અમદાવાદની બે પાર્ટી સામે બોગસ ડોનેશન, ટેક્સ ચોરી અંગે ફરિયાદ દાખલ, 700 કરોડ રૂપિયાથી વધુ...

ગુજરાતમાં નાની રાજકીય પાર્ટીઓને મળતા મોટા પ્રમાણના ડોનેશનને લઈને છેલ્લા કેટલાક સમયથી સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ સ્થિત સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી અને ગરીબ કલ્યાણ પાર્ટી સામે કથિત બોગસ ડોનેશન અને ટેક્સ ચોરીના મામલે ફરિયાદ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે.  મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગ દ્વારા CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદમાં પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલો રાજકીય ડોનેશન, ટેક્સમાં રાહત અને કથિત રોકડ પરત આપવાની વ્યવસ્થા સાથે જોડાયેલો હોવાનું જણાવવામાં આવ્યું છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના 519 કરોડ અને ગરીબ કલ્યાણ પાર્ટીના 206 કરોડથી વધુના બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં ઇનકમટેક્સ વિભાગે તપાસ કરતા ડોનેશન આપનાર લોકોને 8-9 ટકા કમિશન કાપી રોકડ પરત કરી દેવામાં આવતી હતી. IT વિભાગે અમદાવાદ CID ક્રાઇમમાં નરોડામાં ખાવેલી રાજકીય પાર્ટી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સહિત તેના હોદ્દેદારો, ટેક્સ કન્સલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે 519 કરોડ રૂપિયાના બોગસ ડોનેશન અને 155 કરોડ રૂપિયાથી વધુની ટેક્સ ચોરી બદલ ફરિયાદ નોધાવી છે. તો નાના ચિલોડામાં આવેલી રાજકીય પાર્ટી ગરીબ કલ્યાણ પાર્ટીના બેંક ખાતાઓ દ્વારા 206 કરોડ રૂપિયાથી વધુનું બોગસ ડોનેશન દર્શાવીને 62 કરોડથી વધુની ટેક્સ ચોરી કરાવવાનું સામે આવતા CID ક્રાઇમ ખાતે પાર્ટીના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી અને 3 CA સહિત 9 સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, તપાસમાં ખુલાસો થયો છે કે ગરીબ કલ્યાણ પાર્ટીનાના બેંક ખાતનો ઉપયોગ મોટા કરદાતાઓ પાસેથી દાન સ્વીકારવા માટે થતો હતો. દાન આપનાર વ્યક્તિઓને આવકવેરા અધિનિયમની કલમ 80GGC હેઠળ 100% ટેક્સ મુક્તિનો લાભ અપાવવામાં આવતો હતો.

ઇનકમટેક્સ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે આ રાજકીય પક્ષનો હેતુ કોઈ ચૂંટણી લડવાનો કે રાજકીય પ્રવૃત્તિ કરવાનો નહોતો, પરંતુ માત્ર કમિશન કમાવવાનો હતો. દેશના મોટા કરદાતાઓ પાસેથી ચેક કે RTGS માર્ફતે દાન મેળવી તેમને આવકવેરા કાયદાની કલમ હેઠળ 100 ટકા ટેક્સ કપાત મેળવવા માટે બોગસ રસીદો અપાતી હતી. ત્યારબાદ આ નાણાં 'જય ટ્રેડિંગ કંપની' નામની બોગસ શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરી, 8- 9 ટકા જેટલું કમિશન કાપીને બાકીના પૈસા કરદાતાઓને રોકડા પરત કરી દેવામાં આવતા હતા.

