- National
- માત્ર 6 ઇંચ જમીન માટે કોન્સ્ટેબલની હત્યા, ફોન કરવા પર પણ ન આવી પોલીસ
માત્ર 6 ઇંચ જમીન માટે કોન્સ્ટેબલની હત્યા, ફોન કરવા પર પણ ન આવી પોલીસ
મુઝફ્ફરપુરમાં પાડોશી સાથે 6 ઇંચ જમીન માટે વિવાદને લઈને બિહાર પોલીસના જવાનની મારી મારીને હત્યા કરી દેવામાં આવી. 3 દિવસથી પીડિત પરિવાર સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસને જમીની વિવાદની જાણકારી આપી રહ્યો હતો. એ છતા પોલીસ બેદરકારી રાખી રહી હતી. હવે આ વાતને લઈને ગ્રામજનોમાં આક્રોશ છે. જિલ્લાના કાંટી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે. યદૂ છપરા ગામના રહેવાસી દીપેન્દ્ર કુમાર સિંહ (ઉંમર 53 વર્ષ) બિહાર સ્પેશિયલ આર્મ્ડ પોલીસ (BSAP)માં કોન્સ્ટેબલના પદ પર કાર્યરત છે.

તેઓ પટનામાં પોસ્ટેડ હતા અને હાલમાં રજા લઈને પોતાના ગામમાં આવ્યા હતા. અહી પોતાના પાડોશી સાથે તેમનો 6 ઇંચ જમીનને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, દીપેન્દ્ર કુમાર સિંહ છેલ્લા 3 દિવસોથી સતત પોલીસને ફોન કરીને ઘટનાથી અવગત કરાવી રહ્યા હતા, પરંતુ પોલીસ કોઈ સખત પગલાં ઉઠાવી રહી નહોતી. પોલીસની આ બેદરકારીના કારણે તેની મારી મારીને હત્યા કરી દેવામાં આવી. ઘટના બાદ આક્રોશીત પરિવારજનો અને ગ્રામજનોએ નેશનલ હાઇવે નંબર-27 જામ કરી દીધો અને આરોપીઓની ધરપકડની માગ કરવા લાગ્યા.
ઘટનાની જાણકારી બાદ DCP પશ્ચિમ અભિષેક આનંદ અને કાંટી પોલીસ સ્ટેશનના અધ્યક્ષ સંજય કુમાર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. આક્રોશીત પરિવારજનો અને ગ્રામજનોને સમજાવીને શાંત કરાવ્યા. ત્યારબાદ શબને પોસ્ટમોર્ટમ માટે SKMCH મોકલી દેવામાં આવ્યું. મૃતકના ભત્રીજા સંજય કુમારે જણાવ્યું કે, પોતાના પાડોશી રાહુલ, રાકેશ અને શિવમ સાથે દીપેન્દ્રનો જમીની વિવાદ ચાલી રહ્યો હતો. માત્ર 6 ઇંચ જમીનનો વિવાદ હતો. ઘરની બાજુમાં ખાલી જમીન પર પાડોશી નિર્માણ કરી રહ્યા હતા. તેના માટે રોજ ઝઘડો અને ગાળાગાળી થતા હતા.

દીપેન્દ્ર જ્યારે પોતાના પાડોશીઓ સાથે તેના માટે વાત કરવા ગયા તો લાકડીથી મારી મારીને તેની હત્યા કરી દેવામાં આવી. DSP પશ્ચિમ અભિષેક આનંદે જણાવ્યું કે, જાણકારી મળી કે કાંટી પોલીસ સ્ટેશન ક્ષેત્રના યદૂ છપરા ગામમાં બિહાર પોલીસના જવાન દીપેન્દ્ર કુમાર સિંહની ડેડબોડી તેના ઘર પાસેથી જ મળી છે. પરિવારજનોએ જણાવ્યું કે, પોતાના પાડોશી સાથે તેમનો જમીન વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસને સતત ફોન કરી રહ્યા હતા, પરંતુ પોલીસે શું કાર્યવાહી કરી? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. દોષીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

