કોણ છે ગુજરાતના પહેલા મુસ્લિમ મહિલા IPS સારા રિઝવી?

ગુજરાત કેડરના IPS અધિકારી સારા રિઝવીના ઇન્ટર-સ્ટેટ ડેપ્યુટેશનનો સમયગાળો કેન્દ્ર સરકારે 2 વર્ષ માટે લંબાવી દીધો છે. સારા રિઝવી 2008 બેચના IPS અધિકારી છે. તેમનું મૂળ કેડર ગુજરાત છે. હાલમાં તેઓ જમ્મુ-કાશ્મીર પોલીસ મુખ્યાલયમાં DIG પ્રશાસન તરીકે તૈનાત છે. મુંબઈમાં જન્મેલા સારાને શરૂઆતમાં અંગત કારણોસર ગુજરાતથી જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટર કેડર પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા હતા. સરકારે હવે આ સમયગાળો 2 વર્ષ માટે લંબાવી દીધો છે. અગાઉ તેમને 3 વર્ષની પ્રતિનિયુક્તિ મળી હતી. તેઓ ઓક્ટોબર 2022માં જમ્મુ-કાશ્મીર ગયા હતા.

સારા રિઝવીના નામે અનોખો રેકોર્ડ છે. તેઓ ગુજરાતના પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી છે. તેમણે UPSC પરીક્ષાની તૈયારી માટે ઉર્દૂ માધ્યમનો ઉપયોગ કર્યો હતો અને તેમને Modern Educational Social & Cultural Organisation (MESCO)નો સહયોગ મળ્યો હતો. સારા રિઝવીએ મુંબઈથી સ્નાતક પૂર્ણ કર્યું છે. સારા કોમર્સમાં સ્નાતક છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા, પરંતુ એક લેક્ચરે તેમની જિંદગીનો માર્ગ બદલી નાખ્યો.

IPS Sarah Rizvi
knskashmir.com

તેઓ ડૉ. કે.એમ. આરિફથી એટલા પ્રભાવિત થયા કે તેમણે UPSC પરીક્ષા આપવાનો નિર્ણય લીધો. તેઓ બીજા પ્રયાસમાં સિવિલ સર્વિસિસમાં પસંદગી પામ્યા. જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સારા રિઝવી જમ્મુ-કાશ્મીરના ઉધમપુર-રિયાસીના DIG તરીકે સેવા આપી ચૂક્યા છે. આ સિવાય તેઓ DIG જમ્મુ (IR) અને DIG જમ્મુ આર્મ્ડનો વધારાનો હવાલો પણ સંભાળી ચૂક્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂકેલા રિઝવીએ 2008માં મુન્નવર ખાન સાથે લગ્ન કર્યા હતા. તેઓ તે સમયે RPFમાં ટ્રેઇની આસિસ્ટન્ટ સિક્યોરિટી કમિશનર હતા. IPS અધિકારી બન્યા બાદ સારા રિઝવીએ ગુજરાતમાં ડ્યૂટી કરી ચૂક્યા છે. તેમનું પહેલું પોસ્ટિંગ જામનગરમાં હતું. ત્યારબાદ તેમને રાજકોટના ગોંડલમાં મોકલવામાં આવ્યા હતા.

IPS Sarah Rizvi
thekashmirhorizon.com

ગોંડલ એક સમયે ગેંગવૉર માટે પ્રખ્યાત રહી ચૂક્યું છે. તેમને ગોંડલના ASP બનાવવામાં આવ્યા હતા. મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા સારા રિઝવી એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેમના પિતા અફઝલ અહમદ, વિજ્ઞાનમાં સ્નાતક છે. તેમના માતા નિગાર રિઝવી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણ્યા છે. સારાનો ભાઈ સિવિલ એન્જિનિયર છે અને તેની બહેન સમીરા, કમ્પ્યુટર ગ્રેજ્યુએટ છે અને દુબઈમાં રહે છે.

About The Author

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.