જો દીકરી લગ્ન પછી આ 5 વાતો વારંવાર કહેતી હોય તો માતા-પિતાએ તેને ધ્યાન પર લેવી જોઈએ

ટ્વિશા શર્મા કેસ હોય કે દીપિકા નાગર કેસ, આ કેસોએ લગ્ન પછી છોકરીઓના જીવન અને તેમના સાસરિયાંના ઘરમાં તેમની સલામતી વિશે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું દીકરીઓ લગ્ન પછી એટલી અલગ થઈ જાય છે કે, માતાપિતા સમયસર તેમના દુઃખ અને દર્દને સમજી શકતા નથી? ઘણા કિસ્સાઓમાં, એવું જોવા મળ્યું છે કે છોકરીઓ તેમની સમસ્યાઓ સીધી નહીં પરંતુ અમુક ઈશારાઓ દ્વારા વ્યક્ત કરતી હોય છે. તેમના શબ્દો, વર્તન અને વારંવાર કહેવામાં આવતી નાની નાની વાતો સ્પષ્ટપણે દર્શાવે છે કે, તેઓ માનસિક તણાવ અથવા દબાણ હેઠળ છે. આવા સમયમાં, માતાપિતાનો ટેકો દીકરીઓ માટે મોટી શક્તિ બની શકે છે. જો તમારી દીકરી લગ્ન પછી તેની સમસ્યાઓ તમને કહી રહી હોય, તો તેને ખાતરી આપો કે તે એકલી નથી. તેને ડરવાની કે ચૂપ રહેવાની સલાહ આપવાને બદલે, એ કહેવું વધુ મહત્વપૂર્ણ છે કે, 'તે જ્યારે ઈચ્છે ત્યારે ઘરે આવી શકે છે. અમે હંમેશા તારી સાથે છીએ.' ઘણીવાર, સમાજ અને સમાજના લોકોનો ડર દીકરીઓને તેમની સમસ્યાઓ છુપાવવા મજબૂર કરે છે, જ્યારે તેમને સૌથી વધુ જરૂર હોય છે તે તેમના પરિવારનો વિશ્વાસ અને ટેકો. જો તમારી દીકરી લગ્ન પછી તમને વારંવાર કેટલીક વાતો કહેતી હોય, તો મોડું થાય તે પહેલાં એલર્ટ થઇ જાઓ. ચાલો તમને જણાવી દઈએ કે એ વાતો કઈ છે...

Parenting-Support-Married Daughters
hindi.news18.com

મને ગૂંગળામણ લાગે છે: જો તમારી દીકરી વારંવાર કહે છે કે તેને ઘરે ગૂંગળામણ જેવું લાગે છે અથવા તે સતત તણાવમાં રહે છે, તો આ એક મોટી નિશાની હોઈ શકે છે કે, તે તેના સાસરિયાના ઘરમાં નાખુશ છે. કેટલીકવાર, દીકરીઓ તેમના માતાપિતાને તણાવ આપવા માંગતી નથી અને તેથી ખુલીને વાત કરતી નથી. પરંતુ તમારે તેને ખાતરી આપવી જોઈએ કે તે કોઈ પણ ડર વગર તે વસ્તુને બતાવી શકે છે. તેના શબ્દો પાછળના દુ:ખને સમજવાનો પ્રયાસ કરો. તમે તેને તેના પતિ સાથે વાત કરવાની સલાહ પણ આપી શકો છો. જો થોડા સમય પછી પણ પરિસ્થિતિમાં સુધારો ન થાય, તો તમારે ખુલીને વાત કરવી જોઈએ.

દરેક વસ્તુ પર રોક-ટોક: લગ્ન પછી, છોકરીઓને ઘણીવાર તેમના સાસરિયાના વાતાવરણ અને નિયમો સાથે અનુકૂળ થવું પડે છે. જો કે, જો કપડાં, નોકરી, મિત્રોને મળવા અથવા બહાર જવા જેવી દરેક નાની-મોટી બાબત પર વધુ પડતા નિયંત્રણો મૂકવામાં આવે છે, તો તે માનસિક તણાવ તરફ જઈ શકે છે. જો કોઈ દીકરી વારંવાર એવું કહે કે, તેને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવામાં આવતી નથી અથવા દરેક બાબતમાં રોક ટોક કરવામાં આવે છે, તો માતાપિતાએ તેની વાત ગંભીરતાથી સાંભળવી જોઈએ. આવી સ્થિતિમાં, પરિવારે શાંત વાતચીત દ્વારા સમસ્યાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. દીકરીને તેના પતિ સાથે ખુલીને વાત કરવાની અને સંબંધોમાં પરસ્પર સમજણ કેળવવાની સલાહ આપવી પણ મહત્વપૂર્ણ છે.

