હડકાયા કૂતરાઓને કારણે 10 દિવસ શાળા બંધ કરવા આદેશ, ઓનલાઈન અભ્યાસ; લોકો ડંડો લઈને બહાર જાય છે!

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના નારાયણબગડમાં, હડકાયેલા કૂતરાઓના હુમલાને કારણે અત્યાર સુધીમાં 11 લોકો ઘાયલ થયા છે. બાળકોની સુરક્ષાને લઈને 10 શાળાઓ બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. આ શાળાઓના 600થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગોમાં હાજરી આપી રહ્યા છે. કૂતરાઓના ડરને કારણે, લોકો ઘરની બહાર નીકળતી વખતે હાથમાં ડંડાઓ લઈને નીકળી રહ્યા છે.

Stray Dogs Attack
livehindustan.com

ચમોલી કલેક્ટર ગૌરવ કુમારની સૂચના પર, મુખ્ય શિક્ષણ અધિકારી (DEO) આકાશ સારસ્વતે શાળાની રજાઓનો આદેશ બહાર પાડ્યો છે. શરૂઆતમાં, 20 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી 4 દિવસની રજા જાહેર કરવામાં આવી હતી, જે ત્યાર પછી ઘટાડીને 2 દિવસની કરવામાં આવી હતી.

Stray Dogs Attack
ndtv.in

વન વિભાગની ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) હડકાયેલા કૂતરાઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. 3 કૂતરાઓને પકડવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોનો દાવો છે કે એક હડકાયેલો કૂતરો અન્ય કૂતરાઓને કરડ્યો હતો, જેના કારણે વિસ્તારમાં ઘણા કૂતરાઓ આક્રમક બની ગયા હતા. આ દાવાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રવિવાર અને સોમવારે કૂતરાઓએ 3 લોકો પર હુમલો કર્યો હતો. મંગળવારે કૂતરાઓ સ્કૂલના બાળકો સહિત 4 લોકોને કરડ્યા હતા. બુધવારે 3 સ્કૂલના બાળકો સહિત 4 વધુ લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. ગઈકાલે ઘાયલ થયેલા લોકો, દીપાંશુ બિષ્ટ, માનવી, વૈષ્ણવી, મજૂર પ્રકાશ અને પાંતી ગામની રહેવાસી લક્ષ્મીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તે તમામને હડકવા વિરોધી ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.

Stray Dogs Attack
amarujala.com

ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)માં વન વિભાગના 5 કર્મચારીઓ, પશુપાલન વિભાગના 4 કર્મચારીઓ અને 4 તહેસીલ કર્મચારીઓનો સમાવેશ થાય છે. ટીમ સાથે 2થી 3 પોલીસ અધિકારીઓ પણ તૈનાત છે. SDM યાદવીર સિંહ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.

જાળની મદદથી કૂતરાઓને પકડવામાં આવી રહ્યા છે. પશુપાલન વિભાગે નારાયણબગડ પશુચિકિત્સા હોસ્પિટલમાં 2 કેમ્પ લગાવ્યા છે. પકડાયેલા કૂતરાઓને રસી આપવામાં આવી રહી છે. લોકોને તેમના કૂતરાઓને રસી આપવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

Stray Dogs Attack
amarujala.com

ચમોલી પશુચિકિત્સા અધિકારી દેવેન્દ્ર સિંહ બિષ્ટના જણાવ્યા અનુસાર, નારાયણબગડ વિસ્તારમાં અત્યાર સુધીમાં 22 કૂતરાઓને રસી આપવામાં આવી છે. 2 ગાય અને 1 વાછરડાને પણ રસી આપવામાં આવી છે.

ભારતમાં કદાચ આ બીજી વખત બન્યું હશે કે જ્યારે હિંસક કૂતરાઓના ત્રાસને કારણે શાળાઓ બંધ કરવામાં આવી હોય. અગાઉ, જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં, કૂતરાઓના ત્રાસને કારણે 8 પંચાયતોમાં શાળાઓ 1 દિવસ માટે બંધ રાખવી પડી હતી. જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે ત્યાં CRPFને પણ રસ્તાઓ પર ઉતરવું પડ્યું હતું.

About The Author

Top News

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

કાર્યકર તહસીન પૂનાવાલાએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસે તેમને શનિવારે જંતર-મંતર વિરોધ પ્રદર્શન કરવા જતા અટકાવ્યા હતા. પૂનાવાલાએ...
National 
ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ...
Education 
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.