પ્રૂફરીડર કોને કહેવાય?

લેખક, કટારલેખક, તંત્રી કે ઉપતંત્રી માટે ઑથર, કૉલમિસ્ટ, એડિટર કે સબએડિટર જેવા શબ્દો સામાન્યતઃ ગુજરાતી લેખનમાં વપરાતા નથી પરંતુ જો આવા અંગ્રેજી શબ્દો વપરાય તો તે માટે પ્રથમ વાંધો કાઢનારા પ્રૂફરીડર માટે હજી પણ પ્રૂફરીડર શબ્દ જ ગુજરાતી લેખનમાં વપરાય છે. પ્રૂફરીડર એ પત્રકારત્વ કે પુસ્તક પ્રકાશનનો એક અનોખો જીવ છે. પ્રૂફરીડરનું આ અનોખાપણું ઘણા તંત્રીઓ સ્વીકારતા આવ્યા છે. માત્ર યશવંત દોશીને આ બાબતમાં વાંકું પડ્યું તેમાં પ્રૂફરીડરોનું સમકાલીનમંડળ લેવાદેવા વગર મારા ઉપર વરસી પડ્યું.

ખેર, ‘વ્યાપાર’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હી.ઝ. ગિલાણી અને ‘જન્મભૂમિ’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. મોહનલાલ મહેતા પ્રૂફરીડરોનો આદર કરતા હતા. ગિલાણી વ્યાપારના દિવાળી અંક માટે તંત્રીલેખ લખતા ત્યારે સૌપ્રથમ તેઓ એ લેખ તેમના સહાયક તંત્રીને નહીં પણ પ્રૂફરીડરને મૂલ્યાંકન માટે તેમ જ હકીકતદોષ શોધવા માટે વાંચવા આપતા.

હું 1967થી 1977 સુધી જન્મભૂમિ જૂથમાં તંત્રી રહ્યો ત્યારે મારા કરતાં સાહિત્યનું વધુ જ્ઞાન ધરાવનાર પ્રૂફરીડરો એ સંસ્થામાં હતા. પત્રકારત્વના તમામ ક્ષેત્રનાં ધોરણ કથળ્યાં છે પણ હજી પ્રૂફરીડિંગનું ધોરણ મહદંશે જળવાયું છે. જન્મભૂમિના હાલના ન્યૂઝ એડિટર વ્રજલાલ વસાણી એક જમાનામાં પ્રૂફરીડર હતા. 1967માં હું મલેશિયાથી મુંબઈ આવ્યો ત્યારે ગણ્યાંગાંઠ્યા જૂના કાટલાં જેવા લેખકો જોડણી અને વ્યાકરણ ઉપર ખૂબ ધ્યાન આપતા. આ બધા પોતાની જ મોજ ખાતર લખતા.

મેં વાચકને ધ્યાનમાં લઈને જે હાથમાં આવે તે લખવાનું શરૂ કર્યું અને મારે એ જથ્થાબંધ રીતે શરૂ કરવું પડ્યું. એ વખતે સૌથી મોટો સધિયારો કે સહકાર જન્મભૂમિના પ્રૂફરીડરોનો હતો. બુલેટની ઝડપે લખાયેલા લેખોના વ્યાકરણ કે જોડણીના દોષો પ્રૂફરીડરો સુધારી લેતા. આવી સ્પીડ માટે હું હંમેશાં પ્રૂફરીડરોનો જ ઋણી રહ્યો છું.

Related Posts

Top News

શેરબજારમાં ટ્રેડ કરવાનો સમય બદલાયો

ભારતીય શેરબજારના સમયમાં ફેરફાર થયો છે. આ ફેરફાર સોમવાર (3 ઓગસ્ટ, 2026)થી અમલમાં આવશે. બજાર નિયમનકાર SEBI...
Business 
શેરબજારમાં ટ્રેડ કરવાનો સમય બદલાયો

શું મધ્ય પ્રદેશમાં ભાજપના નેતાની નારાજગી ભાજપને જ ભારે પડી, કોંગ્રેસની 6 હજાર મતથી જીત

મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા બેઠક માટે થયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ચૂંટણી હારી...
National 
શું મધ્ય પ્રદેશમાં ભાજપના નેતાની નારાજગી ભાજપને જ ભારે પડી, કોંગ્રેસની 6 હજાર મતથી જીત

બાંકીપુરની હાર ભાજપ માટે કેમ સૌથી મોટો ઝટકો છે? પ્રશાંત કિશોરની જીતથી બિહારમાં શું બદલાવ આવશે?

અત્યાર સુધી, બિહાર વિધાનસભામાં 3 ધારાસભ્યો હતા જેઓ પોતપોતાના પક્ષોના એકમાત્ર પ્રતિનિધિ હતા. હવે, પ્રશાંત કિશોરનું નામ તેમાં...
Politics 
બાંકીપુરની હાર ભાજપ માટે કેમ સૌથી મોટો ઝટકો છે? પ્રશાંત કિશોરની જીતથી બિહારમાં શું બદલાવ આવશે?

એવોર ઇલેક્ટ્રિકે EX લોન્ચ કરી, કિંમત રૂ. 1,24,999થી શરૂ

અમદાવાદ (ગુજરાત) [ભારત], 31 જુલાઈ: સમર્થ ઇ-મોબિલિટીના ગૃહની ભારતની સ્વદેશી ટેકનોલોજી-પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઉત્પાદક એવોર ઇલેક્ટ્રિકે આજે તેની પ્રથમ ઇલેક્ટ્રિક...
Gujarat 
એવોર ઇલેક્ટ્રિકે EX લોન્ચ કરી,  કિંમત રૂ. 1,24,999થી શરૂ
Copyright (c) Khabarchhe All Rights Reserved.