ભારતથી ચોરાયેલો ફોન બાંગ્લાદેશમાં મળ્યો, ઇમાનદારીથી પરત કરવા આવ્યો મોહમ્મદ અહદ

દુનિયાભરમાં ચોરીનો સામાન ઘણીવાર ગુનાહિત નેટવર્ક્સ દ્વારા રાતોરાત તસ્કરી કરીને સરહદ પાર પહોંચાડી દેવામાં આવે છે. ભારત અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી આવી જ એક ઘટના સામે આવી છે. ચોરી અને સ્મગલિંગ જેવી ગુનાહિત ઘટનાઓ વચ્ચે બાંગ્લાદેશનો નાગરિક મોહમ્મદ અહદ અલી તેની ઇમાનદારી માટે ભારતમાં વાયરલ થઈ ગયો છે. જ્યારે તેને ખબર પડી કે ભારતમાંથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલી એક વસ્તુ તેના સુધી પહોંચી ગઈ છે, ત્યારે તેમણે જાતે જ તેને પરત કરવા આવ્યો. મોહમ્મદ અહદના પગલાથી પોલીસ ખૂબ પ્રભાવિત થઈ.

આ ઘટનાની શરૂઆત આ વર્ષે 30 જૂને થઈ હતી. પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાનો રહેવાસી પાયલ ધારા કોઈ જરૂરી કામ માટે બર્દવાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગયા હતા. હોસ્પિટલ પરિસરમાં ભારે ભીડ વચ્ચે અચાનક તમનો મોંઘો સ્માર્ટફોન ગુમ થઈ ગયો. પાયલે હોસ્પિટલના ખૂણે-ખૂણે તપાસ કરી અને આસપાસના લોકો પૂછપરછ પણ કરી, પરંતુ ફોન ક્યાંય મળ્યો નહીં. થાકીને, તેણે બર્દવાન પોલીસ સ્ટેશનમાં ફોન ગુમ થયા અંગે લેખિત ફરિયાદ નોંધાવી.

ફરિયાદને ગંભીરતાથી લઈને, બર્દવાન પોલીસે તેમન સાયબર સેલની મદદથી ફોનની શોધખોળ શરૂ કરી. પોલીસની ટેકનિકલ ટીમે સર્વેલન્સ અને ડિજિટલ ઇનપુટ દ્વારા ફોનનું લોકેશન ટ્રેક કર્યું. તપાસના પરિણામો જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા: ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જાણવા મળ્યું કે, પાયલનો ખોવાયેલો ફોન ભારતીય સરહદ ઓળંગીને પાડોશી દેશ બાંગ્લાદેશ પહોંચી ગયો હતો. બીજા દેશમાં પહોંચી ગયેલા ફોનને પાછું મેળવવું એ એક મોટો કાયદાકીય અને ટેકનિકલ પડકાર હતો. તપાસ આગળ વધતા, ડિજિટલ પુરાવાઓની ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે બાંગ્લાદેશના રાજશાહી જિલ્લાના રહેવાસી મોહમ્મદ અહદ અલીએ આ ફોન નૌદા વિસ્તારની એક સ્થાનિક દુકાનમાંથી ખરીદ્યો હતો. અહદ અલીને જરાય ખ્યાલ નહોતો કે તે જે ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો, તે ભારતમાં ચોરી કે ખોવાઈને ત્યાં પહોંચ્યો હતો. તેણે એક સામાન્ય ખરીદદારની જેમ જ સંપૂર્ણ વિશ્વાસ સાથે આ ફોન ખરીદ્યો હતો અને તેનો પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરી રહ્યો હતો.

Bangladeshi national
hindi.news18.com

થોડા સમય પછી, મોહમ્મદ અહદ અલી તબીબી સારવાર માટે બાંગ્લાદેશથી ભારત આવ્યો. ભારતમાં પ્રવેશ્યા પછી તેણે તે જ સ્માર્ટફોનમાં એક ભારતીય સિમ કાર્ડ નાખ્યું અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જેવો જ ભારતીય સિમ કાર્ડ સક્રિય થયો, બર્ધમાન પોલીસના સાયબર સેલની સર્વેલન્સ સિસ્ટમને એક સિગ્નલ મળ્યું. આ ટેકનિકલ એલર્ટ દ્વારા પોલીસને ન માત્ર ફોનનું ચોક્કસ લોકેશન બતાવ્યું, પરંતુ તે સમયે તેનો ઉપયોગ કોણ કરી રહ્યું હતું તે પણ જાણવા મળ્યું.

