- National
- કચ્ચા બાદામ ગાનાર ભૂબનની હાલત ખરાબ, કમાણી થઇ બંધ, પોતાનું ગીત ગાઈ શકતો નથી
કચ્ચા બાદામ ગાનાર ભૂબનની હાલત ખરાબ, કમાણી થઇ બંધ, પોતાનું ગીત ગાઈ શકતો નથી

કચ્ચા બાદામ ગીત ગાઈને ભૂબન રાતોરાત સ્ટાર બની ગયો છે. ભૂબન બદાઈકરની મગફળી વેચવાની સ્ટાઈલ લોકોને એટલી પસંદ આવી કે, તે સોશિયલ મીડિયા પર રાતોરાત ફેમસ થઈ ગયો. ભૂબનને પણ અંદાજ ન હતો કે, તે તેના ગીતથી એક સેલિબ્રિટી બની જશે, પરંતુ હવે ગાયક માટે હાલત વધુ ખરાબ થતી જોવા મળી રહી છે.
કચ્ચા બાદામ સોંગ ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ થયું હતું અને બધાએ આ ગીત પર ખુબ વીડિયો અને રીલ્સ બનાવ્યા હતા. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધી બધાએ આ ગીતને માણ્યું. આ ગીત કોઈ મોટા સ્ટારે નહીં પરંતુ સિમ બંગાળની ગલીઓમાં મગફળી વેચતા એક વ્યક્તિએ ગાયું છે. આ ગીતના ગાયકનું નામ છે ભૂબન બાદાયકર. કચ્ચા બાદામ ગીત ગાઈને ભૂબન રાતોરાત સ્ટાર બની ગયો છે. ભૂબનને પણ ખ્યાલ નહોતો કે, તે પોતાના ગીતથી એક સેલિબ્રિટી બની જશે. ભૂબન થોડા સમયમાં સ્ટાર બની ગયો, પરંતુ હવે આજે તે પોતાનું જ ગીત ગાઈ નથી શકતો.
વાસ્તવમાં ભૂબન બાદાયકર નોટિસથી પરેશાન થઇ ગયો છે. તેણે આરોપ લગાવ્યો છે કે, જેવો તે આ ગીત સાથેનો વીડિયો અથવા સોશિયલ મીડિયા પોસ્ટ કરતાની સાથે જ તેને કોપીરાઈટ મોકલીને રોકવામાં આવી રહ્યો છે.
તાજેતરના અહેવાલો અનુસાર, ભૂબન કહે છે કે, તે કોપીરાઈટ નોટિસ મળવાથી દુઃખી છે. નોટિસ મળવાને કારણે તે પોતાનું ગીત ગાઈ નથી શકતો અને તેને કોઈ શો પણ નથી મળી રહ્યો.
ભુબને કહ્યું, 'ગોપાલ નામના વ્યક્તિએ તેને 3 લાખ રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે, તે આ ગીત તેની યુટ્યુબ ચેનલ પર વગાડશે. આ માટે તેને આ પૈસા આપ્યા. ભૂબનનો આરોપ છે કે, હવે જ્યારે પણ તે આ ગીત ગાય છે અને પોસ્ટ કરે છે ત્યારે કોપીરાઈટનો દાવો સામે આવે છે. ભૂબન કહે છે કે, આમ કરવાનું કારણ પૂછવા પર તે વ્યક્તિ કહે છે કે મેં કોપીરાઈટ ખરીદી લીધો છે.
The original video of the newly discovered talent ! ?
— Neha Sharma, IRAS (@NehaSharma0202) February 13, 2022
A humble peanut seller named Bhuban Badyakar, a resident of Birbhum district in West Bengal #BhubanBadyakar #KachaBadam pic.twitter.com/7h7Hp1SirT
ભૂબને વધુમાં જણાવ્યું કે, 'તે વ્યક્તિએ પૈસા આપતી વખતે કેટલાક કાગળો પર સહી પણ કરાવી હતી. હું એક અભણ વ્યક્તિ છું. મને આ બધું સમજાતું નથી અને તેના કારણે મારો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો છે.'
Village Peanut seller's song gone viral.
— Arpita ?? (@arpita_dg) December 7, 2021
His name is Bhuban Badyakar. Please watch and share.
Sadly many professional musicians/rappers are making money using his song without giving him credit.
#kachabadam #BhubanBadyakar pic.twitter.com/QxqyP6EMfb
ભૂબન બાદાયકરે તે વ્યક્તિએ મારા અભણ હોવાનો ફાયદો ઉઠાવ્યાનો આરોપ લગાવ્યો, માત્ર કોપીરાઈટના કારણે ભૂબન પોતાનું જ ગીત ગાઈ નથી શકતો, ન તો તેની કમાણી થઇ રહી છે. આ કારણે તે ખૂબ જ દુઃખી છે. તેમની આર્થિક સ્થિતિ ફરી કથળવા લાગી છે. તેણે કહ્યું, હાલ કોઈ કામકાજ નથી મળી રહ્યું. હવે હું એ ગીત શોમાં તો નથી ગાઈ શકતો. નાનું મોટું કામ કરીને મહિને અમુક હજાર રૂપિયાની કમાણી થઇ રહી છે.