CID-Crime2
facebook.com

​CA મયુરસિંહ રાઠોડ દ્વારા હિસાબોની કોઈ પણ ચકાસણી કર્યા વિના ખોટા કન્ટ્રિબ્યૂશન રિપોર્ટ તૈયાર કરી, ડિજિટલ સાઇન કરીને ખોટો ઓડિટ ટ્રેલ ઉભો કરી ઇનકમટેક્સ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ સમક્ષ પણ દાન અંગેનો ખોટો અહેવાલ રજૂ કરાયો હતો. આ સમગ્ર કૌભાંડ દ્વારા કરદાતાઓને ટેક્સ મુક્તિ અપાવીને આશરે 155 કરોડ રૂપિયાની કરચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોચાડ્યું હતું. આટલું જ નહી જમા થયેલા રૂપિયા અન્ય કૌભાંડ સાથે પણ લિંક હોવાની શક્યતા છે. આ અંગે ઇનકમટેક્ષ વિભાગના આસિસ્ટન્ટ ડિરેકટર મુક્તેન્દ્રકુમારે ​સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર તિવારી, ટેક્સ કન્સલટન્ટ પાટણના મેહુલકુમાર ખત્રી અને CA મયુરસિંહ ચંદનસિંહ રાઠોડ સામે અમદાવાદ CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

ઇનકમટેક્ષ વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર યતીશ કાલેને ઇનકમટેક્સના ડેટા પર માહિતી મળી હતી કે ગરીબ કલ્યાણ પાર્ટી દ્વારા ખોટા ડોનેશન મેળવવામાં આવે છે. તેના આધારે ​તપાસ કરતા ગરીબ કલ્યાણ પાર્ટીનો હેતુ કોઈ રાજકીય પ્રવૃત્તિ કરવાનો કે ચૂંટણી લડવાનો હતો જ નહીં, પરંતુ માત્ર કમિશન કમાવવાનો હતો. દેશના મોટા કરદાતાઓ પાસેથી ચેક કે RTGS મારફતે દાન મેળવી તેમને આવકવેરા કાયદાની કલમ હેઠળ 100 ટકા ટેક્સ મુક્તિ મેળવવા માટે બોગસ રસીદો આપવામાં આવતી હતી. ત્યારબાદ આ નાણા ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ અને જલારામ એન્ટરપ્રાઇઝ જેવી શેલ (બોગસ) કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ત્યાંથી 5થી 7 ટકા સુધીનું કમિશન કાપીને બાકીની રકમ કેશબેક સ્વરૂપે દાતાઓને પરત કરી દેવામાં આવતી હતી.

સમગ્ર કૌભાંડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા હિસાબોની કોઈ પણ ચકાસણી કર્યા વિના ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કરી આપવામાં આવ્યા હતા. જેમાં ​CA કુલદીપદાન ટાપરિયા 50 હજાર રૂપિયા રોકડા લઈ કોઈપણ હિસાબ જોયા વગર ખોટો ઓડિટ રિપોર્ટ સાચો હોવાનું બતાવ્યું હતું. તેમજ ​CA અશોકકુમાર શાહ અને CA પંકજ અગ્રવાલને શેલ કંપનીઓ હોવાની જાણ હોવા છતાં બેલેન્સ શીટ અને ટેક્સ ઓડિટ રિપોર્ટ ડિજિટલ સાઇન કરી સરકારી પોર્ટલ પર અપલોડ કર્યા હતા.

તેમજ તપાસમાં ​દાતાઓ દ્વારા 134 કરોડ રૂપિયાથી વધુ ખોટી ટેક્સ કપાત મેળવી હતી. જેથી ​સરકારી તિજોરીને 62 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ઉપરાંત બોગસ કંપની દ્વારા 1295 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. તેમજ પ્રદીપસિંહ અભિષેકના નામે બોગસ જલારામ કંપની ઉભી કરી હતી. તેના બદલે તે 5 હજાર પગાર આપતો હતો. આ અંગે ગરીબ કલ્યાણ પાર્ટી, પ્રમુખ નીરજ કુમાર ક્ષત્રિય, સેક્રેટરી, ધનંજયસિંહ રાજપૂત, ખજાનચી ધીરજકુમાર ક્ષત્રિય, મુખ્ય સૂત્રધાર ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના માલિક અભિષેક ચંદ્રપ્રકાશ તિવારી, જલારામ એન્ટરપ્રાઇઝના માલિક પ્રદીપસિંહ પરિહાર, રાજકોટના CA કુલદીપદાન ટાપરિયા, શાહીબાગના CA અશોકકુમાર શાહ, સેટેલાઇટના CA પંકજ અગ્રવાલ સામે ઇનકમટેક્ષ વિભાગે CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

