ભારતે પર્યાવરણ માટે ખૂબ કામ કર્યું છે, મીડિયામાં જુદુ જ બતાવાય છેઃ વિરલ દેસાઇ

ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સુરતની SPB કૉલેજમાં પોતાના પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ' સંદર્ભે વક્તવ્ય આપ્યું હતું, જેમાં કૉલેજના એનએસએસના સોથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

કૉલેજના આચાર્ય ડૉ. વી.ડી નાયકના પ્રમુખ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિરલ દેસાઈએ ભારત સરકાર દ્વારા પાછલા દસ વર્ષમાં કરવામાં આવેલા પર્યાવરણીય કાર્યો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે 'વિશ્વના મીડિયામાં એવું જ દર્શાવાય છે કે ભારત એટલે માત્ર પ્રદૂષણનો દેશ. અથવા તો કાર્બન ઉત્સર્જન માટે જાણે ભારત જ જવાબદાર હોય એમ મીડિયામાં આપણું ચિત્રણ થાય છે. પરંતુ ભારત જ એકમાત્ર એવો દેશ છે, જે હજુ પેરીસ કરારને વળગી રહ્યો છે.'

વિદ્યાર્થીઓ સમક્ષ આ વાતને વધુ વિસ્તારથી રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, 'ભારત સરકાર દ્વારા પાછલા દસ વર્ષોમાં અનેક એવા પર્યાવરણીય કાર્યો કરવામાં આવ્યા છે, જે કાર્યો આંતરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરી શકે છે. આ કાર્યોમાં આપણે મિશન લાઈફ, નમામિ ગંગે કે બિગ કેટ્સ અલાયન્સ જેવા અત્યંત મહત્ત્વના કાર્યોનો સમાવેશ કરી શકીએ છીએ.'

તેમના વક્તવ્ય દરમિયાન વિરલ દેસાઇ વિદ્યાર્થીઓ સમક્ષ પર્યાવરણ સંરક્ષણને લગતા કેટલાક ફેક્ટ્સ પણ રજૂ કર્યા હતા. તો એસપીબી કૉલેજ સાથેના પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો રજૂ કરીને કૉલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં એનએસએસના કૉઑર્ડિનેટર ડૉ. સુનિલ રાજાણી તેમજ ડૉ. ફરિદાબેન માંડવીવાળા હાજર રહ્યા હતા.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.