15 ઓગસ્ટથી 30 લાખ લોકોને મળશે નોકરી, INDIAનું તોફાન આવી રહ્યું છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અખિલેશ યાદવની તરફેણમાં ચૂંટણી પ્રચાર મેદાનમાં ઉતર્યા. તેમણે ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધન INDIAની સૌથી મોટી જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે UPમાં INDIAનું તોફાન આવી રહ્યું છે. રોજગારના મુદ્દે PM નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, અમે બેરોજગારોના હિતમાં સૌથી મોટું કામ કરવાના છીએ. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, 15 ઓગસ્ટ સુધીમાં 30 લાખ લોકોને નોકરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અદાણી-અંબાણી વિવાદ પર પ્રહાર કરતા તેમણે PM નરેન્દ્ર મોદીને ઘેર્યા. તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદી ડરી ગયા છે. આ ડરના કારણે તેઓ તેમના મિત્રોને કહી રહ્યા છે કે, અદાણી-અંબાણી, મને બચાવો. INDIAના જોડાણે મને ઘેરી લીધો છે. હું હારી રહ્યો છું. કન્નૌજ બેઠક પર આયોજિત રેલીમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે સ્ટેજ શેર કર્યું હતું. જ્યારે, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ તેમાં હાજર હતા.

UPમાં વિપક્ષની જીતનો દાવો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજ્યમાં વિપક્ષ ગઠબંધનનું તોફાન આવી રહ્યું છે. BJP INDIAના વાવાઝોડામાં ઉડી જશે. ભારતીય જનતા પાર્ટી UPમાં તેની સૌથી મોટી હારનો સામનો કરવા જઈ રહી છે. રાહુલે કહ્યું, લેખિતમાં લઇ લો, BJPની દેશની સૌથી મોટી હાર UPમાં થવાની છે.

PM નરેન્દ્ર મોદીએ અગાઉ અદાણી-અંબાણીનું નામ ન લેવા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. કનૌજની બેઠકમાં રાહુલ ગાંધીએ આનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં PM મોદીએ અદાણી-અંબાણીનું નામ નથી લીધું. 10 વર્ષમાં હજારો ભાષણો આપ્યા. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ ડરી જાય છે, ત્યારે તે એવા લોકોના નામ લે છે, જેના વિશે તેઓ વિચારે છે, કે તે તેને બચાવી લેશે. એટલા માટે PM નરેન્દ્ર મોદીજીએ પોતાના બે મિત્રોના નામ લીધા. તેઓ કહી રહ્યા છે કે, INDIA જોડાણે મને ઘેરી લીધો છે. મને આમાંથી બચાવો. હું હારી રહ્યો છું. અદાણી-અંબાણીજી મને બચાવો. તે જાણે છે કે અદાણીજી પૈસા કેવી રીતે અને કયા ટેમ્પોમાં મોકલે છે.

રાહુલ ગાંધીએ કન્નૌજના મંચ પરથી દાવો કર્યો કે, આ વખતે PM નરેન્દ્ર મોદી PM નહીં બને. રાહુલે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં અમે અખિલેશ યાદવ સાથે મળીને કામ કરી રહ્યા હતા. અમે સુનિશ્ચિત કર્યું છે કે, BJP ફરીથી સત્તામાં ન આવે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવામાં 10-15 દિવસ બાકી છે. આ પછી પરિણામો પરથી સ્પષ્ટ થશે. તેમણે કહ્યું, લેખિતમાં લઈ લો, અમે જે કહી રહ્યા છીએ તે સાચું થશે. છેલ્લા બે વર્ષમાં આપણે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી છે. અમે ન્યાય યાત્રા દ્વારા દેશને જાગૃત કર્યો છે. અમે અમારું કામ કરી દીધું છે. આ અમારી ગેરંટી છે કે PM નરેન્દ્ર મોદી ભારતના PM નહીં બને.

Related Posts

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.