બાજુની સીટ પરથી 14 વર્ષીય ઇન્ફ્લૂએન્સરે 90ની ઝડપે ચલાવી ઓડી, RTOએ 32500નો દંડ ફટકાર્યો

ઉત્તર પ્રદેશના ઔરૈયામાં 14 વર્ષીય છોકરીએ બાજુની સીટ પર બેસીને રસ્તા પર ઓડી કાર ચલાવી હતી. ડ્રાઇવિંગ સીટ પર બેઠા યુવકે તેનો વીડિયો બનાવી રહ્યો હતો. વીડિયોમાં કાર હાઇવે પર 90ની કલાકની ઝડપે દોડી રહી છે, જ્યારે બાજુની સીટ પર બેઠેલી એક છોકરી સ્ટીયરિંગ સંભાળી રહી છે. બેકગ્રાઉન્ડમાં એક હરિયાણવી ગીત વાગી રહ્યું છે.

khushi-saxena
thelallantop.com

રસ્તા પર સ્ટન્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો. હોબાળા બાદ, CO ટ્રાફિક કમિશનરે તપાસનો આદેશ આપ્યો. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, RTO32,500 રૂપિયાનું ચલણ ફાડ્યું છે. વીડિયોમાં જે છોકર કાર ચલાવતી જોવા મળી રહી છે, તે સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર છે અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ માટે કન્ટેન્ટ બનાવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 889k ફોલોઅર્સ છે. ખુશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોની રીલ શેર કરી હતી.

જોકે, ટ્રોલ થયા બાદ, તેણે આ વીડિયો ડીલિટ કરી દીધો અને પોતાના હરકત માટે માફી માંગી. ત્યારબાદ ખુશીએ ઇન્સ્ટાગ્રામ પર તેના પિતા સાથે બીજો વીડિયો અપલોડ કર્યો. તેમાં, ખુશીના પિતાએ જણાવે છે કે તેઓ ઔરૈયા મ્યુનિસિપલ કાઉન્સિલ વોર્ડ-8ના સભાસદ છે. તેમની પુત્રી માત્ર 14 વર્ષની છે અને હાલમાં હાઇસ્કૂલમાં ભણે છે. પિતા પોતાની પુત્રીના બચાવમાં કહે છે કે તેણે આ વીડિયો માત્ર મનોરંજન અને જિજ્ઞાસા માટે બનાવ્યો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થઇ ગયો છે, અને આ વીડિયો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી લેવામાં આવ્યો છે.

khushi-saxena1
thelallantop.com

ખુશી અને તેના પિતાએ વીડિયો માટે માફી માંગી અને કહ્યું કે ભવિષ્યમાં આવા વીડિયો ક્યારેય નહીં બનાવે. જોકે, થોડા સમય બાદ વીડિયો ડીલિટ પણ થઈ ગયો. હાલમાં ખુશીના એકાઉન્ટ પર આ વીડિયો દેખાતો નથી. જોકે, આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે લોકો રીલ બનાવવા અને થોડી લાઈક્સ મેળવવા માટે પોતાની અને બીજાની જિંદગીની ચિંતા કરતા નથી. રસ્તાઓ પર ખતરનાક સ્ટંટ કરે છે. ઘણી વખત રીલ બનાવવાનો ક્રેઝ જીવલેણ સાબિત થયો છે, છતા ઇન્ફ્લૂએન્સર બનવાની ઈચ્છા રાખનારા લોકો આવી ઘટનાઓથી શીખતા નથી.

About The Author

Related Posts

Top News

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.