- Gujarat
- શું ગોવિંદ ધોળકીયા સોનમ વાગચુંક પાસેથી એવોર્ડ અને 1 કરોડ પાછા લેશે?
શું ગોવિંદ ધોળકીયા સોનમ વાગચુંક પાસેથી એવોર્ડ અને 1 કરોડ પાછા લેશે?
સુરતના જાણીતા ડાયમંડ કિંગે વર્ષ 2006થી તેમના માતાના નામ પરથી સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી. દેશભરના એવા લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે જેમણે દેશ માટે કઇંક મોટું કામ કર્યું. દેશની ઘણી બધી મોટી હસ્તીઓ આ એવોર્ડ મેળવી ચૂકી છે.
લગાખના ઇનોવેટર એન્જિનિયર, શિક્ષણ સુધારક સોનમ વાંગચુકને પણ 10 એપ્રિલ 2023ના દિવસે સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગોવિંદભાઇની સંસ્થાના લોકોએ લદાખ જઇને વાંગચુકને આ એવોર્ડ આપેલો અને 1 કરોડ રૂપિયાની ધન રાશી પણ આપવામાં આવી હતી. તેમના શિક્ષણ અને પર્યાવરણના યોગદાન બદલ એવોર્ડ અપાયો હતો.

હવે સોનમ વાંગચુકની નેશનલ સિક્યોરીટી એક્ટ હેઠળ ધરપકડ થયેલી છે અને તેમને જોધપુર જેલમાં રાખવામાં આવ્યા છે. ત્યારે એવો સવાલ પુછાઇ રહ્યો છે કે, ગોવિંદ ધોળકીયા રાજ્યસભા સાંસદ છે અને તેમની સરકારે જ આ પગલા લીધા છે તો વાંગચુક પાસેથી આ એવોર્ડ પાછો લેવાશે?

