- National
- શું BJP રાજસ્થાનના CMને બદલવાની યોજના બનાવી રહ્યું છે? સાંસદે આપ્યો જવાબ
શું BJP રાજસ્થાનના CMને બદલવાની યોજના બનાવી રહ્યું છે? સાંસદે આપ્યો જવાબ
રાજસ્થાનમાં 2023ની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય પછી, BJPએ ભૂતપૂર્વ CM વસુંધરા રાજે સિંધિયાને બદલે ભજનલાલ શર્માને CM પદ સોંપ્યું. ત્યારપછી થયેલી લોકસભા ચૂંટણીમાં BJPને મળેલા પરાજય પછી, CM ભજનલાલ શર્માની કાર્યક્ષમતા અને કાર્યશૈલી પર પ્રશ્નો ઉભા થયા હતા. વિરોધ પક્ષ કોંગ્રેસ ખુલ્લેઆમ દાવો કરી રહી હતી કે, ટૂંક સમયમાં BJP હાઇકમાન્ડ CM ભજનલાલ શર્માને CM પદ પરથી દૂર કરશે. આ અંગે, હવે BJPના નેતા અને રાજ્ય પ્રભારી રાધામોહન દાસ અગ્રવાલે પ્રતિક્રિયા આપી છે.
હકીકતમાં, ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે જોધપુરમાં કહ્યું હતું કે, તેમની પોતાની પાર્ટીના લોકો CM વિરુદ્ધ જોડાયેલા છે. દિલ્હીમાં પણ અને રાજસ્થાનની અંદર પણ બંને જગ્યાએ. અશોક ગેહલોતે કહ્યું હતું કે, તેમને દૂર કરવા માટે ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે. તેઓ સમજી રહ્યા નથી અને અમે વારંવાર સમજાવી રહ્યા છીએ. યુવાનોને તક મળી છે. પહેલીવાર ધારાસભ્ય બન્યા અને CM બનવું કેટલી મોટી વાત છે. તેને જાળવી રાખો, વારંવાર બદલાવાનો શું ફાયદો?
અશોક ગેહલોતના નિવેદન અને રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકારણ પર, BJPના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલે કહ્યું, 'અમે દરરોજ CM નથી બદલતા. પરિવર્તન ફક્ત ચૂંટણીના આધારે જ થાય છે. આજે અમારા CM ભજનલાલ શર્મા છે, કાલે પણ તે જ રહેશે. અમે દરરોજ CM નથી બદલતા.'
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ, રાધા મોહન દાસે કહ્યું કે, અમે કોઈપણ વિરોધી જૂથને કંઈપણ કહેવાની તક આપતા નથી. વિદ્યાર્થી કેવી રીતે જાણી શકે કે તેણે સારો અભ્યાસ કર્યો છે કે નહીં, આપણે ડોક્ટર વિશે કેવી રીતે જાણી શકીએ કે તે સારો ડૉક્ટર છે, આપણે કેવી રીતે જાણી શકીએ કે, ન્યાયાધીશે સારો નિર્ણય આપ્યો છે. તેવી જ રીતે, રાજકારણમાં પણ મૂલ્યાંકન થાય છે. તેમાં કોઈ પણ વ્યક્તિ હોય શકે.
પક્ષની કાર્યપદ્ધતિ અંગે, BJPના નેતા રાધા મોહન દાસ અગ્રવાલે કહ્યું છે કે, સંગઠનમાં, નેતાઓનું મૂલ્યાંકન પણ તેમના કાર્યના આધારે કરવામાં આવે છે. અમે કંઈ મૂલ્યાંકનથી ઉપર નથી. આ પહેલા, અગ્રવાલે જિલ્લા સંગઠન અને જનપ્રતિનિધિઓની બેઠક યોજી હતી અને તેમને એકતાનો પાઠ શીખવ્યો હતો. કોંગ્રેસના કાર્યકાળમાં સરપંચ અને જિલ્લા પરિષદના સભ્યો ધારાસભ્યો કરતાં વધુ બોલતા હોય છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડોટાસરાના આ નિવેદનનો વિરોધ કરતા BJPના પ્રદેશ પ્રભારીએ કહ્યું કે, ડોટાસરાની નોંધ કોણ લે છે. જો ડોટાસરા એટલા સક્ષમ હોત તો તેઓ સાતેય પેટાચૂંટણીઓ જીતી શક્યા હોત, ડોટાસરા ફક્ત કાગળ પર જ પ્રમુખ છે.