Parenting-Support-Married Daughters
hsph.harvard.edu

ખુલીને વાત નથી કરી શકતી: દરેક છોકરીને લગ્ન પછી નવી જગ્યાએ એડજસ્ટ થતા વાર લાગે છે, પરંતુ જો કોઈ દીકરી સતત એકલતા અનુભવવાની ફરિયાદ કરે છે, તો તે ભાવનાત્મક અલગતાનું લક્ષણ હોઈ શકે છે. ઘણીવાર, પરિવાર અને પતિનો કંટ્રોલ કરવાનો સ્વભાવ છોકરીને એકલી પાડી દે છે, જેના કારણે તે કોઈની સાથે ખુલીને વાત કરી શકતી નથી.

પરિસ્થિતિ વધુ ખરાબ ન થઇ જાય તેનો ડર: ઘણી છોકરીઓ એટલા માટે ચૂપ રહે છે, કારણ કે તેઓ વિચારે છે કે શા માટે જાણી જોઈને મુશ્કેલી ઉભી કરવી જોઈએ અથવા બિનજરૂરી મુદ્દાઓ વધારવા જોઈએ. આ મૌન ઘણીવાર મોંઘુ સાબિત થઈ શકે છે. જો તમારી દીકરી તણાવમાં હોય અથવા પહેલા જેટલી ખુશ ન લાગે, તો તેની સાથે વાત કરો અને કારણ જાણવાનો પ્રયાસ કરો.

Parenting-Support-Married Daughters
zoopgo.com

તમે ચિંતા નહીં કરો, હું સંભાળી લઈશ: ઘણી છોકરીઓ તેમના માતાપિતાને હેરાન કરવા નથી માંગતી, અને તેથી જ તે તેની તકલીફ છુપાવીને ખુશ હોવાનું નાટક કરે છે. જો તમારી દીકરી વધુ પડતી મજબૂત બનવાનો પ્રયાસ કરી રહી છે, તો તેને ભરોસો આપીને તેની સાથે વાત કરો.

માતાપિતાએ શું કરવું જોઈએ?: દરેક માતાપિતાએ તેમની પુત્રીને ખાતરી આપવી જોઈએ કે તે એકલી નથી અને લગ્ન પછી પણ પારકી નથી થઇ ગઈ. તેના માતાપિતાનું ઘર એ તેનું જ ઘર છે, તે ગમે ત્યારે ત્યાં આવી શકે છે અને રહી શકે છે. સમાજ વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. તેના સાસરિયાના ઘરે કોઈપણ સમસ્યા હોય કે કોઈપણ વાત હોય તે વિશે માતાપિતાને જાણ કરી શકે છે. પહેલા તમારા પતિ સાથે વાત કરો. જો મામલો લાંબા સમય સુધી ઉકેલાય નહીં, તો યોગ્ય નિર્ણય લો. તમારી પુત્રીને આર્થિક રીતે મજબૂત બનાવો અને તેને ક્યારેય નોકરી છોડવા માટે ન કહો.

About The Author

Related Posts

Top News

મંચ પર જ ચાલ્યા લાત-ઘૂસા, કુર્તા ફાડ્યા, MLAનું નામ ન લેવા બાબતે સાંસદ અને ધારાસભ્યના સમર્થક બાખડ્યા

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. ડુમરિયાગંજથી સાંસદ જગદંબિકા પાલ અને ધારાસભ્ય વિનય...
Politics 
મંચ પર જ ચાલ્યા લાત-ઘૂસા, કુર્તા ફાડ્યા, MLAનું નામ ન લેવા બાબતે સાંસદ અને ધારાસભ્યના સમર્થક બાખડ્યા

'નીતિશ સેતુ' પર RJDના કાર્યકરોનો હોબાળો, ઉદ્ઘાટન બાદ ફાડી નાખ્યા પોસ્ટર-બેનર

બિહારના વૈશાલીમાં 'નીતિશ સેતુ'ના ઉદ્ઘાટન બાદ RJD કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય...
Politics 
'નીતિશ સેતુ' પર RJDના કાર્યકરોનો હોબાળો, ઉદ્ઘાટન બાદ ફાડી નાખ્યા પોસ્ટર-બેનર

દિલજીતના કોન્સર્ટમાં ઈ-સિગારેટ ફૂંકવા અને બે જૂથ વચ્ચે મારામારીનો મામલો આવ્યો સામે

જાણીતા સિંગર દિલજીત દોસાંઝના અમદાવાદમાં યોજાયેલા લાઈવ કોન્સર્ટ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કોન્સર્ટ...
Gujarat 
દિલજીતના કોન્સર્ટમાં ઈ-સિગારેટ ફૂંકવા અને બે જૂથ વચ્ચે મારામારીનો મામલો આવ્યો સામે

ગુજરાતી સાહિત્ય જગતમાંથી દુઃખદ સમાચાર, કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લએ 84 વર્ષની વયે લીધી વિદાય

ગુજરાતી સાહિત્ય જગતમાંથી અત્યંત દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતા કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લ હવે આપણી વચ્ચે નથી...
Gujarat 
ગુજરાતી સાહિત્ય જગતમાંથી દુઃખદ સમાચાર, કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લએ 84 વર્ષની વયે લીધી વિદાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.