- Loksabha Election 2024
- AAP-કોંગ્રેસ ગઠબંધન પર સંદીપ દીક્ષિત કહે છે BJPનો શું વાંધો છે અમે...
AAP-કોંગ્રેસ ગઠબંધન પર સંદીપ દીક્ષિત કહે છે BJPનો શું વાંધો છે અમે...

શનિવારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દિલ્હી, હરિયાણા, ગુજરાત અને ચંદીગઢમાં સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેના કારણે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. BJP કોંગ્રેસ અને AAPને ઘેરવામાં વ્યસ્ત છે. જેના પર કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, મને એ સમજાતું નથી કે કોંગ્રેસ અને AAPના ગઠબંધનના કારણે BJPને શું મુશ્કેલી પડી રહી છે.
કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે વધુમાં કહ્યું કે, બિહારમાં BJPના વિજેતા ધારાસભ્યો CM નીતિશ કુમારને ગાળો આપતા હતા અને અપશબ્દોનો ઉપયોગ કરતા હતા, આજે તમે તેમની બાજુમાં બેઠા છો. પંજાબમાં BJPનું શિરોમણિ અકાલી દળ સાથે ગઠબંધન હતું, પરંતુ જ્યારે તેઓ અલગ થયા ત્યારે તમે તેમના પરિવારવાદની વાત કરવા લાગ્યા. હવે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે તમે ફરી એકબીજા સાથે વાત કરી રહ્યા છો. તમે પોતે પણ તમારી તરફ એક નજર તો નાખો. તેમણે કહ્યું કે, જેમના પોતાના ઘર કાચના બનેલા છે તેમણે બીજા પર પથ્થર ન ફેંકવા જોઈએ. દરેક વસ્તુ તો BJP ખુદ પેદા કરતી હોય છે. જેમણે તમામ પક્ષોનો ફક્ત ઉપયોગ જ કર્યો હતો.
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે, જ્યાં સુધી અણ્ણા આંદોલનની વાત છે. અણ્ણા આંદોલનમાં BJP AAPની સાથે ઉભી હતી. કોંગ્રેસે દાવો કર્યો કે, બધા જાણે છે કે, RSS અને BJPએ આને (AAPને) ફંડ આપ્યું હતું. વિવેકાનંદ ઈન્ટરનેશનલની પણ કથિત રીતે આમાં સંડોવણી હતી. તો પછી BJP બીજાને શા માટે શિખામણ આપે છે? તેમણે કહ્યું કે BJPએ તમામ લોકતાંત્રિક સંસ્થાઓને ખતમ કરી દીધી છે, તેનાથી લોકોના હાથમાં માત્ર એક, વોટ આપવાનું જ રહી જાય છે, પરંતુ લોકોને પણ એમાં શંકા છે કે, આ સિસ્ટમ પણ સારી રીતે કામ કરી રહી છે કે કેમ.
અહીં તમને જણાવી દઈએ કે, 'ઇન્ડિયા એલાયન્સ'માં સામેલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દિલ્હી, હરિયાણા, ગુજરાત અને ચંદીગઢમાં સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સાથે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ અને AAP વચ્ચે પણ બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. જેના કારણે BJPના નેતાઓએ કોંગ્રેસ અને AAPને ઘેરવાનું શરૂ કરી દીધું છે.