‘સાવરકર અને ગોડશે સંબંધી હતા’, રાહુલ ગાંધીના દાવા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ, કોણે કરી ફરિયાદ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, હિન્દુત્વના વિચારક વિનાયક સાવરકર મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના સંબંધી હતા. રાહુલે પુણે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ દાવો કર્યો છે. રાહુલના આ સોગંદનામા બાદ, સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રાહુલે સાત્યકી પર જાણીજોઇને પોતાના માતૃવંશ છુપાવવાનો આરોપ લગાવ્યો છે, જે તેમને ગોડસે સાથે જોડે છે. રાહુલે પોતાના સોગંદનામામાં ફરિયાદકર્તા દ્વારા પોતાના માતૃપક્ષનું વિવરણ છુપાવવાનો આરોપ લગાવતા કહ્યું છે કે ફરિયાદકર્તાની માતા હિમાની અશોક સાવરકર નાથુરામ ગોડસેના નાના ભાઈ ગોપાલ વિનાયક ગોડસેના પુત્રી છે.

Savarkar
ndtv.com

 

રાહુલ ગાંધીએ સોગંદનામામાં શું કહ્યું?

સોગંદનામામાં કહેવામા આવ્યું છે કે, હિમાની સાવરકર એક હિન્દુત્વવાદી કાર્યકર્તા હતી. તેમના લગ્ન વિનાયક સાવરકરના ભત્રીજા અશોક સાવરકર સાથે થયા હતા. વિનાયક સાવરકર મહાત્મા ગાંધી હત્યાકાંડમાં સહ-આરોપી હતા, પરંતુ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સોગંદનામામાં જણાવાયું છે કે ગોપાલ ગોડસેને મહાત્મા ગાંધીની હત્યામાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ફરિયાદકર્તાએ પોતાના માતૃપક્ષના વંશાવલી છુપાવી છે. કાયદામાં સ્થાપિત સ્થિતિ અને સિદ્ધાંત છે કે જો કોઈ પક્ષ સાથે કોર્ટમાં સ્પષ્ટ તથ્યો સાથે ન આવે, તો તેને સુનાવણી કે કોઈપણ પ્રકારની રાહત મેળવવાનો અધિકાર નથી. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે કોર્ટથી તથ્યોને દબાવવા અથવા છુપાવવા એ એક ગંભીર મુદ્દો છે, જેને કોર્ટ સાથે છેતરપિંડી માનવામાં આવે છે. તેનાથી કેસ ફગાવી શકાય છે અથવા રાહત આપવાનો ઇનકાર કરી શકાય છે.

સોગંદનામા અનુસાર, ફરિયાદકર્તાએ જાણી જોઈને તથ્યો દબાવવાનું કામ કર્યું છે. સાત્યકી સાવરકરે કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે માત્ર પોતાના પૈતૃક પક્ષની વંશાવલી ઉપલબ્ધ કરાવી છે, માતૃપક્ષની નહીં. સાવરકર પરિવાર અને ગોડસે પરિવારનો પરસ્પર લોહીના સંબંધ છે. તમને જણાવી દઈએ કે વિનાયક દામોદર સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે માર્ચ 2023માં લંડનમાં આપેલા રાહુલના નિવેદન સામે ફરિયાદ નોંધાવી હતી.  તેમણે રાહુલ પર સાવરકરને લઈને ખોટા તથ્યોનો સંદર્ભ આપવાનો આરોપ લગાવ્યો છે.

rahul1
indiatoday.in

 

રાહુલે કહ્યું હતું કે સાવરકરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તેમણે અને તેમના કેટલાક મિત્રોએ મુસ્લિમ વ્યક્તિને માર મારવાથી ખુશ થવાનો દાવો કર્યો હતો. સાત્યકીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આવી કોઈ ઘટના બની નથી અને સાવરકરે આવું કંઈ લખ્યું નથી. ફરિયાદમાં રાહુલના આરોપને કાલ્પનિક, ખોટા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવવામાં આવ્યા છે. રાહુલે આ જ કેસમાં ચાલી રહેલા માનહાનિના દાવામાં આ સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં તેમણે સાવરકર અને ગોડસે સંબંધી હોવાનો દાવો કર્યો છે.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે

(ઉત્કર્ષ પટેલ) બાળકો અરીસા જેવા હોય છે જેમાં તમારું વ્યક્તિત્વ, વર્તન અને વિચારો પ્રતિબિંબિત થાય છે. તમે લોકો સાથે જે...
Opinion 
તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.