધાર્મિક માન્યતાઓનું બહાનું આગળ ધરતો હતો.

આ પ્રેમ કહાનીમાં નાટકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે પિયુષે એક દિવસ અચાનક ચંદનને શેવિંગ કરતા જોઈ લીધો. આ જોઈને પિયુષના હોશ ઉડી ગયા હતા અને તેને અહેસાસ થયો કે જેને તે અત્યાર સુધી મહિલા સમજીને પ્રેમ કરતો હતો, તે વાસ્તવમાં એક પુરુષ છે અને તે તેની સાથે સમલૈંગિક સંબંધ રાખવા માંગે છે.

આ સત્ય સામે આવ્યા બાદ બંને વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થવા લાગ્યા હતા. પિયુષ આ છેતરપિંડીથી નારાજ થઈને આ સંબંધનો તાત્કાલિક અંત લાવવા માંગતો હતો.

02

પોલીસના જણાવ્યા અનુસાર, પિયુષ આ સંબંધથી પીછો છોડાવવા માટે કામના સિલસિલામાં હૈદરાબાદ છોડીને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ત્યારબાદ ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવી ગયો હતો. પરંતુ ચંદન તેનો પીછો છોડવા તૈયાર નહોતો. પિયુષ જ્યાં પણ નોકરી માટે જતો, ચંદન તેની પાછળ-પાછળ તે શહેરોમાં પહોંચી જતો હતો અને તેનો પીછો કરતો હતો.

છેવટે 21 જૂનના રોજ, રાજકોટના પડવલા ગામમાં આવેલી એક ફેક્ટરી પાસે બંને વચ્ચે ફરીથી આ બાબતે ભારે બોલાચાલી અને ઉગ્ર દલીલો થઈ હતી. ગુસ્સામાં આવીને પિયુષ ચંદનને રેલવે ટ્રેક નજીક એક સુમસામ અને એકાંત જગ્યા પર લઈ ગયો હતો. ત્યાં તેણે ચંદન પર મોટા પથ્થરો વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાત ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ પિયુષે પુરાવાનો નાશ કરવા માટે ચંદનની લાશને પથ્થરો નીચે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો.

હાલમાં પોલીસે આરોપી પિયુષ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1) (હત્યા) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે આગળની વધુ તપાસ ચાલુ છે.

About The Author

Top News

શી જિનપિંગે કર્યો મોટો ખેલ; ચીને ચુપચાપ 'યુનિફોર્મ સિવિલ કોડ' લાગુ કરી દીધો, UN કરી રહ્યું છે વિરોધ

ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, ચીને ચુપચાપ એક ખેલ કરી દીધો. બુધવારે, ...
World 
શી જિનપિંગે કર્યો મોટો ખેલ; ચીને ચુપચાપ 'યુનિફોર્મ સિવિલ કોડ' લાગુ કરી દીધો, UN કરી રહ્યું છે વિરોધ

2-3 વર્ષના માસૂમ બાળકોને વોશિંગ મશીનમાં નાખી દીધા; 5 કર્મચારીઓ સામે FIR દાખલ થઈ

બેંગલુરુના બ્રુકફિલ્ડમાં સ્થિત IT જાયન્ટ કેપજેમિનીના HAL કેમ્પસમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કેમ્પસ ડેકેર સેન્ટરમાં માત્ર 2 થી ...
National 
2-3 વર્ષના માસૂમ બાળકોને વોશિંગ મશીનમાં નાખી દીધા; 5 કર્મચારીઓ સામે FIR દાખલ થઈ

રાજકોટ: લિવ-ઇન પાર્ટનર નીકળ્યો પુરુષ, કાસળ કાઢી નાખ્યું

ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે પોતાની સાથે મહિલા બનીને પ્રેમ જાળમાં ફસાવનાર...
Gujarat 
રાજકોટ: લિવ-ઇન પાર્ટનર નીકળ્યો પુરુષ, કાસળ કાઢી નાખ્યું

'જો નેતાગીરી કરવી હોય તો નોકરી છોડી દો...' મંત્રીજીએ વીજળી વિભાગના અધિકારીઓને ખખડાવી નાંખ્યા

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં વીજળી ગુલ થવાના વિવાદ અને વિરોધ કરનારાઓ સામે કેસ દાખલ કરવાને લઈને વહીવટી અને રાજકીય વર્તુળોમાં તણાવ...
National 
'જો નેતાગીરી કરવી હોય તો નોકરી છોડી દો...' મંત્રીજીએ વીજળી વિભાગના અધિકારીઓને ખખડાવી નાંખ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.