બે વર્ષ પછી તીડના આક્રમણનો ખતરો, ગુજરાતના આ જિલ્લામાં સર્વે

ગુજરાતમાં આ વખતે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે અને ખેડુતોને સારો પાક થવાની આશા છે, પરંતુ તીડ  વિભાગે જે ધારણાં કરી છે તે ખેડુતો માટે ચિંતા ઉભી કરનારી છે. તીડ વિભાગનું કહેવું છે કે બે વર્ષ પછી તીડના આક્રમણનો ખતરો જોવા મળી શકે છે. તીડ એવું જતું છે જે ઝુંડમાં આવીને પાકને ભારે નુકશાન પહોંચાડે છે, ઘણી જગ્યાએ તો આખાને આખા પાકને બરબાદ કરી નાંખે છે.

રણમાં ફરી એકવાર તીડનો ખતરો મંડરાઈ રહ્યો છે. 1 થી 15 જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવેલા સર્વેમાં, બિકાનેર જિલ્લાના સુરધનામાં તીડની પ્રવૃત્તિ જોવા મળી છે. તીડ વિભાગે સંજોગોને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યું છે. તીડ વિભાગના ડૉ. વીરેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર, અમે ભારત-પાક સરહદે આવેલા 10 જિલ્લામાં દર મહિને બે વાર તીડનો સર્વે કરીએ છીએ. તેમાં ગુજરાતનો ભાગ પણ સામેલ છે.

રાજસ્થાન અને ગુજરાતની ભારત-પાક સરહદને અડીને આવેલા વિસ્તારોમાં નિયમિત સર્વે કરવામાં આવે છે. આ વખતે પણ આ વિસ્તારોમાં 155 સ્પોટનો સર્વે કરાયો હતો. જેમાં બાડમેર, જેસલમેર, સમ, ફલોદી, બિકાનેર, સુરતગઢ, ચુરુ, નાગૌર, જોધપુર, જાલોર, ગુજરાતના પાલનપુર અને ભુજના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તીડ વિભાગના ડો, વીરેન્દ્રનું કહેવું છે કે, રણ વિસ્તારોમાં જૂન-જુલાઇ મહિનામાં વરસાદને કારણે તીડનું જોખમ વધી જાય છે. થારમાં તીડ પાકિસ્તાન તરફથી આવતી રહી છે. આ વર્ષે તીડ હજુ નજરમાં નથી આવી એટલે રાહત છે. જો કે, સર્વેએ જરૂર પરેશાન કરનારા ઇનપૂટ આપ્યા છે. આ વખતે પશ્ચિમી રાજસ્થાનના બીકાનેર, જોધપુર, બાડમેર, જાલોર સહિતના આજુબાજુનના વિસ્તારોમાં પુષ્કળ વરસાદ પડ્યો છે. જેને કારણે આ વિસ્તારોમાં હરિયાળી વધી છે અને જમીન નરમ થઇ છે. જેને કારણે એવું લાગે છે કે તીડની વૃદ્ધિ થવાની પરિસ્થિતિઓ પુરી રીતે અનુકુળ બની છે.

વર્ષ 2019 અને વર્ષ 2020માં પાકિસ્તાથી ભારતમાં પ્રવેશેલી તીડના ઝુંડે રાજસ્થાન અને ગુજરાતના જિલ્લાઓમાં રીતસરની તબાહી મચાવી હતી. તીડના ઝુંડે રાજસ્થાન અને ગુજરાતના ખેડુતાના પાકને બરબાદ કરી નાંખ્યા હતા. એ સમયે તીડ વિભાગ તરફથી 6,000 હેક્ટરમાં સ્પ્રે કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખેડુતોએ પણ તીડોથી  છુટકારો મેળવવા માટે પ્રયાસો કર્યો હતા. તીડના ભગાવવા માટે ખેડુતોએ ખેતરમાં ધુમાડો છોડ્યો હતો તો કેટલીક જગ્યાએ થાળી અને DJ વગાડીને પણ તીડને ભગાવવામાં આવ્યા હતા.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.