દેશના સૌથી મોટા ટોલ કૌભાંડનો પર્દાફાશ, વારાણસીથી મુંબઈ સુધી EDના દરોડા; 100માંથી રૂ. 95 સીધા ખિસ્સામાં!

કેન્દ્રીય તપાસ એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશના વિવિધ ભાગોમાં છેતરપિંડીથી ભરેલા ટોલ વસૂલાત અને મની લોન્ડરિંગમાં સંડોવાયેલા એક મોટા રેકેટ પર કાર્યવાહી કરી છે. 2 સપ્ટેમ્બર, 2026ની સવારથી શરૂ કરીને, EDPMLAની કલમ 17 હેઠળ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ, મધ્ય પ્રદેશ, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) અને કોલકાતામાં 14 સ્થળોએ એકસાથે મોટા પાયે દરોડા પાડ્યા.

ED-Raid-Toll-Tax-Scam3
newsbaji.com

UP સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ આ મોટી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો, જેના પગલે EDએ તપાસ હાથ ધરી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના સત્તાવાર સર્વરની જેવું જ એક નકલી અને પાઇરેટેડ સોફ્ટવેર વિકસાવ્યું હતું. આ સોફ્ટવેરનો ઉપયોગ નકલી FASTagsનો ઉપયોગ કરીને ઓવરલોડેડ અને કોમર્શિયલ વાહનોને ટોલ પ્લાઝામાંથી પસાર થવા દેવા માટે કરવામાં આવતો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, કુલ ટોલ વસૂલાતનો માત્ર 5 ટકા હિસ્સો જ  સરકારી રેકોર્ડમાં નોંધાયેલો જોવા મળ્યો હતો, જ્યારે 95 ટકા હિસ્સો સીધા કૌભાંડીઓના ખિસ્સામાં ગયો હતો.

ED-Raid-Toll-Tax-Scam2
zeebharat.com

આ છેતરપિંડીમાં, ગેરકાયદેસર રકમ ટોલ ઓપરેટરો, IT કર્મચારીઓ અને વચેટિયાઓમાં વહેંચવામાં આવી હતી. UP સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ તાજેતરમાં વારાણસીથી આ સમગ્ર નેટવર્કના કથિત માસ્ટરમાઇન્ડ આલોક સિંહની ધરપકડ કરી હતી. તે હરહુઆ વિસ્તારમાંથી આ સમગ્ર ગેરકાયદેસર નેટવર્કનું સંચાલન કરી રહ્યો હતો. આ ઉપરાંત, વારાણસીના લાલા નગર ટોલ પ્લાઝા પર રૂ. 62.87 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચોરીના કેસની પણ તપાસ ચાલી રહી છે.

અધિકારીઓનું કહેવું છે કે, ઘટનાસ્થળેથી મોટી માત્રામાં ઇલેક્ટ્રોનિક સાધનો, સર્વર ડેટા, નાણાકીય દસ્તાવેજો અને બેંક ખાતાની માહિતી જપ્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં વધુ ધરપકડ અને ખુલાસાની અપેક્ષા છે.

ED-Raid-Toll-Tax-Scam
livehindustan.com

હાલમાં, ED ટીમ દરોડા દરમિયાન ડિજિટલ રેકોર્ડ, બેંક ખાતા અને બેનામી મિલકતો સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહી છે. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવતી તપાસ હવે માત્ર થોડા સ્થળો સુધી મર્યાદિત નથી. આ છેતરપિંડીમાં દેશભરમાં 200થી વધુ ટોલ પ્લાઝા તપાસ હેઠળ છે, જેમાં ફક્ત ઉત્તર પ્રદેશમાં 100થી વધુ ટોલ પ્લાઝાનો સમાવેશ થાય છે. EDની આ કડક કાર્યવાહીથી છેતરપિંડી કરનારા ટોલ ઓપરેટરો અને ભ્રષ્ટ અધિકારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.