રાજધાની એક્સપ્રેસ મોડી પહોંચી તો છૂટી ગઇ ફ્લાઇટ; મુસાફરે હવે રેલવે પાસેથી રૂ. 69,000 કઢાવ્યા

જો તમે ભારતીય રેલવેની સૌથી પ્રીમિયમ ટ્રેન રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરો અને તે તમારા ગંતવ્ય સ્થાને ચાર કલાક મોડી પહોંચે છે, જેના કારણે તમે તમારી ફ્લાઇટ ચૂકી જાઓ, તો તમે શું કરશો? સામાન્ય રીતે, મોટાભાગના લોકો કંઈ કરશે નહીં, કારણ કે આવા વિલંબ એટલા સામાન્ય બની ગયા છે, પરંતુ  કોટાના એક દંપતીએ ટ્રેનના વિલંબને કારણે થયેલી નાણાકીય અને માનસિક તકલીફને ગંભીરતાથી લીધી, અને જિલ્લા ગ્રાહક ફોરમના દરવાજા ખખડાવ્યો.

ગ્રાહક ફોરમના ચૂકાદા બાદ, રેલવેએ હવે ₹69,000નું વળતર ચૂકવવું પડશે. ત્યારબાદ રેલવેએ આ નિર્ણયને રાજ્ય ગ્રાહક ફોરમમાં અપીલ કરી, પરંતુ ત્યાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો. કેસની સંપૂર્ણ વિગતો જાણી લો, તમને પણ કોઈ દિવસ ઉપયોગી સાબિત થઈ શકે છે.

train1
ndtv.com

કોટાના રહેવાસી અનિલકુમાર રાણા અને તેની પત્ની અનિતા રાણાએ 17 ડિસેમ્બર, 2017 માટે દિલ્હીથી ત્રિવેન્દ્રમ માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ બુક કરાવી હતી. આ ટિકિટ 9 નવેમ્બર, 2017 ના રોજ ખૂબ અગાઉથી બુક કરાવી હતી, જેના માટે તેમણે 33,929 રૂપિયા ચૂકવ્યા હતા. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તેમની ફ્લાઇટ પકડવા માટે દંપતીએ 17 ડિસેમ્બરની સવારે કોટાથી દિલ્હી જવા માટે રેલવેની પ્રીમિયમ ટ્રેન નંબર 12431, રાજધાની એક્સપ્રેસમાં ટિકિટ બુક કરાવી હતી.

રાજધાની એક્સપ્રેસ કોટાથી સવારે 6:55 વાગ્યે ઉપડવાની હતી અને બપોરે 12:40 વાગ્યે દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર પહોંચવાની હતી. રાણા દંપતીની ફ્લાઇટ સાંજે 6:05 વાગ્યાની હતી, એટલે કે તેમની પાસે પૂરતો સમય હતો. જોકે, ટ્રેન ચાર કલાકથી મોડી સાંજે 4:50 વાગ્યે નિઝામુદ્દીન પહોંચી. જ્યારે તેઓ ટ્રેનમાંથી ઉતર્યા અને એરપોર્ટ પહોંચ્યા, ત્યારે તેમની ફ્લાઇટ રવાના થઈ ગઈ હતી.

તેમની ફ્લાઇટ ચૂકી જવાને કારણે દંપતીને હોટલમાં રાત વિતાવવાની ફરજ પડી હતી. બીજા જ દિવસે, તેમણે ટિકિટ બુક કરાવી જેનો ખર્ચ તેમને ₹72,930નો પડ્યો. મૂળ ભાડા કરતાં બમણાથી વધુ. મગજ ખરાબ થયું તે અલગ. કોટા પરત ફર્યા બાદ રાણાએ માર્ચ અને સપ્ટેમ્બર 2018માં રેલવેને લેખિતમાં નુકસાનની ભરપાઇ કરવાની માંગ કરી, પરંતુ તેને કોઈ રાહત મળી નહીં. હતાશ થઈને, તેમણે ડિસેમ્બર 2018માં રેલવેને કાનૂની નોટિસ ફટકારી. ત્યારબાદ, તેમણે કોટામાં જિલ્લા ગ્રાહક આયોગમાં કેસ દાખલ કર્યો.

train
livemint.com

રેલવેએ આ કેસનો વિરોધ કર્યો, દલીલ કરી કે ટ્રેનમાં વિલંબ ઓપરેશનલ, ટેકનિકલ અને સલામતી સંબંધિત કારણોસર થાય છે. રેલવેના મતે આમાં સેવામાં ખામીનો કેસ નથી. જોકે, કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી. ઓગસ્ટ 2023માં, કોર્ટે રેલવેને રાણા દ્વારા હવાઈ ટિકિટ માટે કરવામાં આવેલા વધારાના ખર્ચમાં ₹39,001ની ભરપાઈ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત, કોર્ટે હેરાનગતિ અને માનસિક પરેશાની માટે વળતર તરીકે ₹20,000, હોટલ ખર્ચ માટે ₹5,000 અને કેસના ખર્ચ માટે ₹5,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કુલ મળીને, રેલવેને ₹69,001નો નાણાકીય ફટકો પડ્યો.

રેલ્વેએ આની અપીલ રાજ્ય ગ્રાહક મંચમાં અપીલ કરી; જોકે, ન્યાયિક સભ્ય નિર્મલ સિંહ મેડવાલ અને સભ્ય કરુણા જૈને પશ્ચિમ મધ્ય રેલવે (WCR) દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી. હવે, રેલવેએ ₹69,000નું વળતર ચૂકવવું પડશે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.