મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. બુધવારે સવારે 8:45 વાગ્યે મહારાષ્ટ્રના બારામતીમાં આ દુર્ઘટનામાં થયો હતો. વિમાનમાં સવાર 5 લોકોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. અજિત પવાર બારામતીમાં જાહેર સભામાં જઈ રહ્યા હતા. વિમાન બારામતીમાં લેન્ડ કરી રહ્યું હતું.
આ દુર્ઘટનામાં વિમાન પૂરી રીતે બળીને રાખ થઈ ગયું હતું. અહેવાલો અનુસાર, આ અજિત પવારનું ખાનગી વિમાન હતું. વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે.
https://twitter.com/mrkaindaluk07/status/2016375676006498734?s=20
અકસ્માત કેવી રીતે થયો?
વિમાનમાં 5 લોકો સવાર હતા. લો વિઝિબિલિટીને કારણે આ ઘટના બની હતી. આ અકસ્માત ભયાનક હતો. દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. અજિત પવાર આજે સવારે એક સ્પેશિયલ ફ્લાઇટમાં મુંબઈથી બારામતી જવા રવાના થયા હતા. જિલ્લા પરિષદની ચૂંટણી માટે બારામતીમાં પ્રચાર રેલીઓ આયોજિત કરવામાં આવી રહી હતી. બારામતી તાલુકામાં વિવિધ જિલ્લા પરિષદ મતવિસ્તારોમાં આજે 4 જિલ્લા પરિષદની રેલીઓ હતી.
https://twitter.com/Vtxt21/status/2016378088633074015?s=20
વિમાનમાં કોણ-કોણ સવાર હતું?
વિમાનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, બે અન્ય લોકો (એક PSO અને એક સહાયક) અને 2 ક્રૂ સભ્યો (PIC + FO) સાથે હતા. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ બચી શકી નથી. વિમાનમાં અજિત પવાર સાથે તેમના સુરક્ષા કર્મચારીઓ અને સહાયકો હતા. ઘટનાસ્થળે અજિત પવારના ઘણા કાર્યકરો અને નજીકના સાથીઓ પણ ઉપસ્થિત હતા.
https://twitter.com/BasramHingwaaA/status/2016370034147496390?s=20
કાકા શરદ પવાર પાસેથી શીખી રાજનીતિની ABCD
અજિત પવારે તેમના કાકા શરદ પવાર પાસેથી રાજકારણની મૂળભૂત બાબતો શીખી. તેઓ છેલ્લા 4 દાયકાથી મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્ત્વનો ચહેરો રહ્યા છે. અજિત રાજ્યના આઠમા નાયબ મુખ્યમંત્રી હતા અને વિવિધ સરકારોમાં મંત્રી તરીકે કામ આકરી ચૂક્યા હતા.
પોતાના સમર્થકો વચ્ચે દાદા તરીકે જાણીતા અજિત પવારે 1980ના દાયકામાં તેમના કાકા શરદના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 1991માં બારામતી લોકસભા બેઠક જીતીને પ્રથમ ચૂંટણી સફળતા મેળવી. જોકે, તેમણે થોડા સમય બાદ જ પોતાના કાકા માટે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ શરદ પવાર અહીથી પેટાચૂંટણી જીતી ગયા અને પી.વી. નરસિંહ રાવની તત્કાલીન કેન્દ્ર સરકારમાં રક્ષા મંત્રી બન્યા.
તે જ વર્ષે, અજિત પવારે તેમના પરિવારના ગઢ બારામતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેમણે 7 વખત આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે 2019ની વિધાનસભા ચૂંટણીમાં 1.65 લાખથી વધુ મતોના માર્જિનથી જીત મેળવી હતી. જ્યારે 2024ની વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવાર 1.16 લાખથી વધુ મતથી જીત્યા હતા.

