ભારતીય બેંકોમાં મુકેલા પૈસા અમેરિકા કરતા વધુ સુરક્ષિત, જાણી લો નિયમ

અમેરિકામાં એક પછી એક મોટી બેંક નાદાર થઈ ગઈ છે. સરકાર એ બેંકોમાં પૈસા જમા કરાવનારા ડિપોઝિટર્સને એ વિશ્વાસ અપાવી રહી છે કે, તેમના પૈસા સુરક્ષિત છે અને તેમને તે પૈસા પાછા આપી દેવામાં આવશે પરંતુ, કેટલા સુરક્ષિત છે, નિયમાનુસાર જમા કરાવવામાં આવેલી કુલ રકમના કેટલા ટકા પૈસા પાછા મળશે? આજે અમે તમને જણાવીશું.

અમેરિકાની સરખામણીમાં બેંકોમાં મુકેલા પૈસા ભારતમાં વધુ સુરક્ષિત છે. ભારતમાં જો તમારા 100 રૂપિયા જમા છે તો બેંક ડૂબવાની સ્થિતિમાં તમને 98 રૂપિયા મળશે પરંતુ, અમેરિકામાં આ અમાઉન્ટ માત્ર 66 રૂપિયા છે. એટલે કે ભારતમાં જમા પૈસા 98% જ્યારે અમેરિકામાં મુકેલી અમાઉન્ટ 66% જ સુરક્ષિત છે. ભારતીય બેંકોમાં જમા રૂપિયા પર વીમા સુરક્ષા મળેલું હોય છે. આથી, બેંક ડૂબવાની સ્થિતિમાં જમા કરાવવામાં આવેલી રકમ પાછી મળી જાય છે. રેમન્ડ જેમ્સ એન્ડ એસોસિએટ્સના એક રિપોર્ટમાં તેની જાણકારી સામે આવી છે.

ભારતીય બેંકોમાં કેટલી સુરક્ષા?

ટોપ- 10 બેંક- 98%

ક્ષેત્રીય ગ્રામીણ બેંક- 82.9%

લોકલ એરિયા બેંક- 76.4%

કો-ઓપરેટિવ બેંક- 66.5%

SBIનો રિપોર્ટ જણાવી રહ્યો છે કે અમેરિકી બેંકમાં મુકેલા પૈસા કેટલા સેફ?

ટોપ- 10 બેંક- 38.4-66%

નાની બેંક- 30-45%

અમેરિકાની બેંકોમાં ત્યાંના સ્ટાર્ટઅપે પૈસા જમા કરાવ્યા હતા. આર્થિક અસ્થિરતા વચ્ચે સ્ટાર્ટઅપ્સે પૈસા કાઢવાના શરૂ કરી દીધા. બેંક પાસે પૈસા નહોતા. આથી તે બેંકોએ પોતાના ખરીદેલા બોન્ડ્સ વેચવા પડ્યા. બોન્ડને વેચવામાં આશરે 15000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયુ. બેંક જમા કરાવવામાં આવેલા પૈસામાંથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બોન્ડ ખરીદે છે. જેથી સમયની સાથે તેમને એ પૈસામાંથી કમાણી થઈ શકે. અમેરિકાની સરકારે બોન્ડ પર આપવામાં આવેલા વ્યાજ દરમાં મોંઘવારી અને મંદીના પગલે વ્યાજ દર ઓછાં કરી દીધા હતા, જેને કારણે બેંકોએ બોન્ડ વેચવામાં નુકસાન સહન કરવુ પડ્યું. ત્યારબાદ બેંકોએ 20000 કરોડની કેશ ઈશ્યૂ કરી. તેનાથી બજારમાં એવા સમાચાર ફેલાઇ ગયા કે બેંકો પાસે પૈસા નથી અને તેની અસર એ બેંકોના શેર પર પડી. જોતજોતામાં જ આ બેંક નાદાર જાહેર થઈ ગઈ. નાદાર થયેલી બેંકોના લિસ્ટમાં માત્ર એક બેંક નહીં પરંતુ, અત્યારસુધી અમેરિકાના બે અને યુરોપની સૌથી મોટી બેંક સુઈસ પણ સામેલ થઈ ચુકી છે.

About The Author

Top News

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશેની વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરિયાત પર ભાર...
National 
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-04-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. તમે તમારા અટકેલા કામને સંભાળી લેશો અને તેને જ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.