થાઈલેન્ડની હોસ્ટેલમાં હિન્દીમાં લખેલી એક નોટિસે ભારતીય પ્રવાસીને શરમમાં મુકી દીધો, તેણે કહ્યું, 'ભારતની ઇમેજને ખરાબ ન કરો.'

વિદેશ પ્રવાસ એટલે ફક્ત નવી જગ્યાઓ જોવા, ફોટા પાડવા અને સ્થાનિક ભોજનનો સ્વાદ માણવાનો નથી. જ્યારે કોઈ ભારતીય બીજા દેશમાં પ્રવાસ કરે છે, ત્યારે તે ત્યાંના લોકો માટે તે દેશની ઝલક પણ બની જાય છે. ડિજિટલ સર્જક સ્પર્શ સુનિલે એક વીડિયો શેર કર્યો જેમાં તેણે વિદેશમાં રહેતા ભારતીય પ્રવાસીઓના વર્તન પર સવાલ ઉઠાવ્યા.

થાઈલેન્ડની પોતાની યાત્રા દરમિયાન, સ્પર્શ એક હોસ્ટેલમાં પહોંચ્યો અને એક નોટિસ જોઈ જેનાથી તે એક ક્ષણ માટે થોભી ગયો. નોટિસ અંગ્રેજીની સાથે હિન્દીમાં પણ લખેલી હતી, જેમાં લોકોને પીવાના પાણી માટે ગ્લાસનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી હતી.

Thailand-Indian-Tourists2
news18.com

સ્પર્શ માટે આ થોડું આશ્ચર્યજનક હતું. છેવટે, બેંગકોક મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે, તેમાં ફક્ત ભારતીયો જ નહીં, પણ ચીન, મલેશિયા અને પશ્ચિમી દેશોના પણ ઘણા લોકો હોય છે. તેને આશ્ચર્ય થયું કે પીવાના પાણી જેવી સામાન્ય વસ્તુ માટે હોસ્ટેલને હિન્દીમાં અલગથી નોટિસ લગાવવાની કેમ જરૂર પડી. તેણે હોસ્ટેલના માલિકને તેના વિશે પૂછ્યું. વીડિયોમાં સ્પર્શના જણાવ્યા મુજબ, માલિકે તેને કહ્યું કે, કેટલાક લોકો આ નિયમોમાં માનતા નથી અને વારંવાર સમજાવવા છતાં તેનું પાલન કરતા નથી. આ સાંભળીને, સ્પર્શે આ મુદ્દાને ફક્ત એક નોટિસ સુધી મર્યાદિત રાખ્યો નહીં. તેણે કહ્યું કે વિદેશમાં ભારતીયનું વર્તન ફક્ત તે વ્યક્તિ સુધી મર્યાદિત નથી, પરંતુ લોકો તેને તેના દેશ સાથે પણ જોડે છે.

સ્પર્શે વીડિયોમાં થાઇલેન્ડની યાત્રા દરમિયાન અનુભવેલા અન્ય અનુભવો પણ શેર કર્યા. તેણે દાવો કર્યો કે તેણે કેટલાક ભારતીય પુરુષોને મસાજ પાર્લરની બહાર મહિલાઓને અયોગ્ય પ્રશ્નો પૂછતા જોયા. તેણે બીજી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેના મતે, એક ભારતીય પુરુષે એક થાઈ મહિલાનો ફોટો માંગ્યો. સ્પર્શે કહ્યું કે તે પુરુષ આસપાસના દૃશ્યોના ફોટા લેવામાં રસ ધરાવતો નથી, પરંતુ ફક્ત તેની સાથે ફોટો લેવામાં રસ ધરાવે છે. જોકે વીડિયોમાં વર્ણવેલ આ વ્યક્તિગત અનુભવોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી, સ્પર્શે તેનો ઉપયોગ લોકોને વિદેશ મુસાફરી કરતી વખતે તેમના વર્તનનું ધ્યાન રાખવા માટે વિનંતી કરવા માટે ઉદાહરણ તરીકે કર્યો.

