એક અધિકારીએ પત્નીને નકલી નોકરી અપાવી અને 5 વર્ષ સુધી હાજર થયા વિના 37 લાખ પગાર લીધો

રાજસ્થાનની રાજધાની જયપુરમાં માહિતી ટેકનોલોજી અને સંદેશાવ્યવહાર વિભાગ (DOIT)ના સંયુક્ત નિયામક પ્રદ્યુમ્ન દીક્ષિતે ભ્રષ્ટાચાર માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. તેણે તેની પત્ની પૂનમ દીક્ષિત, ઉર્ફે પૂનમ પાંડે તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને બે કંપનીઓમાં ફક્ત નકલી નોકરી જ ન અપાવી, પરંતુ ફરજ પર હાજર થયા વિના તેનો માસિક પગાર રૂ. 1.60 લાખ પણ આપતો રહ્યો હતો. પાંચ વર્ષ સુધી, આશરે રૂ. 37.54 લાખ પાંચ અલગ અલગ બેંક ખાતામાં જમા કરાવતો રહ્યો હતો. એટલું જ નહીં, આ ચાલાક અધિકારીની પત્ની ક્યારેય એક દિવસ પણ નોકરી પર હાજર થઇ ન હતી અને નિયમિતપણે તેનો પગાર મેળવતી રહી.

આશ્ચર્યની વાત તો એ છે કે, પગાર બિલ પર પ્રદ્યુમ્ન દીક્ષિત પોતે જ સહી કરતો હતો. આ સંદર્ભમાં ACBને એક ગુપ્ત ફરિયાદ મળી હતી. આ ફરિયાદની ચકાસણી અને તપાસ કર્યા પછી થયેલા ખુલાસા ચોંકાવનારા છે.

ફરિયાદ મળ્યા પછી, ACBએ તપાસ શરૂ કરી અને શોધી કાઢ્યું કે, પૂનમ દીક્ષિતનો પતિ દર મહિને તેના પગાર બિલ પર સહી કરતો હતો, ત્યારપછી પગારની રકમ તેના બેંક ખાતામાં જમા થતી હતી.

Fake-Jobs-Wife.jpg-2

છેતરપિંડીના આ કેસમાં DoITના સંયુક્ત નિર્દેશક પ્રદ્યુમન દીક્ષિતનો સમાવેશ થાય છે, જેમની સામે ACBને ફરિયાદ મળી હતી.

આ કેસમાં, દીક્ષિતની પત્ની પૂનમ દીક્ષિત સાથે, વિભાગના ડેપ્યુટી નિર્દેશક રાકેશ કુમાર પર પણ ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે, DoITના સંયુક્ત નિર્દેશક પ્રદ્યુમનએ સરકારી કરારોમાં એક ખાનગી કંપની, ઓરિયન પ્રોને ગેરકાયદેસરના લાભો પૂરા પાડ્યા હતા. જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તે જ કંપની રાજકોમ્પમાં પણ છેતરપિંડી કરીને પૂનમ દીક્ષિતની નિમણૂક અપાવી દીધી હતી.

DoITના સંયુક્ત નિર્દેશક પ્રદ્યુમન દીક્ષિતે તેમની પત્ની પૂનમ દીક્ષિતને ઓરિયનપ્રો સોલ્યુશન્સ લિમિટેડ અને ટ્રાઇજન્ટ સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડમાં નિમણૂકની વ્યવસ્થા કરી હતી.

Fake-Jobs-Wife.jpg-3

બંને કંપનીઓમાં નોકરી હોવા છતાં, પૂનમ દીક્ષિતે ક્યારેય એક પણ દિવસ ફરજ પર હાજર રહી નથી. બંને કંપનીઓએ જાન્યુઆરી 2019થી સપ્ટેમ્બર 2020 દરમિયાન પૂનમ દીક્ષિતના પાંચ વ્યક્તિગત બેંક ખાતાઓમાં પગાર તરીકે રૂ. 37,54,405 જમા કરાવ્યા હતા.

આ અંગે રાજસ્થાન હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2024માં, કોર્ટે ACBને કેસ નોંધવા અને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટના આદેશ પર, ACB3 જુલાઈ, 2025ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારપછી, કંપનીઓ અને પૂનમ દીક્ષિતના બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ચોંકાવનારા ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો, અને 17 ઓક્ટોબર, 2025ના રોજ FIR દાખલ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?

પરિશ્રમ પછી સફળતા મળે છે તે સત્ય છે પરંતુ મળેલી સફળતાને પચાવવી અને તેના વૈભવને સુખથી માણવું તે પણ એટલું...
Opinion 
ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?

NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે

દુનિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ જેમ જેમ મોંઘી થતી જાય છે તેમ-તેમ ભારત માટે ડેન્ટલ ટૂરિઝમની મોટી તક ઊભી થઈ રહી છે....
Charcha Patra 
NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે

17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે શનિવારે (14 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા લદ્દાખી સોશિયલ વર્કર સોનમ વાંગચુક...
National 
17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?

કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે

આપણું ગુજરાત એક આગવી ઓળખ ધરાવનારું રાજ્ય ભારત અને વિશ્વભરમાં હંમેશા ગૌરવરૂપી ચર્ચામાં રહ્યું છે. ગુજરાતમાં સ્થીર સરકાર છે અને...
Opinion 
કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.