- National
- 10 વર્ષ પછી પિયરથી આવેલી પત્નીએ પતિ પર ગુસ્સો ઉતાર્યો
10 વર્ષ પછી પિયરથી આવેલી પત્નીએ પતિ પર ગુસ્સો ઉતાર્યો
ઝાંસીના ઉલદન પોલીસ સ્ટેશન વિસ્તારમાં, 10 વર્ષ પછી સાસરિયાના ઘરે પાછી આવેલી એક મહિલાએ બકરાની બલી આપવાના બહાને તેના પતિ સાથે ઝઘડો કર્યો અને તેને ખુબ માર માર્યો. આ વિવાદ મિલકતના વિભાજન સુધી પહોંચ્યો. પતિએ પત્ની પર ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો. પોલીસે બંને પક્ષોની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે.
ઉત્તર પ્રદેશના ઝાંસીના ઉલદન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 10 વર્ષ પછી પિયરેથી સાસરીએ પાછી આવેલી એક પત્નીએ બકરાની બલિ આપવાના બહાને તેના પતિની સાથે મારપીટ શરુ કરી હતી. આ વિવાદ એ હદ સુધી વધ્યો કે તેની સાળી અને સાળાએ પણ તેના પર હાથ ઉઠાવ્યો હતો. આ મામલો બકરાની બલિ પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ મિલકતના વિભાજન સુધી પણ પહોંચી ગયો હતો. પોલીસ હાલમાં બંને પક્ષોની પૂછપરછ કરી રહી છે.
ઉલદન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પલરા ગામમાં ગઈકાલે રાત્રે એક વિચિત્ર ઘટનાએ ગ્રામજનોને ચોંકાવી દીધા. ગામના રહેવાસી મુકેશ શ્રીવાસે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્નને 13 વર્ષ થયા છે, પરંતુ તેની પત્ની રિંકી છેલ્લા 10 વર્ષથી તેના પિયરમાં રહેતી હતી. તે ગઈકાલે રાત્રે અચાનક બકરાની બલિ આપવાના બહાને તેના સાસરિયાના ઘરે પહોંચી હતી. મુકેશના જણાવ્યા મુજબ, રિંકી તેના ભાઈ, બહેન અને અડધા ડઝન પરિવારના સભ્યો સાથે ઘરે આવી હતી. આ દરમિયાન બકરાની બલિને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. મામલો એટલો બધો વધી ગયો હતો કે, જેના કારણે પત્ની અને તેના પરિવારે મુકેશને નિર્દયતાથી માર માર્યો.
પીડિત મુકેશે આરોપ લગાવ્યો કે, તેની પત્ની બીજા પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધ ધરાવે છે અને લગ્નના પહેલા ત્રણ વર્ષ સાસરે રહી હતી, અને હવે 10 વર્ષ પછી, તે અચાનક તેના સાસરિયાના ઘરે પાછી આવી ગઈ હતી અને મિલકતમાં સમાન હિસ્સો માંગવા લાગી હતી.
ઘટનાની જાણ થતાં, ગ્રામજનોએ દરમિયાનગીરી કરી અને સમજાવીને આખા વિવાદને શાંત કર્યો અને ઉલદન પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બંને પક્ષોની અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરી. ઉલદન પોલીસ સ્ટેશનના ઓફિસરે જણાવ્યું કે, આ મામલો કૌટુંબિક વિવાદનો હોય તેવું લાગે છે. બંને પક્ષોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

