- Loksabha Election 2024
- ઠાકરે કહે- BJP નહીં MVAથી ચૂંટણી લડશે ગડકરી? નીતિન ગડકરીએ જુઓ શું કહ્યું
ઠાકરે કહે- BJP નહીં MVAથી ચૂંટણી લડશે ગડકરી? નીતિન ગડકરીએ જુઓ શું કહ્યું

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મહાવિકાસ અઘાડી (MVA)ના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડવાના નિમંત્રણને ઠુકરાવી દીધું છે. તેમણે તેને અપરિપક્વ અને હાસ્યાસ્પદ કરાર આપતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની એક પ્રણાલી છે. ઠાકરેના એક હાલના નિવેદનના સંદર્ભમાં પૂછવામાં આવતા નીતિન ગડકરીએ કહ્યું કે, શિવસેના નેતાએ ભાજપના નેતાઓ બાબતે ચિંતા કરવાની જરૂરિયાત નથી.
ઉદ્ધવ ઠાકરેએ ગયા અઠવાડિયે એક રેલીમાં કહ્યું હતું કે, નીતિન ગડકરીએ મહારાષ્ટ્રની ક્ષમતા દેખાડવી જોઈએ અને દિલ્હી સામે ઝૂકવાની જગ્યાએ રાજીનામું આપી દેવું જોઈએ. અમે MVAના ઉમેદવારના રૂપમાં તેમની જીત સુનિશ્ચિત કરીશું. નીતિન ગડકરીએ કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેનું સૂચન અપરિપક્વ અને હાસ્યાસ્પદ છે. ભાજપમાં ઉમેદવારોને ટિકિટ આપવાની એક વ્યવસ્થા છે. ઠાકરેનું સૂચન આગામી લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં ટિકિટ વિતરણ પર ભાજપની ચર્ચાથી ખૂબ પહેલા આવ્યું છે.
તેમણે દ્વારકા એક્સપ્રેસ-વેના 19 કિલોમીટર લાંબા હરિયાણા ખંડને જનતા માટે ખોલવા માટે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાતો કહી. ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભાજપ નીત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ને લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ સીટો મળશે. તેમણે દ્વારકા એક્સપ્રેસ-વેને અત્યાધુનિક પરિયોજના કરાર આપ્યો. તેમણે કહ્યું કે, સરકારે દ્વારકા એક્સપ્રેસવેના કોન્ટ્રાક્ટ આપવામાં અનુમાનની તુલનામાં નિર્માણ ખર્ચમાં 20 ટકાની બચત કરી છે.
નીતિન ગડકરીએ કહ્યું કે, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રોડ, હાઇવે અને એક્સપ્રેસ વેના નિર્માણ માટે 65 હજાર કરોડની પરિયોજનાઓ છે. તેમાંથી 35,000 કરોડ રૂપિયાની પરિયોજનાઓ પૂરી થઈ ચૂકી છે અને બાકી ડિસેમ્બર સુધી પૂરી થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સપ્રેસ વે'ના 19 કિલોમીટર લાંબા હરિયાણા ખંડનું ઉદ્વઘાટન કર્યું હતું. તેમાં નેશનલ હાઇવે-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે વાહનવ્યવહારમાં સુધાર થશે અને ભીડ પણ ઓછી થશે. તેનાથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં આર્થિક ગતિવિધિઓને પણ પ્રોત્સાહન મળવાનું અનુમાન છે. દ્વારકા એક્સપ્રેસ-વેની કુલ લંબાઈ 29 કિલોમીટર છે, જેમાંથી 18.9 કિલોમીટર હરિયાણા, જ્યારે બાકી 10.1 કિલોમીટર દિલ્હીમાં છે.