લોકેશન અને ફોન નંબરની પુષ્ટિ થયા બાદ, બર્ધમાન પોલીસે તરત જ મોહમ્મદ અહદ અલીનો સંપર્ક કર્યો. પોલીસ અધિકારીઓએ તેને સમગ્ર વાત સમજાવી અને જણાવ્યું કે, તે જે ફોનનો ઉપયોગ કરી રહ્યો છે તે વાસ્તવમાં ભારતની એક મહિલાનો છે, જે થોડા મહિનાઓ પહેલાં ખોવાઈ ગયો હતો.

આવા કિસ્સાઓમાં ઘણીવાર લોકો પોલીસનો ફોન આવતા ગભરાઈ જતા હોય છે, અથવા ધરપકડના ડરથી ફોન બંધ કરીને ભાગી જતા હોય છે. પરંતુ અહદ અલીએ તદ્દન અલગ રીતે વર્તન કર્યું. સત્ય જાણ્યા પછી તેણે કોઈપણ ખચકાટ કે કાયદાકીય દલીલ કર્યા વિના પોલીસને સંપૂર્ણ સહકાર આપવાનો નિર્ણય લીધો.

મોહમ્મદ અહદ અલીએ કોઇની અમાનત તેના સાચા માલિકને પાછી મળે તે સુનિશ્ચિત કરવા માટે પહેલ કરી. તે બાંગ્લાદેશથી લાંબી મુસાફરી કરીને સીધો પશ્ચિમ બંગાળના બર્ધમાન પહોંચ્યો અને પોતાની મરજીથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો અને સ્માર્ટફોન સોંપી દીધો. પોલીસના કોઈપણ દબાણ કે કાયદાકીય કાર્યવાહી વિના તેણે જે કર્યું, તે જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. આ ઘટના સાબિત કરે છે કે ભારતીય પોલીસની સાયબર ટેક્નોલોજી અને સર્વેલન્સ સિસ્ટમ કેટલી પાવરફૂલ છે; હવે સરહદ પાર કરી ગયેલા ફોનને પણ સરળતાથી ટ્રેક કરી શકાય છે.

About The Author

Top News

'મારી પાસે પૈસા નહોતા, મેં PM મોદીને કહ્યું, 'તમે મારી ટિકિટ ખરીદી આપો,' CM DK શિવકુમારે રસપ્રદ કિસ્સો સંભળાવ્યો

કર્ણાટકના CM DK શિવકુમારે શનિવારે PM નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરીને મેટ્રો ટિકિટ ખરીદવાની વાર્તા સંભળાવી, અને...
National 
'મારી પાસે પૈસા નહોતા, મેં PM મોદીને કહ્યું, 'તમે મારી ટિકિટ ખરીદી આપો,' CM DK શિવકુમારે રસપ્રદ કિસ્સો સંભળાવ્યો

આ ગામમાં કોઈ મુસ્લિમ નથી, છતા હજુ પણ હિન્દુઓ સૂફી દરગાહ પર 'સંદલ' જુલૂસ કાઢે છે

મધ્યપ્રદેશનો બુરહાનપુર જિલ્લો તેની અનોખી ઓળખ માટે પ્રખ્યાત છે. તે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયો માટે એક અનોખું ઉદાહરણ રજૂ...
National 
આ ગામમાં કોઈ મુસ્લિમ નથી, છતા હજુ પણ હિન્દુઓ સૂફી દરગાહ પર 'સંદલ' જુલૂસ કાઢે છે

રામ મંદિરને પુનર્જીવિત કરવાના રાજીવના પ્રયાસો પર કોઈએ ધ્યાન ન આપ્યું ... ફાયદો ભાજપને! અયોધ્યા પર સોનિયા ગાંધીએ શું કહ્યું?

‘ફેબ્રુઆરી 1986માં, ફૈઝાબાદ જિલ્લા કોર્ટે અચાનક યથાસ્થિતિ બદલી નાખી અને દરવાજા પરના તાળાં ખોલવાનો આદેશ આપી દીધો. કોર્ટના...
Politics 
રામ મંદિરને  પુનર્જીવિત કરવાના રાજીવના પ્રયાસો પર કોઈએ ધ્યાન ન આપ્યું ... ફાયદો ભાજપને! અયોધ્યા પર સોનિયા ગાંધીએ શું કહ્યું?

ટ્રેનમાં બંધ થશે RAC ટિકિટનો ખેલ, એક સીટ પર બે મુસાફર અને આખું ભાડું નહીં આપવું પડે

ભારતીય રેલવે તેના કરોડો મુસાફરો માટે મુસાફરીને વધુ આરામદાયક અને સુવિધાજનક બનાવવા માટે મોટા ફેરફારો કરવાનું વિચારી રહ્યું છે. દાયકાઓથી...
National 
ટ્રેનમાં બંધ થશે RAC ટિકિટનો ખેલ, એક સીટ પર બે મુસાફર અને આખું ભાડું નહીં આપવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.