ભોજન કર્યાના તુરંત બાદ ન કરવા જોઈએ આ કામ, શરીરને થશે નુકસાન

તમે જોયુ હશે કે ઘણા બધા લોકોને ખાવાનું ખાધા બાદ તરત જ ઊંઘ આવી જાય છે કે પછી ઘણા બધા લોકોને ખાવાનું ખાધા બાદ ચા કે કોફી પીવાની ટેવ હોય છે અથવા તો તેઓ જાણતા-અજાણતા પોતાના ભોજનમાં એવી વસ્તુઓ સામેલ કરી દે છે જેને કારણે શરીરને ફાયદો પહોંચવાને બદલે નુકસાન પહોંચે છે. આથી આ તમામ બાબતો નોંધી લો અને હંમેશાં યાદ રાખો કે તમારે ભોજન કર્યા બાદ કઈ વસ્તુઓથી દૂર રહેવાનું છે...

ખાધા બાદ તરત જ ના પીઓ ચા કે કોફી

ખાધા બાદ ચા પીવી જરા પણ યોગ્ય નથી કારણ કે તેને કારણે પાચનની ક્રિયામાં વિક્ષેપ ઊભો થાય છે. ડૉક્ટરોનું માનવું છે કે, ખાવાનું ખાવાના 1 કલાક પહેલા અને 1 કલાક બાદ સુધી ચા કે કોફી ના પીવી જોઈએ. આવુ એટલા માટે કારણ કે ચા-કોફીમાં રહેલું કેમિકલ ટૈનિન આયરનને શોષવાની પ્રક્રિયામાં વિક્ષેપ નાંખે છે અને તેને 87% સુધી ઘટાડી દે છે, જેને કારણે પાચનની ક્રિયામાં મુશ્કેલી આવે છે. સાથોસાથ આ આદતને કારણે તમને એનીમિયા થઈ શકે છે. તેમજ ભૂખ ન લાગવા જેવી પ્રોબ્લેમ થઈ શકે છે.

ખાધા બાદ ન ખાઓ ફળ

ફળોના સેવનને ખાલી પેટે જ બેસ્ટ માનવામાં આવે છે. લંચ અથવા ડિનર કે પછી બ્રેકફાસ્ટ જેવા હેવી મીલ બાદ ફળોનું સેવન ના કરવું જોઈએ. જ્યારે તમારું પેટ ભરેલું હોય અને તે સમયે જો તમે ફ્રુટ ખાઓ તો પાચનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે અને તમને ફળોનું પોષણ પણ નહીં મળશે. આથી ફ્રુટ્સનું સેવન તમારે સ્નેક્સ અથવા 2 મીલની વચ્ચે કરવું જોઈએ.

ઠંડુ પાણી ન પીઓ

ડાઈજેશન માટે પાણી પીવુ જરૂરી છે, પરંતુ ખાધા બાદ તરત જ પાણી ન પીવુ જોઈએ અને ચિલ્ડ અથવા ખૂબ જ ઠંડુ પાણી તો ક્યારેય ના પીવુ જોઈએ. કારણ કે ખાધા બાધ ઠંડુ પાણી પીવાથી ભોજન જામી જાય છે, જેને કારણે ડાયજેશનની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. આથી ખાવાનું ખાધા બાદ હુંફાળુ અથવા રૂમ ટેમ્પરેચરવાળા પાણીનું સેવન કરવું જોઈએ અને તે પણ ખાવાના 45 મિનિટ બાદ.

સિગરેટ પીવાથી બચો

આપણે સૌ જાણીએ જ છીએ કે સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે પરંતુ ખાવાનું ખાધા બાદ સ્મોકિંગ કરવું વધુ ખતરનાક બની જાય છે, કારણ કે આવુ કરવાથી ઈરિટેબલ બાવલ સિંડ્રોમ નામની બીમારી થઈ શકે છે, જેને કારણે અલ્સર થવાનું જોખમ રહે છે. ખાવાનું ખાવાના તુરંત બાદ જો તમે 1 સિગરેટ પીઓ તો તેના કારણે 10 સિગરેટ પીવા જેટલું નુકસાન થાય છે. આથી, ખાધા બાદ ક્યારેય સિગરેટ ન પીવી જોઈએ.

આલ્કોહોલનું સેવન પણ ના કરો

જો તમે ખાધા બાદ આલ્કોહોલનું સેવન કરતા હો તો તેને કારણે પણ ડાયજેશન પ્રક્રિયા પ્રભાવિત થાય છે અને શરીરની સાથોસાથ આંતરડાને પણ નુકસાન પહોંચે છે. આથી, જો તમે પીવા માગતા હો તો ખાવાના 20-30 મિનિટ પહેલા જ આલ્કોહોલનું સેવન કરી લો.

ખાવાની તુરંત બાદ ન્હાવાથી બચો

આયુર્વેદની સાથોસાથ મોર્ડન મેડિકલ સાયન્સ પણ એ વાત માને છે કે, ખાવાનું ખાવાના તરત બાદ ન્હાવાથી શરીરનું ટેમ્પરેચર અચાનક ઓછું થઈ જાય છે, જેને કારણે બ્લડ સર્ક્યુલેશન પર અસર પડે છે. આથી, ખાધા બાદ તુરંત ક્યારેય ન્હાવુ ના જોઈએ.

ખાઈને તરત સુવાની ટેવ છોડી દો

ખાઈને તરત સુઈ જવાથી એસિડિટી, નસકોરો અને સ્લીપ એપ્નિયાની પણ તકલીફ થઈ શકે છે. આથી ખાઈને તરત સુવાને બદલે થોડીવાર ચાલવું જોઈએ.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.