પહેલા પુત્ર, પછી ભાણેજ-ભત્રીજીનું કાસળ કાઢી નાખ્યું... બાળકોની સુંદરતા જોઈ ન શકનારી પૂનમની કહાની

હરિયાણાના પાણીપતમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસે પૂનમ નામની એક મહિલાની ધરપકડ કરી છે, જે ઈર્ષ્યા અને માનસિક બીમારીના વિકારને કારણે માસૂમ બાળકોની દુશ્મન બની ગઈ હતી. આરોપી પૂનમ અત્યાર સુધીમાં તેના પોતાના પુત્ર સહિત 4 બાળકોનો જીવ લઈ ચૂકી છે. આરોપી મહિલાએ પહેલા તેના પુત્ર, પછી તેની ભાણેજ અને ભત્રીજીનું કાસળ કાઢી નાખ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, તે ખાસ કરીને સુંદર અથવા આકર્ષક દેખાતા બાળકોને નિશાન બનાવતી હતી, દરેક વખતે તેમને ડૂબાડીને મારી નાખતી હતી.

1 ડિસેમ્બરના રોજ, નૌલથા ગામમાં એક લગ્ન દરમિયાન 6 વર્ષની બાળકી, વિધિ એક ટબમાં મૃત હાલતમાં મળી આવી હતી. છોકરીની ઊંચાઈ ટબ કરતા ખૂબ વધારે હતી, જેના કારણે અકસ્માત થવાની શક્યતા ખૂબ જ ઓછી હતી. બાથરૂમનો દરવાજો બહારથી બંધ જોવા મળ્યો હતો. આના કારણે પોલીસને આ મામલો શંકાસ્પદ લાગ્યો. CCTV ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે ઘટના સમયે બાથરૂમમાં માત્ર પૂનમ જ આવતી-જતી દેખાઇ રહી હતી. પરિવારની ફરિયાદ અને પૂછપરછ બાદ પૂનમ ભાંગી પડી અને તેણે કબૂલાત કરી કે તેણે અગાઉ પોતાના પુત્ર સહિત 3 બાળકોનો જીવ લઈ લીધો છે.

Female-'Psycho-Killer1
gulfnews.com

પાણીપતના પોલીસ અધિક્ષક ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે, પૂનમ માનસિક રીતે અસ્થિર હતી. સુંદર બાળકો જોઈને ઈર્ષ્યા થતી હતી. તેને લાગતું હતું તેના કરતા કે તેના બાળકો કરતા વધુ સુંદર કોઈ ન હોવું જોઈએ. આ ઈર્ષ્યામાં તે બાળકોને પાણીમાં ડૂબાડી દેતી હતી. પૂનમે પહેલા તેની નણંદની સુંદર પુત્રીને પાણીની ટાંકીમાં ડૂબાડી દીધી. શંકા ન જાય તે માટે તેણે થોડા સમય બાદ પોતાના પુત્રનો એ જ રીતે જીવ લઈ લીધો. પરિવારે બંને મૃત્યુને અકસ્માત ગણાવ્યા.

પૂનમે પિયરમાં તેની એક માસૂમ ભત્રીજીને પણ ડૂબાડીને મારી નાખી હતી. પરિવારે તેને પણ અકસ્માત ગણાવીને મામલો થાળે પાડી દીધો. દરેક વખતે તે એક જ પ્રકારની રીત અપનાવતી હતી, બાળકોને ડૂબાડીને અને પછી તેને અકસ્માત ગણાવીને નીકળી જવું. પોલીસના જણાવ્યા અનુસાર, ગુના બાદ મહિલાનું વર્તન અત્યંત વિચિત્ર બની હતું. તે ખુશી વ્યક્ત કરતી, જે સામાન્ય નહોતું. કસ્ટડીમાં તેણે જણાવ્યું કે, સુંદર અને ધ્યાન ખેંચનારા બાળકોને જોઈને અસહ્ય ઈર્ષ્યા થતી હતી.

Female-'Psycho-Killer
aajtak.in

CIA ટીમે માત્ર 36 કલાકમાં આખો કેસ ઉકેલી નાખ્યો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી પોતાના ગુનાઓ છુપાવવા માટે પોતાના બાળકની પણ હત્યા કરી શકતી હતી, જેનાથી કેસ વધુ સંવેદનશીલ થઈ ગયો. પૂનમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું તે માનસિક રીતે બીમાર હતી. હરિયાણામાં આ આખો મામલો સનસનાટીભર્યો બની ગયો છે, કારણ કે ઈર્ષ્યા અને માનસિક બીમારીને કારણે એક મહિલા દ્વારા સતત 4 બાળકોનો જીવ લઈ લેવા અત્યંત દુર્લભ અને ભયાનક છે.

About The Author

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.