શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ

વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે ઉત્તર કેમ્પસ સ્થિત DUSUની અધ્યક્ષ ઓફિસમાં NSUI સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી, પરંતુ રાહુલ ગાંધીની આ મુલાકાત વિવાદોમાં ઘેરાઇ ચૂકી છે. દિલ્હી યુનિવર્સિટીએ તેને લઈને આપત્તિ દર્શાવી છે અને ફરી આવું ન કરવા સૂચના પણ આપી છે. દિલ્હી યુનિવર્સિટીનું કહેવું છે કે, આ પ્રકારે અચાનક રાહુલ ગાંધીનું આવવું સંસ્થાના પ્રોટોકોલનું ઉલ્લંઘન છે.

rahul
thehindu.com

 

યુનિવર્સિટીનું કહેવું છે કે, આ સંસ્થાગત પ્રોટોકોલનું ઉલ્લંઘન સાથે-સાથે વિદ્યાર્થીઓ અને પ્રશાસનના કામકાજમાં પણ વિક્ષેપ નાખ્યો છે. પ્રોક્ટર કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ બીજી વખત આ રીતે મુલાકાત લીધી છે. આ દરમિયાન, DUSU કાર્યાલયને સુરક્ષા ઘેરામાં લીધું હતું અને કોઈને પણ અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી. DUSU સચિવને પણ તેમની ઓફિસમાં ન જવા દેવામાં આવ્યા. દાવો તો એવો પણ છે કે કેટલાક વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર થયો છે. પરંતુ દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ શું છે?

શું હોય છે પ્રોટોકોલ?

પબ્લિક ડોમેનમાં દિલ્હી યુનિવર્સિટીના પ્રોટોકોલને લઈને કોઈ જાણકારી નથી. જે રીતે રાહુલ ગાંધી પર આરોપ લાગ્યા છે કે તેમણે પ્રોટોકોલનું પાલન કર્યું, તેનાથી એવી જાણકારી મળે છે કે તેના માટે સૌથી પહેલા યુનિવર્સિટીને થોડા દિવસો અગાઉથી જાણ કરવાની હોય છે કે કઈ તારીખે કયા મહેમાનો આવી રહ્યા છે અને તેઓ કયા કાર્યક્રમ માટે આવી રહ્યા છે. આ ઉપરાંત, તે ક્યાં-ક્યાં જશે, કોને-કોને મળશે અને તેમનો કાર્યક્રમ અંદાજે કેટલા સમયનો હશે.

DU
hindustantimes.com

 

આ પ્રોટોકોલનું પાલન એટલે કરવામાં આવે છે કે તેનાથી અતિથિની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. તેમના આવવાથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ ખલેલ ન પડે. કાર્યક્રમની વ્યવસ્થા કરી શકાય છે અને કોઈ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય, જેમ કે રાહુલ ગાંધીની અચાનક મુલાકાતથી આ બધુ જોવા મળ્યું હતું.

About The Author

Related Posts

Top News

અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી...
Gujarat 
અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.