ડ્રમવાળી 9 પાસ મુસ્કાન વકીલ બની પોતાનો કેસ લડવા માંગે છે, જેલમાં માંગી LLB અભ્યાસક્રમની માહિતી!

પતિની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરીને વાદળી ડ્રમમાં છુપાવનાર મુસ્કાન ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે કારણ અલગ છે. તે હવે વકીલ બનવાની અને પોતાનો કેસ પોતે લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહી છે. હવે તે LLBનો અભ્યાસ કરવા માંગે છે અને આ માટે તેણે જેલ પ્રશાસનને અભ્યાસક્રમ અને શિક્ષણ પ્રણાલી વિશે પણ ઔપચારિક રીતે માહિતી માંગી છે.

જેલ પ્રશાસન સાથેની વાતચીતમાં મુસ્કાને કહ્યું કે, હવે તેને લાગે છે કે કદાચ કોઈ વકીલ તેનો કેસ તે જે રીતે ઇચ્છે છે તે રીતે લડશે નહીં. તેથી જ તે કોર્ટમાં પોતાનો કેસ પોતે લડવા માંગે છે. જેલના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વીરેશ રાજ શર્માના જણાવ્યા અનુસાર, મુસ્કાને LLB અભ્યાસ વિશે માહિતી માંગી છે. જેલ પ્રશાસન આ વિનંતી પર વિચાર કરી રહ્યું છે કે, શું કેદીને આ સ્તરના ઉચ્ચ શિક્ષણની સુવિધા આપી શકાય.

Muskaan2
hindi.news18.com

મેરઠ જેલમાં IGNOU (ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી) દ્વારા હાઇ સ્કૂલ અને ઇન્ટરમીડિયેટ સુધીના શિક્ષણની જોગવાઈ પહેલાથી જ છે. પરંતુ જેલની અંદર LLB જેવો વ્યાવસાયિક અભ્યાસ કરાવવો એ એક નવો પડકાર છે. અધિકારીઓનું કહેવું છે કે, કાનૂની અને ટેકનિકલ પાસાઓથી તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેલ પ્રશાસનનું કહેવું છે કે, જો મુસ્કાન ખરેખર ગંભીરતાથી અભ્યાસ કરવા માંગે છે, તો તેણે પહેલા હાઇસ્કૂલ અને પછી ઇન્ટરમીડિયેટ પૂર્ણ કરવું પડશે, કારણ કે LLB અભ્યાસ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઇન્ટરમીડિયેટ છે.

મુસ્કાનના શિક્ષણ વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધી ફક્ત 9મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. આવી સ્થિતિમાં, જો તે વકીલ બનવા માંગે છે, તો તેણે લાંબી શૈક્ષણિક સફરમાંથી પસાર થવું પડશે. પહેલા હાઇસ્કૂલ, પછી ઇન્ટરમીડિયેટ અને પછી પાંચ વર્ષના LLB પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવો પડશે. આ માટે, તેણે ક્યાં તો IGNOU જેવી સંસ્થાઓમાંથી અભ્યાસ કરવો પડશે અથવા કોર્ટની ખાસ પરવાનગી લેવી પડશે.

Muskaan1
hindi.news18.com

ડૉ. વીરેશ રાજ શર્માએ જણાવ્યું કે, અત્યાર સુધી મુસ્કાનના પરિવારનો કોઈ સભ્ય તેને જેલમાં મળવા આવ્યો નથી. બીજી તરફ, સહ-આરોપી સાહિલના દાદી અને ભાઈ તેને મળ્યા છે. એટલું જ નહીં, સાહિલનો પરિવાર તેના માટે એક ખાનગી વકીલની પણ વ્યવસ્થા કરી રહ્યો છે, જ્યારે મુસ્કાન હાલમાં ફક્ત સરકારી વકીલ પર નિર્ભર છે.

અહીં તમને યાદ અપાવીએ કે, મુસ્કાન પર તેના પ્રેમી સાહિલની સાથે મળીને તેના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરવાનો આરોપ છે. આ કેસ ફક્ત મેરઠમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હેડલાઇન્સમાં હતો. તેના પતિની હત્યા કર્યા પછી, મુસ્કાને તેના શરીરને ટુકડા કરી વાદળી ડ્રમમાં છુપાવી દીધા હતા. આ પછી, તે સાહિલ સાથે શિમલા ગઈ હતી. બંને ડ્રગ્સ લેતા અને મજા કરતા હોવાના વીડિયો વાયરલ થયા હતા. હોળી પર તેમના ડાન્સનો વીડિયો પણ વાયરલ થયો હતો.

Muskaan
theindiadaily.com

આ સનસનાટીભર્યા કેસમાં બીજો મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે જેલમાં મુસ્કાનની તબીબી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે ગર્ભવતી છે. આ પછી, મુસ્કાનની સરકારી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી. અલ્ટ્રાસાઉન્ડ સહિત અનેક પરીક્ષણોથી પુષ્ટિ થઈ કે તે ગર્ભવતી છે.

Related Posts

Top News

જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

જગદીપ ધનખડે રાજ્યસભામાં 21 જુલાઇથી ચોમાસા સત્રની શરૂઆત થઇ એ જ દિવસે રાત્રે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપીને આખા દેશને ચોંકાવી...
Politics 
જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -29-7-2025વાર - મંગળવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ છઠઆજની રાશિ - કન્યા આજના ચોઘડિયાલાભ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
World 
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.