- Health
- જો તમે હાલતા ને ચાલતા Dolo 650 ખાઈ લેતા હોવ તો સાવધાન, અમેરિકન ડૉક્ટરે ચેતવ્યા
જો તમે હાલતા ને ચાલતા Dolo 650 ખાઈ લેતા હોવ તો સાવધાન, અમેરિકન ડૉક્ટરે ચેતવ્યા

પેરાસીટામોલને સામાન્ય રીતે તાવની દવા તરીકે ઓળખવામાં આવે છે. Dolo 650 આ દવાની એક બ્રાન્ડ નામ છે. હવે તે ઘણા લોકોના રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે. તાવથી લઈને શરીરમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, સાઇનસ કે શરદી..., થોડી પણ પરેશાની થાય તો કેટલાક લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના આ દવા લઈ લે છે. આવું કરનારાઓ માટે ડૉક્ટરોનો એક જ મેસેજ છે, વિચાર્યા વિના પેરાસીટામોલ ન લો, તે ખતરનાક બની શકે છે. આ મામલાને લઈને અમેરિકાના એક ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પલાનીઅપ્પન મણિકમે X પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, ‘ભારતના લોકો Dolo 650ને કેડબરી ચોકલેટની જેમ ( સમજ્યા વિચાર્યા વિના, વધુ માત્રામાં) ખાય છે.

તેમની પોસ્ટ પર બહેસ શરૂ થઈ ગઈ છે કેમ કે ભારતમાં, અન્ય દવાઓની તુલનામાં પેરાસીટામોલને લઈને ઓછી સાવધાની જોવા મળી છે. કેટલાક લોકો આ દવા લેતા પહેલા ડૉક્ટરને ડૉઝ બાબતે પૂછવાનું પણ જરૂરી સમજતા નથી. જ્યારે જરૂરિયાતથી વધારે પેરામેટામોલ કે Dolo 650 લેવાથી લીવર અને કિડની જેવા અંગો પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. જો તમારી લીવર અને કિડની પહેલાથી જ ખરાબ છે અથવા તમે નિયમિત રૂપે દારૂ પીવ છો, એટલે કે અઠવાડિયામાં 14 યુનિટથી વધુ દારૂ પીવ છો, તો પરિણામ વધુ ગંભીર હોઈ શકે છે.
પેરાસીટામોલ લેવાની રીત શું છે?
જાતે કે ફાર્માસિસ્ટની સલાહ પર પેરાસીટામોલ લેવાનું સુરક્ષિત માનવામાં આવતું નથી. તેને લેવાની એકમાત્ર સાચી રીત છે ડૉક્ટરની સલાહ. આ દવા 500 મિલિગ્રામ, 650 મિલિગ્રામ અને અહીં સુધી કે 1000 મિલિગ્રામના ડૉઝ સાથે મળે છે. તેના ઇન્જેક્શન પણ ઉપલબ્ધ છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, એક વ્યક્તિને રોજ વધુમાં વધુ 4 ગ્રામ અથવા 4000 મિલિગ્રામની માત્રાનો ડૉઝ આપી શકાય છે. તે પણ ડૉક્ટરની સલાહ બાદ જ.

એટલે, જો કોઈને 500 મિલિગ્રામ દવા લેવાની સલાહ આપવામાં આવી છે, તો તે 24માં વધુમાં વધુ 8 ગોળીઓ લઈ શકે છે. દરેક ગોળી વચ્ચે 4 કલાકનું અંતર રાખવું જરૂરી છે. જેથી જાણકારી મળી શકે કે સ્થિતિમાં સુધારો થયો છે કે નહીં. દવાને અસર કરવામાં એક કલાક જેટલો સમય લાગી શકે છે. પેરાસિટામોલને પેરાસિટામોલવાળી બીજી દવાઓ સાથે બિલકુલ ન લો કેમ કે તેનાથી ઓવરડોઝનું જોખમ હોય છે.
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