સ્પર્શે એમ પણ કહ્યું કે વિદેશમાં ભારતીયોના વર્તનને ઉત્તર કે દક્ષિણ ભારત સાથે સરખાવી શકાય નહીં. તેના મતે, જ્યારે કોઈ વ્યક્તિ વિદેશ પ્રવાસ કરે છે, ત્યારે તેને પહેલા ભારતીય તરીકે ઓળખવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, વિદેશના નિયમો તોડવા, લોકોને હેરાન કરવા અથવા જાહેર સ્થળોએ ગેરવર્તન કરવાથી તે વ્યક્તિની છબી ખરાબ થતી નથી, પરંતુ તે ભારતની છબી પર પણ પ્રશ્નો ઉભા કરી શકે છે. તેમનો વાત કહેવાનો મુખ્ય મુદ્દો એ હતો કે, વિદેશ પ્રવાસ કરતી વખતે, વ્યક્તિએ પોતાના પાસપોર્ટ સાથે જવાબદારી પણ નિભાવવી જોઈએ.

Thailand-Indian-Tourists4
agniban.com

સ્પર્શે પોતાની પોસ્ટમાં લખ્યું કે, આપણે ઘણીવાર ફરિયાદ કરીએ છીએ કે દુનિયા ભારત અને ભારતીયોને કેવી રીતે જુએ છે. પરંતુ ક્યારેક આપણે વિદેશ પ્રવાસ કર્યા પછી આપણા પોતાના વર્તનનો પણ વિચાર કરવો જોઈએ. તેમણે મોટેથી વાત કરવી, કચરો ફેંકવો, લાઇનમાં રાહ ન જોવી, સ્થાનિક નિયમોને અવગણવા અને જાહેર સ્થળોનો બેદરકારીથી ઉપયોગ કરવો, જેવી આદતોનો ઉલ્લેખ કર્યો. સ્પર્શે કહ્યું કે, આપણે જ્યાં પણ પ્રવાસી તરીકે જઈએ છીએ, ત્યાંના લોકો આપણા વર્તનને આપણા દેશ સાથે જોડાયેલું માની શકે છે. તેથી, તેમનો સંદેશ સ્પષ્ટ હતો, મુસાફરી કરો, પરંતુ સમ્માનની સાથે.

https://www.instagram.com/reel/DdZPBvPSvnA/

સ્પર્શનો વીડિયો સામે આવ્યા પછી, સોશિયલ મીડિયા પર આ મુદ્દા પર ચર્ચા શરૂ થઈ. ઘણા લોકોએ તેમના વિચારોને ટેકો આપ્યો અને કહ્યું કે વિદેશ પ્રવાસ કરતી વખતે જવાબદાર વર્તન જરૂરી છે. એક યુઝરે લખ્યું કે આ મુદ્દો ઉઠાવીને તમે સારું કર્યું. બીજા યુઝરે કહ્યું કે સામાન્ય લોકોમાં નાગરિક સમજ અને સમજણનો અભાવ દૂર કરવાની જરૂર છે. કેટલીક ટિપ્પણીઓએ વિદેશ પ્રવાસના તેમના અનુભવો પણ શેર કર્યા. એક યુઝરે દાવો કર્યો હતો કે થાઈલેન્ડમાં એક વોશરૂમમાં ફક્ત હિન્દીમાં એક બોર્ડ હતું જેમાં લખ્યું હતું કે ફ્લોર પર પેશાબ કરવો પ્રતિબંધિત છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી.

વીડિયોની નીચે, કેટલાક લોકોએ ભારતીય પ્રવાસીઓના વર્તન વિશે તીખી ટિપ્પણીઓ પણ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, ભારતીયતા અને નાગરિક ભાવના એકબીજાથી વિરોધાભાસી લાગે છે. ઘણા લોકો એ પણ સંમત થયા હતા કે, થોડા વ્યક્તિઓના ખરાબ વર્તનના આધારે આખા દેશ કે સમુદાયનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. વિદેશમાં ખરાબ વર્તન કરતા થોડા લોકો આખા ભારતનું પ્રતિનિધિત્વ કરતા નથી. પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે દરેક પ્રવાસીની જવાબદારી છે કે તે જાહેર સ્થળોએ સ્થાનિક નિયમો અને ત્યાંના લોકોનું સમ્માન કરે.

