- National
- જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીનું કર્યું હતું. તો હવે, સત્તા પક્ષ સાથે-સાથે વિપક્ષી દળો વચ્ચે જાતિગત વસ્તી ગણતરીનો શ્રેય લેવાની હોડ મચી ગઈ છે. સૌ પ્રથમ તો, ભાજપ પોતે શ્રેય લેવાના ચક્કરમાં રાહુલ ગાંધીને જ જાતિ વસ્તી ગણતરીના વિરોધી સાબિત કરવામાં લાગી છે, પરંતુ રાહુલ ગાંધીનો એવો પણ દાવો છે કે, ભાજપ સરકારે કોંગ્રેસના અભિયાનના દબાણમાં જ દેશમાં જાતિ વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. એ વાત સાચી છે કે, રાહુલ ગાંધી 2023ની વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં આવવા પર જાતિગત વસ્તી ગણતરી માટે જોરશોરથી અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારની વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસ સાથે-સાથે RJD અને સમાજવાદી જેવી પાર્ટી જેવી પાર્ટીઓના માધ્યમાંથી સંસદના સ્પેશિયલ સેશનમાં સત્રમાં રજૂ કરાયેલા મહિલા અનામત બિલ દરમિયાન આ માગ કરવામાં આવી હતી. અને પછી કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં જાતિ વસ્તી ગણતરીને લઈને પ્રસ્તાવ પણ પાસ થયો હતો. બાદમાં, બિહાર સરકારે જાતિગત વસ્તી ગણતરી કરાવી અને સર્વેના આંકડા પણ જાહેર કર્યા. બિહાર વિધાનસભામાં પણ અનામત સીમા વધારવાનો પ્રસ્તાવ પાસ થયો, જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારને જાતિ વસ્તી ગણતરીની સમય-સીમા અને પ્રક્રિયા સાથે-સાથે ટાઈમલાઇનની તસવીર પણ સ્પષ્ટ કરવા કહ્યું છે અને માગ કરી છે કે અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવા માટે ઉપાય કરવામાં આવે. 2025ના પહેલા પ્રવાસમાં જ રાહુલ ગાંધીએ બિહારની જાતિ વસ્તી ગણતરીને નકલી ગણાવી નાખી હતી. હકીકતમાં, રાહુલ ગાંધીએ તેજસ્વી યાદવના દાવાને કાઉન્ટર કરવા માટે આમ કહ્યું હતું. કેમ કે તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રીની પોતાની અગાઉના ઇનિંગની ઉપલબ્ધિઓમાં જાતિ સર્વેને જોરશોરથી પ્રોજેકટ કરી રહ્યા હતા. અને હવે રાહુલ ગાંધી જાતિગત વસ્તી ગણતરી માટે તેલંગાણા મોડલને આગળ વધારી રહ્યા છે.

કેન્દ્ર સરકારને પણ સલાહ આપી રહ્યા છે કે તેઓ તેને બ્લૂ પ્રિન્ટની જેમ ઉપયોગ કરી શકે છે. બિહારના જાતિ સર્વેને નકલી બતાવ્યા બાદ, માત્ર તેલંગાણા મોડલને આગળ વધારવાનો અર્થ એજ છે કે જાતિય રાજનીતિમાં, તેજસ્વી યાદવ જ રાહુલ ગાંધીના નિશાના પર છે. સ્વાભાવિક છે કે, આગામી દિવસોમાં આ ફોર્મ્યૂલા હેઠળ અખિલેશ યાદવ પણ હશે. કોંગ્રેસે આ વખતે, અત્યાર સુધી તેજસ્વી યાદવને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે મંજૂરી પણ આપી નથી. અને હવે જાતિ વસ્તી ગણતરીના માધ્યમાંથી કોંગ્રેસ તરફથી તેજસ્વી યાદવ સામે નવો પડકાર રજૂ કરી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધી કહે છે કે, દેશમાં જાતિગત વસ્તી ગણતરી માટે 2 મોડેલ છે. એક બિહાર મોડલ છે, તો બીજું તેલંગાણા મોડલ છે અને રાહુલ ગાંધીના મતે, બંને મોડલોમાં તેલંગાણા મોડલ આદર્શ છે.
