નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. શિવસેના UBT જૂની ફરિયાદો ભૂલીને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે હાથ મિલાવવા માટે ઘણી ઉતાવળી થઇ હોય એમ લાગે છે. પરંતુ પોતાના હઠીલા અને આક્રમક વલણ માટે કુખ્યાત રાજ ઠાકરેએ પોતાના મોટા ભાઈ સાથે હાથ મિલાવવા માટે એક અનોખી શરત મૂકી છે.

Thackeray-Brothers2
aajtak.in

મનસે નેતા પ્રકાશ મહાજને આ શરત વ્યક્ત કરતા કહ્યું કે, જો ઉદ્ધવ ઠાકરેને રાજ ઠાકરે સાથે આવવું હોય અને હાથ મિલાવવા હોય તો તેમણે ગંભીરતા બતાવવી પડશે. શિવસેના UBT સાથે વાતચીત માટે આદિત્ય ઠાકરેને રાજ ઠાકરે સાહેબને મળવું જોઈએ. તેઓ બીજા કે ત્રીજા સ્તરના કોઈ પણ નેતાને આગળ રાખીને ગઠબંધન વિશે વાત કરી શકતા નથી.

મનસે નેતા પ્રકાશ મહાજને કહ્યું કે, જો ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ને રાજ ઠાકરેની મનસે સાથે જોડાણ કરવું પડે છે, તો તેમણે વાતચીત માટે ઉચ્ચ કક્ષાના નેતાને મોકલવો પડશે. જો ઉદ્ધવ ઠાકરે બીજા સ્તરના નેતાને વાતચીત કરવા માટે મોકલે છે, તો રાજ ઠાકરે પણ તે જ પ્રકારના નેતાને વાતચીત માટે મોકલશે.

Thackeray-Brothers1
satyahindi.com

મનસે નેતા પ્રકાશ મહાજને કહ્યું કે, આદિત્ય ઠાકરેએ વાતચીત માટે આગળ આવવું પડશે અને રાજ ઠાકરેના વિચારને સમજવું પડશે. જો આદિત્ય ઠાકરે વાતચીત માટે આવશે તો ગંભીરતા બની રહેશે. આદિત્ય ઠાકરે શિવસેના UBT પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર છે. તેઓ મહારાષ્ટ્રમાં આઘાડી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. આદિત્ય ઠાકરેએ સંકેત આપ્યો હતો કે અમે મહારાષ્ટ્રમાં મરાઠા હિતોનું રક્ષણ કરવા માટે સાથે આવવા તૈયાર છીએ. જ્યારે, ભૂતપૂર્વ CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ નાના ઝઘડાઓને પાછળ છોડીને આગળ વધવા માટે તૈયાર છે, જો કે મહારાષ્ટ્રના હિત વિરુદ્ધ કામ કરનારાઓને પ્રાધાન્ય આપવામાં ન આવે.

Thackeray-Brothers
prabhatkhabar.com

પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના આ પ્રકારના નિવેદનોએ એવી અટકળોને વેગ આપ્યો હતો કે બંને ભાઈઓ પાછા સાથે આવવા માંગે છે. તેમના નિવેદનો એવું દર્શાવે છે કે તેઓ 'નાના મુદ્દાઓ'ને અવગણી શકે છે અને લગભગ 20 વર્ષની કડવાશભરી અલગતા પછી હાથ મિલાવી શકે છે.

Related Posts

Top News

11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

EDએ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાજર્શીટ દાખલ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા...
National 
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટ્સમેન જો રૂટ હાલમાં રન અને સદીઓનો વરસાદ કરી રહ્યો છે. જો રૂટે અત્યાર સુધીમાં 157 ટેસ્ટ...
Sports 
સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
National 
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.