Thailand-Indian-Tourists1
zeenews.india.com

સ્પર્શની પોસ્ટ એક સરળ પણ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવે છે. જ્યારે આપણે વિદેશ મુસાફરી કરીએ છીએ, ત્યારે શું આપણે ફક્ત આપણી પોતાની સુવિધાનો વિચાર કરીએ છીએ, કે પછી સ્થાનિક નિયમો અને ત્યાંના લોકોના સમ્માનનો પણ વિચાર કરીએ છીએ? ગ્લાસમાં પાણી પીવા જેવી સામાન્ય વસ્તુ માટે હિન્દીમાં નોટિસ ઘણા પ્રશ્નો ઉભા કરે છે, જોકે તેની પાછળનો સમગ્ર તર્ક વીડિયોના દાવા પર આધારિત છે. તેમ છતાં, સ્વચ્છતા જાળવવી, લાઇનમાં ઉભા રહેવું, જાહેર જગ્યાઓનું સન્માન કરવું અને સ્થાનિક નિયમોનું પાલન કરવું એ મુસાફરી કરતી વખતે કોઈપણ પ્રવાસીની સામાન્ય જવાબદારીઓ હોય છે.

સ્પર્શે પોતાની પોસ્ટનો અંત એમ કહીને કર્યો કે, ભારતીય હોવું એ ગર્વની વાત છે, પરંતુ આ ગર્વ સાથે જવાબદારી પણ આવે છે. બીજા દેશના લોકો, સંસ્કૃતિ અને નિયમોનો આદર કરવો એ જવાબદારીનો એક ભાગ છે. થાઈ હોસ્ટેલમાં હિન્દી નોટિસ પોસ્ટ કરવાથી જે શરૂ થયું તે હવે સોશિયલ મીડિયા પર ભારતીય પ્રવાસીઓના વર્તન અને જવાબદાર બની મુસાફરી કરવા અંગે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

About The Author

Top News

હાઇડ્રોજન પછી, દેશમાં દોડી LNG ટ્રેન; આનાથી રેલવે દર વર્ષે રૂ. 24 લાખ બચાવશે, જાણો આ ટ્રેનમાં શું ખાસ હશે?

જે ટ્રેનો સ્ટીમ, કોલસો, ડીઝલ અને વીજળી પર ચાલતી હતી તે આજે હવે હવા (હાઇડ્રોજન) પર દોડે છે...
Gujarat 
હાઇડ્રોજન પછી, દેશમાં દોડી LNG ટ્રેન; આનાથી રેલવે દર વર્ષે રૂ. 24 લાખ બચાવશે, જાણો આ ટ્રેનમાં શું ખાસ હશે?

ગર્લ્સ હોસ્ટેલમાં ચીસો, મધ્યરાત્રિએ હોબાળો અને 'ભૂત'ની કહાની... યુનિવર્સિટીમાં આખરે શું થયું?

પંજાબના પટિયાલામાં શુક્રવારની રાત્રે એક ખાનગી યુનિવર્સિટીનું કેમ્પસ અચાનક અફવાઓ, ભય અને અરાજકતા વચ્ચે ઘેરાઇ ગયું. અહેવાલો અનુસાર, ...
National 
ગર્લ્સ હોસ્ટેલમાં ચીસો, મધ્યરાત્રિએ હોબાળો અને 'ભૂત'ની કહાની... યુનિવર્સિટીમાં આખરે શું થયું?

‘તમે BSPમાં જોડાઈ ગયા કે શું, સાંસદજી?’, BJP સાંસદ રવિ કિશન અને ભાજપના કોર્પોરેટર ફોન પર બાખડ્યા? વીડિયો આવ્યો સામે

ભાજપના જાણીતા સાંસદ રવિ કિશન અને ગોરખપુરના કાઉન્સિલર વિશ્વજીત ત્રિપાઠી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત વાયરલ થઈ રહી છે. બંને વચ્ચે...
Politics 
‘તમે BSPમાં જોડાઈ ગયા કે શું, સાંસદજી?’, BJP સાંસદ રવિ કિશન અને ભાજપના કોર્પોરેટર ફોન પર બાખડ્યા? વીડિયો આવ્યો સામે

'ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ' હેઠળ DRIના દરોડા; સાડા છ કિલો સોનું જપ્ત, 475 કરોડનો છે ખેલ

મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોનાની દાણચોરીના એક મોટા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર...
National 
'ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ' હેઠળ DRIના દરોડા; સાડા છ કિલો સોનું જપ્ત, 475 કરોડનો છે ખેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.