- Health
- આ વસ્તુઓ ખાવાથી વધશે તમારું ઓક્સીટોસિન, પ્રેમ કરવાની ચાહત વધશે
આ વસ્તુઓ ખાવાથી વધશે તમારું ઓક્સીટોસિન, પ્રેમ કરવાની ચાહત વધશે

ઓક્સીટોસિનને લવ હોર્મોન પણ કહેવામાં આવે છે કારણ કે શરીરમાં તેની હાજરીના કારણે તમારી અંદર પ્રેમ કરવાની, ફિઝીકલ રિલેશન બનાવવાની, ગળે લગાડવાની, રિલેશનશીપ અને કિસ કરવાની ઈચ્છા વધતી જોવા મળે છે. જો તમે ઈચ્છો કે લવની ફિલીંગ થોડી વધારે વધી જાય તો તેના માટે તમારે કેટલીક વસ્તુઓ તમારી રોજીંદી લાઈફમાં ખાવી પડશે. ગ્રેટર નોઈડાના GIMS હોસ્પિટલમાં કાર્યરત જાણીતા ડાયેટીશયન ડૉ. આયુષી યાદવે કહ્યું છે કે કયા કયા ફૂડ એવા છે જે ઓક્સીટોસિનને વધારવાનું કામ કરે છે.
ડાર્ક ચોકલેટ
આ વસ્તુનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેને ખાવાથી મૂડ સારો થઈ જાય છે અને મનમાં લવની ફિલીંગ વધવા લાગે છે.
બ્રોકલી
લીલા શાકભાજી શરીર માટે એકદમ સારા જ છે પરંતુ ગ્રીન વેજીટેલબ્સમાં બ્રાકલીને ઘમું હેલ્ધી માનવામાં આવે છે. આ વિટામીન્સનો રિચ સોર્સ છે. તેને ખાવાથી બોડીને એનર્જી મળે છે અને ઓક્સીટોસિન હોર્મોન પણ વધે છે.
કોફી
ઘણી વખત એવું કહેવામાં આવે છે કે કોફીના ટેબલ પર એકસાથે બેસવાથી ઘણું બધુ થઈ શકે છે. આ જ કારણ છે કે લવ કપલ સામાન્ય રીતે કોફી શોપમાં જોવા મળે છે. કોફીમાં હાજર કૈફીન ઓક્સીટોસિન આપણી અંદરના ન્યૂરોન્સને એક્સાઈટ કરી દે છે, જેનાથી આપણા ઈમોશન ચાર્જ થવા લાગે છે અને કપલમાં દિલની વાતો થવા લાગે છે.
ચિયા સીડ્સ
આ સીડ્સનું સેવન કરવાથી તમારા ઈમોશન એક્સાઈટ થઈ જાય છે અને તમે તમારા પાર્ટનર સાથે ખુલીને પોતાની ફિલીંગ શેર કરી શકશો. ચિયા સીડ્સને ઘણી વસ્તુઓમાં મિક્સ કરીને ખાઈ શકાય છે. તમે તેને આખી રાત પાણીમાં પલાળીને સવારે પી શકો છો. આ ઈમોશનને એક્સાઈટ કરવાની સાથે તમારા શરીરને પણ હેલ્ધી રાખશે.
ઓરેન્જ જ્યુસ
આ ફળના જ્યુસમાં વિટામીન સીની માત્ર ઘણી વધારે મળી આવે છે અને તેની એન્ટીઓક્સીડન્ટ પ્રોપર્ટીઝ આપણા શરીરની અંદર પોઝિટીવ અસર કરે છે. તેનાથી આપણું મગજ શાંત થાય છે અને પ્રેમ કરવાની ઈચ્છા વધી જાય છે.
Related Posts
Top News
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ
Opinion
