- Gujarat
- ‘બાળકોને લલચાવીને લઈ ગયા અપહરણકર્તા, પરંતુ કોઈ મદદે ન આવ્યું’, લોકોને જાગૃત કરવાનું સુરત પોલીસનું વિ...
‘બાળકોને લલચાવીને લઈ ગયા અપહરણકર્તા, પરંતુ કોઈ મદદે ન આવ્યું’, લોકોને જાગૃત કરવાનું સુરત પોલીસનું વિશેષ અભિયાન
બાળકોના અપહરણની ઘણી અફવાઓ અને કિસ્સાઓ સોશિયલ મીડિયા પર ફરતા જોવા મળે છે. ત્યારે સુરતની પાલ પોલીસે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. એક શોર્ટ વીડિયો દ્વારા પાલ પોલીસે બતાવ્યું કે, કેવી રીતે લોકોની હાજરીમાં ગુનેગારો બાળકોને લલચાવીને, પોતાની સાથે લઈ જાય છે અને લોકો મૂકદર્શક બનીને જોતા રહે છે, પરંતુ કોઈ રોકવાનો કે મદદ કરવાની વાત તો દૂર આ ઘટનાની તસ્દી પણ લેતું પણ દેખાતું નથી.
વીડિયોમાં સૌપ્રથમ એક યુવક વ્યક્તિ મોઢે પાટો બાંધતો જોવા મળે છે છે અને પછી એક છોકરીને સાર્વજનિક પાર્કમાંથી ઉપાડી લઈ જાય છે, છોકરી ‘હેલ્પ... હેલ્પ..’ની બૂમો પાડે છે છતા કોઈ મદદ કરવા માટે પણ આવતું નથી અને આ યુવક છોકરીને કારમાં લઈ જઈને બેસાડી દે છે. ત્યારબાદ વીડિયોમાં એક છોકરી રમતી હોય છે ત્યાં મહિલા જાય છે મહિલા ચોકલેટ આપે બાળકીને પૂછે છે કે, ‘તારા મમ્મી-પપ્પા ક્યાં છે?, કોની સાથે આવી છે? અને બાળકીનો વિશ્વાસ જીતીને બહૂબધી ચોકલેટ આપવાની લાલચ આપી છોકરીને કારમાં બેસાડી દે છે.
https://twitter.com/CP_SuratCity/status/2011870114631860608?s=20
આજ વીડિયોમાં એક પુરુષ છોકરાને પતંગ અને દોરીની લાલચ આપીને કારમાં બેસાડી દે છે, પરંતુ આ બધામાં હેરાનીની વાત એ છે કે લોકો મુકદર્શક બનીને રહી જાય છે. લોકો મદદ કરતા પણ નથી અથવા આ લોકોની પૂછપરછ કરવાની તસ્દી લેતું નથી.
સુરત સિટી પોલીસે X પર પોસ્ટ કરતા લખ્યું કે, 'પાલ પોલીસનું મિશન બાળ સુરક્ષા..ઝોન-7 DCP શ્રી. શેફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ બાળકોની સુરક્ષા માટે કડક પેટ્રોલિંગ, સ્કૂલ, ગાર્ડન અને ગલીઓમાં શંકાસ્પદોની તપાસ. સાથેજ માતા-પિતા માટે સૂચના કે અજાણ્યાથી દૂર રહેવાનું શીખવો, શંકાસ્પદ હરકત દેખાય તો 100/112 પર કૉલ કરો.'
સુરત પોલીસના મહિલા PI શીતલ શાહે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, તમારી આસપાસ જો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે બાળક શંકાસ્પદ હાલતમાં જણાય તો તરત પ્રતિક્રિયા આપો. તે વ્યક્તિને રોકો અને પૂછપરછ કરો. જો કંઈપણ અજુગતું લાગે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો.
સુરત પોલીસના આ અવેરનેસ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોના અંતમાં બાળકી ‘જય હિન્દ’ કહીને સુરત પોલીસ અને CPનો આભાર માને છે. આ વીડિયો દ્વારા એ સાબિત કરવાનો પ્રયાસ થયો છે કે માત્ર પોલીસ જ નહીં, પણ જાગૃત નાગરિકો જ ગુનાખોરીને રોકવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે.