CID-Crime2
divyabhaskar.co.in
CID-Crime1
divyabhaskar.co.in

ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, મામલામાં ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા કન્ટ્રીબ્યૂશન અને ઓડિટ રિપોર્ટ અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જણાવાય છે.ફરિયાદ મુજબ, પાર્ટીને મળેલા દાન અંગે ખોટી માહિતી દર્શાવતા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા કે કેમ તેની પણ તપાસનો મુદ્દો બની શકે છે. રાજકીય પક્ષોને મળતા ડોનેશન અને તેમની નાણાકીય વિગતો અંગે પારદર્શિતા મહત્વપૂર્ણ હોવાથી આ પ્રકારના આક્ષેપો તપાસનો વિષય બની શકે છે.જાહેર અહેવાલો અનુસાર, ગુજરાતમાં નોંધાયેલ કેટલીક Registered Unrecognised Political Parties (RUPPs)ને 2023-24 દરમિયાન મોટી રકમના ડોનેશન મળ્યા હતા. છ ગુજરાત આધારિત પક્ષોએ મળીને આશરે 1,700 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.

હાલ સમગ્ર મામલામાં સૌથી મહત્ત્વના સવાલો એ રહેશે કે દર્શાવવામાં આવેલા ડોનેશનની વાસ્તવિક રકમ કેટલી હતી, દાતાઓ કોણ હતા, દાનની રકમ ખરેખર પાર્ટીના હેતુઓ માટે વપરાઈ કે નહીં, ટેક્સ રાહત માટે કયા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા અને ફરિયાદમાં કરાયેલા આક્ષેપો તપાસમાં કેટલા સાચા સાબિત થાય છે. તપાસ એજન્સીઓ દ્વારા દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને સંબંધિત લોકોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવે ત્યાર બાદ જ સમગ્ર કથિત ડોનેશન કૌભાંડની વાસ્તવિક હકીકત સ્પષ્ટ થઈ શકશે.

About The Author

Related Posts

Top News

ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં 'Mark VIP’ વિકલ્પ દાખલ કર્યો, જાણો આ લોકો કોણ છે?

તાજેતરમાં 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અંગેની નોટિસો ચર્ચાનો વિષય બની છે. દિલ્હી ભાજપના નેતા રેખા ગુપ્તા હોય કે...
National 
ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં 'Mark VIP’ વિકલ્પ દાખલ કર્યો, જાણો આ લોકો કોણ છે?

પાળતુ જાનવરોને રસ્તામાં ખુલ્લા છોડ્યા તો 25000નો દંડ; આ કોર્પોરેશને લાગુ કર્યો નવો નિયમ, માઇક્રોચિપથી માલિક ઓળખાશે

જો તમારી પાસે કૂતરા કે બિલાડી જેવું પાલતુ પ્રાણી છે અને તમે તેના માટે લાઇસન્સ લીધું છે, તો તમારે...
National 
પાળતુ જાનવરોને રસ્તામાં ખુલ્લા છોડ્યા તો 25000નો દંડ; આ કોર્પોરેશને લાગુ કર્યો નવો નિયમ, માઇક્રોચિપથી માલિક ઓળખાશે

હવે RAC ટિકિટ પર તમને આખી સીટ પણ મળી શકે છે; TTEના હાથમાં નહીં રહે પાવર

તમે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, પરંતુ તમારી ટિકિટ RAC છે, જો તમે RAC સ્ટેટસવાળી ટિકિટ લઈને...
Tech and Auto 
હવે RAC ટિકિટ પર તમને આખી સીટ પણ મળી શકે છે; TTEના હાથમાં નહીં રહે પાવર

વિવાદ બાદ ચૂંટણી પંચની તાબડતોડ બેઠક, અનેક નિર્ણયો, દિલ્હી-બંગાળમાં ચૂંટણી થઈ ગયા પછી કહે છે નામ જોડાવી શકશો

અંદરોઅંદરના મતભેદોના અહેવાલો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિંહ સંધૂ અને ડૉ. વિવેક જોશીએ...
National 
વિવાદ બાદ ચૂંટણી પંચની તાબડતોડ બેઠક, અનેક નિર્ણયો, દિલ્હી-બંગાળમાં ચૂંટણી થઈ ગયા પછી કહે છે નામ જોડાવી શકશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.