- Gujarat
- ચૈતર વસાવાએ કહ્યું- સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી, મંત્રીએ આપ્યો જવાબ
ચૈતર વસાવાએ કહ્યું- સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી, મંત્રીએ આપ્યો જવાબ
થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટેની શિષ્યવૃત્તિ બંધ થવાના મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે રજૂઆત કરી હતી. વસાવાએ કહ્યું હતું કે ગયા વર્ષે રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ માટેની ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી, જેના કારણે લગભગ 60 હજારથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી અસર પડી છે. હવે આ મામલે આદિજાતિ મંત્રી નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. મંત્રી નરેશ પટેલે આ મામલે શું કહ્યું એ તરફ નજર કરતા પહેલા ચૈતર વસાવાએ શું આરોપ લગાવ્યો હતો એ બાબતે જાણીએ.
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો હતો કે, ‘સરકારે જાહેરાત તો કરી કે શિષ્યવૃત્તિ ફરી શરૂ થશે, પરંતુ આજ સુધી એક પણ વિદ્યાર્થીને રૂપિયા મળ્યા નથી. અગાઉ પણ આ મુદ્દે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને વિધાનસભામાં પણ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ સરકાર તરફથી કોઈ અસરકારક નિર્ણય લેવામાં આવ્યો નથી.
https://www.instagram.com/p/DSCAqnoiEBe/
ધારાસભ્ય ચૈતર વસાવાએ માગ કરી હતી કે, વર્ષ 2024-25ના તેમજ હાલના શૈક્ષણિક વર્ષના તમામ વિદ્યાર્થીઓને તરત જ શિષ્યવૃત્તિ આપવામાં આવે. સાથે જ ચૈતર વસાવાએ ચીમકી આપી હતી કે, જો આગામી 15 દિવસમાં શિષ્યવૃત્તિ આપવામાં નહીં આવે તો 9 ડિસેમ્બરે ફરીથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે સચિવાલય અને બિરસા મુંડા ભવનનો ઘેરાવ કરવામાં આવશે.’
સરકારના આદિજાતિ વિકાસના બજેટ પર પણ વસાવાએ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, જો આટલું મોટું બજેટ હોવા છતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નથી મળતી, તો પછી આ બજેટ ક્યાં વપરાય છે? શું આદિજાતિ વિકાસનો ફાળો જાહેરાતો અને બેનરોમાં વપરાઈ રહ્યો છે? આ મુદ્દે હવે આદિજાતિ મંત્રી મુકેશ પટેલે જવાબ આપ્યો છે.
આદિજાતિ મંત્રી નરેશ પટેલે કહ્યું કે, 1,13,844 અરજી મળ્યા બાદ આજથી રાજ્ય સરકાર 460 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરશે. ચૈતરભાઈને જવાબ આપવા માગું છુ કે, તમે પહેલી વખત ચૂંટાયા છો, આ રાજ્ય સરકાર 16-17થી આ વિદ્યાર્થીઓની ચિંતા કરે છે. ચૈતર વસાવા બોલે એ કંઈ અમે લોકો માની લેતા નથી, અમે અમારી રીતે કામ કરીએ છીએ.