તેલંગાણામાં વસ્તી ગણતરી પદ્ધતિ નોકરિશાહોએ બનાવી નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયા જનતા વચ્ચે જઈને પૂરી કરવામાં આવી. અમે ઈચ્છીએ છીએ કે રાષ્ટ્રીય સ્તર પર થનારી જાતિ વસ્તી ગણતરીમાં તેલંગાણા મોડલની કેટલીક રીતો અને પ્રક્રિયા અપનાવવામાં આવે. હવે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેલંગાણાની કોંગ્રેસ સરકાર રાષ્ટ્રીય સ્તર પર મદદ કરવા માટે તૈયાર છે, અને ઇચ્છે છે કે તેલંગાણા સરકારે અજમાવેલી રીતોનું રાષ્ટ્રીય સ્તર પર જાતિય વસ્તી ગણતરી કરાવવામાં મદદ મળી શકે. રાહુલનું કહેવું છે કે, કોંગ્રેસ સંવિધાનની કલામ 15(5) હેઠળ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થાને લઈને પહેલાથી જ હાલના કાયદાને લાગૂ કરવા માટે સરકાર પર દબાણ બનાવશે. કોંગ્રેસ નેતાના તેવર તો એજ ઈશારો કરે છે કે તેજસ્વી યાદવ અને લાલુ યાદવને કોંગ્રેસનું આ સ્ટેન્ડ બિલકુલ પસંદ નહીં આવે. અને જો આમ થશે, તો નિશ્ચિત રૂપે ટકરાવ વધશે અને તેનું પરિણામ પણ નુકસાનકારક સાબિત થશે.

બિહારમાં જાતિ સર્વેનો શ્રેય લેનારા તેજસ્વી યાદવે કેન્દ્રની ભાજપ સરકારના નિર્ણયને પોતાની જીત ગણાવી દીધી છે. તેઓ કહે છે કે, આ અમારી 30 વર્ષ જૂની માગ હતી. આ અમારી, સમાજવાદીઓ અને લાલુ યાદવની જીત છે. અગાઉ, બિહારના બધી પાર્ટીઓએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી, પરંતુ અમારી માગણીને અસ્વીકાર કરવામાં આવી હતી, પરંતુ એ અમારી તાકત છે કે તેમને હવે અમારા એજન્ડા પર કામ કરવાનું છે. તેજસ્વી યાદવે જાતિ વસ્તી ગણતરીનો શ્રેય માત્ર પોતાના પિતા અને RJD નેતા હોવાને કારણે આપ્યો નથી, એ લાલુ યાદવ જ છે, જેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે જો જાતિ વસ્તી ગણતરી ન કરાવી તો પછાત વર્ગના લોકો રાષ્ટ્રીય વસ્તી ગણતરીનો બહિષ્કાર કરશે. લાલુ યાદવ કહી રહ્યા છે કે, જાતિગત વસ્તી ગણતરીની માગણી કરવા પર, અમને જાતિવાદી કહેનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે. હજુ ઘણું બધુ બાકી છે. સંઘીઓને અમે અમારા એજન્ડા પર નચાવતા રહીશું.
લાલુ યાદવનું કહેવું છે કે, સમાજવાદી લોકો જે 30 વર્ષ અગાઉ વિચારે છે, બાકી લોકો તેને દાયકાઓ બાદ ફોલો કરે છે. તેમાં કોઈ શંકા નથી કે, રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્તર પર જાતિ વસ્તી ગણતરીના પક્ષમાં અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ બિહારમાં જ તેનો પાયો મજબૂત થયો છે. તે પણ તેજસ્વી યાદવના પ્રયાસોને કારણે. બિહારમાં કોંગ્રેસ હંમેશાં RJDની સહયોગીની ભૂમિકામાં રહી છે અને જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર જ તેજસ્વી યાદવે નીતિશ કુમારને NDA છોડીને મહાગઠબંધન સાથે સરકાર બનાવવા માટે રાજી કર્યા હતા અને જાતિ વસ્તી ગણતરી પણ કરાવડાવી હતી. જોકે પાછળથી નીતિશ કુમાર ભાજપ સાથે જતા રહ્યા, જેમાં કોંગ્રેસની પણ મોટી ભૂમિકા માનવમાં આવી.