કોની હાલત હરિયાણા જેવી થશે? મહારાષ્ટ્રમાં 150 બળવાખોર વધારી રહ્યા છે પડકાર

મહારાષ્ટ્રમાં હરિયાણાનો ખૂબ ઉલ્લેખ થઈ રહ્યો છે. મહાવિકાસ અઘાડી (MVA)ને લોકસભાની ચૂંટણીમાં સારી જીત મળી હતી, પરંતુ ઉમેદવાર પસંદ કરવામાં જે પ્રકારે મતભેદ દેખાયા છે, તેનાથી એવી આશંકાઓ વધવા લાગી છે કે ક્યાંક હરિયાણા જેવી હાલત ન થઈ જાય કે અતિ-આત્મવિશ્વાસમાં નુકસાન ન થઈ જાય. માનવામાં આવે છે કે હરિયાણામાં એવું જ થયું હતું. કુમારી સેલજા અને ભુપિન્દર સિંહ હુડ્ડાના પરસ્પર ઝઘડાથી ખોટો સંદેશ ગયો અને પોતાના જ બળવાખોર એટલા ઊભા થઈ ગયા કે તેઓ ઘણી સીટો હારવાનું કારણ બની ગયા.

હવે એવો જ ડર મહારાષ્ટ્રમાં પણ છે, પરંતુ આ વખતે નુકસાન કોઈનું પણ થઈ શકે છે એટલે કે MVA અને મહાયુતિ બંને જ બળવાખોર અને પરસ્પર ઝઘડાથી પરેશાન છે. કાલે નૉમિનેશનનો અંતિમ દિવસ હતો. અત્યાર સુધી મળીને 150 બળવાખોર ઊભા થઈ ચૂક્યા છે, જે બંને જ ગઠબંધન માટે માથાનો દુઃખાવો બની શકે છે. હવે આ બળવાખોરોને રાજી કરવા માટે 6 દિવસનો સમય બચ્યો છે કેમ કે 4 નવેમ્બરે નોમિનેશન પરત ખેચવાની અંતિમ તારીખ છે. એટલે માનવામાં આવી રહ્યું છે કે એજ ગઠબંધન લીડ બનાવશે, જેના બળવાખોર ઓછા હશે.

હાલમાં કોઈ પણ ગઠબંધન આ પ્રકારના પ્રયાસોમાં સફળ થતું જોવા મળી રહ્યું નથી. ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ અને વિપક્ષી MVAનું કહેવું છે કે તેમણે બધી 288 સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. અત્યાર સુધી આવેલા આંકડા મુજબ MVAના 286 ઉમેદવારોએ નોમિનેશન દાખલ કર્યું છે. તેમાં 103 કોંગ્રેસના છે તો 96 ઉદ્ધવ સેનાના છે તો 87 ઉમેદવાર NCP SPના છે. હવે મહાયુતિની વાત કરીએ તો આ ગ્રુપથી કુલ 284 નામાંકન દાખલ થયા છે.

હવે મહાયુતિની વાત કરીએ તો 2 પાર્ટીઓ 5 સીટો પર સામસામે છે. એ સિવાય 2 સીટ પર ઉમેદવાર જ ન જાહેર કરી શકાયા. ભાજપને તેના કારણે પરેશાની થઈ રહી છે. બોરીવલી જેવી સીટ પર ગોપાલ શેટ્ટી બળવાખોર થઈને લડી રહ્યા છે, જ્યારે પાર્ટીએ સંજય ઉપાધ્યાયને ઉતાર્યા છે. એજ પ્રકારે નાંદગાંવ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે છગન ભુજબલના ભત્રીજા સમીરે નોમિનેશન ભર્યું છે. અહીથી પહેલા જ એકનાથ શિંદેની શિવસેના ઉમેદવાર ઉતારી ચૂકી છે અને ધારાસભ્ય સુહાસ કાંડે મેદાનમાં છે.

બંને જ ગઠબંધનના વરિષ્ઠ નેતા માને છે કે બળવાખોરોની ઉમેદવારી એક પડકાર રહેશે, છતા બંને તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમે બળવાખોરોને મનાવવામાં વ્યસ્ત છીએ.  ઉમેદવારી પરત ખેચવાની અંતિમ તારીખ 4 નવેમ્બર છે. ત્યારબાદ જ કહી શકાશે કે કયા ગઠબંધનને કેટલા નુકસાનની સંભાવના છે અને કેટલા બળવાખોર ઉતર્યા છે. નવાબ મલિક પણ શિવજીનગર સીટ પરથી ઉતરી ગયા છે, અહી પણ એક મુશ્કેલી છે. એ સિવાય ઉદ્ધવ સેના અને કોંગ્રેસના ઉમેદવાર પણ સોલાપુર વેસ્ટ સહિત ઘણી સીટો પર સામસામે છે.

About The Author

Related Posts

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.