કમર્શિયલ પર્પઝ માટે બેંન્કિગ સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક ગણાતી નથી: કોર્ટ, 2 વેપારીની ફરિયાદ રદ

કમર્શિયલ પર્પસ માટે બેંકિંગ સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક ગણાતી નથી તેમ ઠરાવી ગ્રાહકની વ્યાખ્યામાં ન આવતા હોવા છતાં બે ટેક્સટાઈલના વ્યાપારીઓએ બેન્ક વિરૂદ્ધ સેવામાં કહેવાતી ખામી અંગેની દાખલ કરેલી ફરિયાદો ગ્રાહક કમિશને રદ કરી છે.

કેસની વિગત મુજબ પ્રથમ ફરિયાદ-  બેંક ઓફ બરોડા, ટેક્સટાઈલ માર્કેટ શાખા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીએ પોતાના ટેક્સટાઈલના વ્યવસાય માટે બેંક પાસેથી રૂ. 84 લાખની ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી હતી. ફરિયાદમાં બેંકે ગેરરીતિપૂર્વક વ્યાજ તથા અન્ય ચાર્જ પેટે રૂ. 4,47,224/- વધારાના વસૂલ કર્યા હોવાના આક્ષેપો કરીને રકમ રીફન્ડ અપાવવાની તથા અન્ય દાદની માંગણી કરવામાં આવી હતી.

બીજી ફરિયાદ- બેંક ઓફ બરોડા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીએ પોતાના ટેક્સટાઈલ વ્યવસાય માટે રૂ. 6૦,૦૦,૦૦૦/-ની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી હતી. ફરિયાદમાં બેંકે ફરિયાદીના ખાતામાંથી કોઈપણ જાતની જાણ કર્યા વિના કુલ રૂ. 3,40,825/- જેટલી વધારાની રકમ ડેબિટ કરી હોવાના તેમજ અન્ય રકમો પરત ન આપવાના આક્ષેપો કરી તે રકમો રીફન્ડ અપાવવાની દાદની માંગણી કરવામાં આવી હતી.

બંને ફરિયાદોમાં બેંક તરફથી એડવોકેટ શ્રેયસ દેસાઈ તથા એડવોકેટ ઈશાન દેસાઈ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદીઓએ ઓવરડ્રાફ્ટની સુવિધા સંપૂર્ણપણે પોતાના ટેક્સટાઈલ વ્યવસાય માટે મેળવી હતી. એટલે કે બેન્કની સેવા વ્યાપારિક હેતુઓ માટે મેળવી હતી. ગ્રાહક સુરક્ષા ધારામાં આપેલી ગ્રાહકની વ્યાખ્યામાં કમર્શિયલ પર્પસ માટે સેવા મેળવનારનો સમાવેશ થતો નથી. તેથી તેઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ “ગ્રાહક”ની વ્યાખ્યામાં આવતા નથી અને તેથી ફરિયાદો મેઈન્ટેનેબલ ન હોવાની દલીલો કરી હતી.

કમિશનના પ્રમુખ  પી.પી. મેખીયા તથા સભ્ય ડો. તીર્થેશભાઈ મહેતાએ બંને પક્ષોની દલીલો તથા રેકોર્ડ પરના દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ નોંધ્યું હતું કે ફરિયાદીઓએ ઓવરડ્રાફ્ટની સુવિધા પોતાના ટેક્સટાઈલના ધંધા માટે મેળવી હતી અને તે વ્યવસાયિક હેતુ માટે લેવાયેલી હોવાથી ફરિયાદીઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહક ગણાઈ શકે નહીં. તેથી કમિશને બંને ફરિયાદો ગ્રાહક ન હોવાના કારણસર રદ કરી છે. ફરિયાદીઓ સિવિલ કોર્ટમાં પોતાનો તકરારનું નિર્ણય યોગ્ય રીતે કેસ દાખલ કરી તકરારનું નિવારણ મેળવવા હકદાર રહેશે તેવું પણ હુકમમાં જણાવ્યું હતું.

બેંક ઓફ બરોડા તરફથી એડવોકેટ શ્રેયસ દેસાઈ તથા એડવોકેટ ઈશાન દેસાઈ દ્વારા દલીલો કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.