- National
- કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનનો પાંચમો દિવસ, પ્રોફેસર પણ જોડાયા, માંગ એક જ ધર્મેન્દ્ર પ્રધાનનુ...
કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનનો પાંચમો દિવસ, પ્રોફેસર પણ જોડાયા, માંગ એક જ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
NEET પેપર લીક, શિક્ષણ પ્રણાલીમાં સુધારા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP)નું જંતર મંતર પર ચાલી રહેલ વિરોધ પ્રદર્શન બુધવારે પાંચમા દિવસે પ્રવેશ્યું. વિરોધ સ્થળ પર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાજિક કાર્યકરોની હાજરી વચ્ચે, પાર્ટીના નેતાઓએ સરકાર પર ગંભીર શિક્ષણ મુદ્દાઓને અવગણવાનો આરોપ લગાવ્યો.
શિક્ષણવિદ અને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજેન્દ્ર ચૌહાણ બુધવારે સાંજે 5 વાગ્યે વિરોધ સ્થળ પર પહોંચશે. તેમણે લોકોને વિરોધના સમર્થનમાં જંતર મંતર પર પહોંચવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, શિક્ષણની નબળી સ્થિતિ, શિક્ષણ બજેટમાં વધારો અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા જેવા મુદ્દાઓ વર્ષોથી ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારે આ મુદ્દાઓને ગંભીરતાથી લીધા નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો રિલીઝ કરતા, વિજેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, તેમને ક્યારેક 'બે કોડીનો શિક્ષક' અને ક્યારેક 'વંદો' કહેવામાં આવે છે, પરંતુ તેમણે શિક્ષણના મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું. તેમણે કહ્યું કે હવે જયારે પહેલીવાર એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે જ્યાં દેશમાં શિક્ષણ સંબંધિત મુદ્દાઓ જાહેર ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.
તેમણે કહ્યું, 'ઘણા વર્ષોથી, આપણે શિક્ષણની નબળી સ્થિતિ, શિક્ષણ માટે પૂરતું બજેટ અને પરીક્ષાઓની પ્રામાણિકતા જાળવવા વિશે વાત કરી રહ્યા છીએ. હવે, વિપક્ષ પણ આ મુદ્દાઓ પર બોલી રહ્યો છે, અને શાસક પક્ષને પણ જવાબ આપવો પડી રહ્યો છે.' વિજેન્દ્ર ચૌહાણે જાહેરાત કરી કે, તેઓ જંતર-મંતરમાં વિરોધ સ્થળ પર જાહેર વ્યાખ્યાન આપશે, જેમાં NEET પેપર લીક, શિક્ષણ પ્રણાલી સામેના પડકારો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
વિરોધ દરમિયાન, મંગળવારે મોડી રાત્રે, વિરોધીઓએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. 'ગો પ્રધાન ગો'ના નારા લગાવવામાં આવ્યા. પક્ષના કાર્યકરોએ જાહેરાત કરી કે જ્યાં સુધી શિક્ષણ પ્રધાન તેમના પદ પરથી રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. વિરોધીઓએ પ્રતીકાત્મક રીતે 'ધર્મેન્દ્ર પ્રધાન માટે ડાયપર ડોનેશન ડ્રાઇવ' પણ શરૂ કરી. લોકોએ કહ્યું કે, આ સરકારની શિક્ષણ નીતિ અને પરીક્ષા વ્યવસ્થાપનની નિષ્ફળતાઓ સામે પ્રતીકાત્મક વિરોધ હતો.
https://twitter.com/abhijeet_dipke/status/2069439425868710178
CJPના નેતાઓએ આરોપ લગાવ્યો કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિરોધનો અંત લાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે, જંતર-મંતર ખાલી કરવા માટે ખુલ્લી ધમકીઓ આપવામાં આવી રહી છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, NEET પેપર લીક, ભરતી પરીક્ષાઓમાં અનિયમિતતાઓ અને શિક્ષણ પ્રણાલીમાં ખામીઓએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર કરી છે. તેમનો આરોપ છે કે સરકાર આ મુદ્દાઓ પર જવાબદારી સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ છે. CJPના નેતાઓએ પુનરોચ્ચાર કર્યો કે, વિરોધ પુરી રીતે શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે કરવામાં આવી રહ્યો છે અને જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક સુધારાની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
https://twitter.com/Cockroachisback/status/2069449862924607561
કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કથિત નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે પાર્ટીને 'આતંકવાદીઓની B-ટીમ' ગણાવી હતી. દિપકેએ જણાવ્યું હતું કે, વિરોધમાં સામેલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકો તેમના અધિકારો અને શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગણી માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર પરીક્ષા સંબંધિત વિવાદો અને વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે જવાબદારી ટાળી રહી છે. દિપકેએ મંત્રીને જંતર-મંતર પર આમંત્રણ આપ્યું અને જો આરોપો સાચા હોય તો કાનૂની કાર્યવાહી કરવાની વિનંતી કરી. તેમણે મંત્રીના નિવેદનની નિંદા કરતા તેને વિદ્યાર્થીઓ અને યુવાનોનું અપમાન ગણાવ્યું.

